________________
મુનિરાજ શ્રી ચતુરવિજયજી શ્રી વિજયસિંહસૂરિ—
એમણે સં. ૧૧૯૧ માં ઉપદેશમાળાવૃત્તિ રચી છે. એમના શિષ્ય પદ્ધદેવ માટે સં. ૧૨૪૭ ના અષાડ સુદિ ૯ બુધે પં. સાજણે ભરૂચમાં લખેલી શ્રી કલ્પસૂત્રની તાડપત્રની પ્રત ખંભાતના શ્રી શાંતિનાથના ભંડારમાં છે. જુઓ પ્રશસ્તિ સંગ્રહ ભા. ૧, પૃ. ૫૫. શ્રી ચંદ્રસૂરિ–
સં. ૧૧૯૩ માં શ્રી મુનિસુવ્રતચરિત્ર, સંગ્રહણીસૂત્ર, નિર્યાવલિકા સૂત્રવૃત્તિ વિગેરેના રચયિતા. એમના શિષ્ય દેવભદ્ર સ્વગુરચિત સંગ્રહણીસૂત્ર ઉપર વૃત્તિ રચી છે. શ્રી લક્ષમણ ગણિના કથનાનુસાર આ આચાર્ય લાદેશમાં વિશેષ વિચરતા હોવા જોઈએ. લક્ષ્મણુગણિ તથા વિબુધચંદ્ર–
સુપાસનાહચરિયની પ્રશસ્તિમાં જણાવે છે કે–એક દિવસ શ્રી વિબુધચંદ્રસૂરિ વિચરતા ધંધુકા નગરે આવ્યા. ત્યાંના આષડ શ્રાવકે સુપાર્શ્વનાથનું ચરિત્ર રચવા વિનંતિ કરી અને તેમણે શ્રી હેમચંદ્રસૂરિના લઘુશિષ્ય(લક્ષ્મણ)ને આજ્ઞા આપી તેથી તેણે કુમારપાળ નૃપતિના રાજ્યમાં મુરૂમંડલી નગરમાં શબ્બાસુતના ઉપાશ્રયમાં વાસ કરી વિ. સં. ૧૧૯ મહા સુદિ ૧૦ ગુરુવારે શ્રી સુપાર્શ્વનાથ ચરિત્રની રચના કરી.” આ ગ્રંથ વિદ્વત્તાપૂર્ણ તેમ જ રસાસ્પદ અનેક કથાઓનો ખજાનો છે. ગુજરાતી ભાષાંતરમાં બે ભાગ પડેલ છે. મૂળ પણ પ્રતાકારે તથા બુકરૂપે છપાયેલ છે. દેવભદ્ર
એમણે શ્રી સિદ્ધસેન દિવાકરવિરચિત ન્યાયાવતારસૂત્ર ઉપર ટિપ્પન રચેલ છે. ગા. ઓ. સીરીઝ તરફથી પ્રસિદ્ધ થયેલી જેસલમેરૂ ભાંડાગરીય સૂચિમાં શ્રી રાજશેખરની કૃતિ તરીકે નિર્દેશ કરવામાં આવેલ છે, પરંતુ તે બ્રાંતિજન્ય છે. જુઓ સને ૧૯૨૮ માં જૈન શ્વેતાંબર કેન્ફરન્સ તરફથી છપાયેલી આ વૃત્તિને અંતિમ પદ્ય
न्यायावतारविवृतौ विषमं विभज्य,
किंचिन्मया यदिह पुण्यमवापि शुद्धम् । संत्यज्य मोहमखिलं भुवि शश्वद्देव
भद्रकभूमिरमुनास्तु समस्तलोकः ।। આમાં તૃતીય અને ચતુર્થ ચરણના અનુસંધાનથી દેવભદ્ર એવું નામ સ્પષ્ટ રીતે દર્શાવેલ છે.
શતાબ્દિ ગ્રંથ]
*
૧
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org