________________
શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શ ગુણ વિરોધીઓ પણ મુક્તકંઠે વર્ણન કરે છે તે ન્યાયનિધિ જેનાચાર્ય શ્રીમદ્વિજયા નંદસૂરીશ્વરજી-શ્રી આત્મારામજી મહારાજ માટે કે મગરુર ન થાય? ભારતભૂમિ આવા ધમધુરંધર–ધર્મમૂતિથી જ ગર્વ ધારણ કરે છે. ખરેખર જિનશાસનરૂપ ગગનાંગણ શ્રી આત્મારામજી મહારાજ જેવા દેદીપ્યમાન અને તિસ્વરૂપ નિષ્કલંક સેમ્ય ચંદ્રથી શોભી રહ્યું છે.
શાસનશિરોમણિ શ્રી મહાવીર પ્રભુના અવિચલ શાસનમાં પુન: શ્રી આત્મારામજી મહારાજ જેવા અખંડ શાસ્ત્રાભ્યાસી, અગણિતકષ્ટ-પરંપરાસહિષ્ણુ, શાસનપ્રભાવક, જગદુપકારી, નિરભિમાની, સંયમવાનું અને માનવરૂપમાં દિવ્ય દેવસટશ ક્યારે ઉત્પન્ન થશે ? કે જેમના પ્રભાવથી શાસનપ્રભાવવાનો નિર્મલ ઉડુપતિ સોળસેળ કલાએ વિકસિત થાય અને આખું વિશ્વ પુન: એ શિશિર ચાંદનીમાં આનંદ મહાલવા લાગે એ જ અભિલાષા.
સર્વગુણસંપન્ન પ્રચંડજ્યોતિર્ધર ન્યાયનિધિ શ્રી આત્મારામજી મહારાજના પરમવિશ્વાસપાત્ર, અખંડગુરુ આજ્ઞારાધક તેઓશ્રીને જ પટ્ટધર સુપ્રસિદ્ધનામધેય આચાર્યપ્રવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ અનેક શુભ ગુણરત્નરત્નાકર શ્રી આત્મારામજી મહારાજની જન્મ-શતાબ્દિ ઉજવી પિતે ત્રણમુક્ત થઈ રહ્યા છે. યથાર્થ ગુરૂઆજ્ઞારાધક હોવાથી જ આ જન્મ-શતાબ્દિનું ભગીરથ કાર્ય ઉપાડયું છે. તેઓશ્રીના પગલે પગલે ચાલી સ્થાન સ્થાન પર શ્રી ગુરુદેવ આત્મારામજી મહારાજનું જવલંત નામ ઉજવેલ કામની સાથે જોડી પિોતે ગુરુઋણના ભારથી હલકા થઈ રહ્યા છે. આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પંજાબ, મારવાડ, ગુજરાત, કાઠિયાવાડ, મુંબઈ, દક્ષિણ, વરાડ, મેવાડ આદિ દેશમાં શ્રી આત્મારામજી મહારાજનું પવિત્ર નામ અનેક સંસ્થાઓ સાથે જોડી ચિરસ્મરણીય અને સદાને માટે અમર બનાવ્યું છે. પોતાના અસાધારણ ઉપદેશથી અને મહાન પરિશ્રમથી શતાબ્દિનાયકનું શુભ નામ શતાબ્દિ સાથે કાયમ રહે તે નિમિત્તે એક વિશાલ ફંડ ઊભું કર્યું છે. એ ફંડમાંથી શ્રી આત્મારામજી મહારાજના રચેલા ગ્રંથ અને અન્ય જૈન સાહિત્ય ભિન્ન ભિન્ન ભાષાઓમાં તૈયાર કરાવી વિશ્વગ્ય બનાવવા નિર્ણય કર્યો છે.
આ જન્મ શતાબ્દિ જૈન સમાજમાં કોઈની પ્રેરણાથી. પ્રોત્સાહનથી કેઈપણુ આત્માની ઉજવાતી હોય તો તે માત્ર આ એક જ યુગપ્રભાવક શ્રી આત્મારામજી મહારાજની ઉજવાઈ રહી છે અને એ શતાબ્દિના કર્ણધાર પ્રાણસમાં આચાર્યવર શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ મોખરે રહી ઉજવી રહ્યા છે. ધન્ય છે એ અખંડગુરુ આજ્ઞારાધક વીર ત્યાગીને ! વંદન છે એ શ્રી આત્મારામજી મહારાજના પરમવિશ્વાસપાત્ર આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીને! સદેવ જગતમાં વિજયવંતી રહો ઉજવાતી જન્મ શતાબ્દ! શાસનદેવ શતાબ્દિનાયકના પટ્ટધર આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીને ભૂરિ સહાયતા આપે અને જૈન સમાજને અખૂટ પ્રેત્સાહન આપી જન્મશતાબ્દિને વિશ્વપ્રસિદ્ધ બનાવે એ જ અંતઃકરણથી અભ્યર્થના કરી વિરમું છું.
સાબરમતી .પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી વિ.સં.૧૯૯૨.આત્મ સં.૪૦.વીર સં.૨૪૬૨ |
* મહારાજના પ્રશિષ્ય૨ત્ન પન્યાસજી શ્રી ઉમંગ ફાગુન સુદિ ૫, ગુરુવાર. - તા. ૨૭-૨-૩૬ ,
Uવિજયજી મહારાજ શિષ્ય મુનિ ચરણુવિજય. : ૧૪૪ : -
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org