Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પ્રો. કેશવલાલ હિંમતરામ કામદાર ગિરનાર તથા શત્રુંજયની યાત્રા કરે છે. સૌરાષ્ટ્રમાં તે શિહોરનું બ્રહ્મસ્થાન વસાવે છે. આ સર્ગમાં કરેલું પરદેશીઓનું વર્ણન ખાસ ઉપયોગિતા ધરાવે છે, પાટણ આવતાં સિદ્ધરાજ ખૂબ ય કરે છે અને સહસ્ત્રલિંગ તળાવ, સત્રશાળાઓ વિગેરે તૈયાર કરાવે છે.
સેળમાં સર્ગમાં કુમારપાળને અમલ શરૂ થાય છે. તેના કુલ ૯૭ લેકે છે. અહીં ગૂર્જરેશ્વર ચિત્રકૂટ( ચિતોડ ) ના રાજા આર્ટ ઉપર સવારી કરે છે. આ સર્ગમાં આપેલું આબુનું વર્ણન અતિ રમ્ય છે. હેમચંદ્ર આચાર્ય આ વર્ણનમાં બનાસ નદી, મંદાકિની નદી, વસિષનો આશ્રમ, મહાતીર્થનાને, મહોત્સ, સેંધવી દેવી, ખનિજની ખાણે, શબરી સ્થાને, કષભદેવનું મંદિર, તેની કારીગીરી, અચલેશ્વર, રાજા વિક્રમસિંહે કુમારપાળનું કરેલું આતિથ્ય –એટલી બાબતોનો સમાવેશ કરે છે. બનાસ નદી ઉપર છાવણું નાંખી પડેલા ગુર્જર સૈન્યનું વર્ણન અહીં આવે છે અને કવિ છ ઋતુઓને અહીં વર્ણવે છે.
આવું જ મનહર વર્ણન સત્તરમાં સર્ગમાં ચાલુ રહે છે. તેમાં ઈતિહાસનું નામ માત્ર નથી. સુરતક્રીડા, સંધ્યાનવર્ણન, રાત્રિવર્ણન, સૂર્યોદય એટલું એમાં આવે છે, જે કે લેક–સંખ્યા કુલ ૧૩૮ છે. આ સર્ગ વાંચતાં મને “શિશુપાલવધ” માં યાદવની ગિરનારયાત્રા યાદ આવી હતી.
અઢારમા સર્ગની કલેક–સંખ્યા ૧૦૬ છે, અને તેમાં જે રસેનાને ચિત્રકૂટી સેના ઉપરને વિજય આવે છે.
ઓગણીસમી સર્ગમાં કુલ ૧૩૭ લોકે છે. તેમાં આણે રાજા કુમારપાળ સાથે મૈત્રી કરે છે અને પાટણ મુકામે મેવાડકુંવરી જહુણાદેવી સાથે કુમારપાળનું લગ્ન થાય છે. આ જ સર્ગમાં માળવાના રાજા બલ્લાલ સામેની સવારીનું વર્ણન આપવામાં આવ્યું છે અને બલ્લાલનો વધ થાય છે તે કહેવામાં આવ્યું છે.
વસમો સર્ગ કાચનો છેલ્લો સગે છે. તેમાં કુમારપાળ અમારિ–ષણ પ્રવર્તાવે છે, નિર્વશ પ્રજાજનના ધનનો ત્યાગ કરે છે, કાશીક્ષેત્રના કેદારનાથના મંદિરનું પુનરુદ્ધાર કરાવે છે, સેમિનાથના મંદિરને ઉદ્ધાર કરાવે છે, પાટણમાં પાર્શ્વનાથનો પ્રાસાદ બંધાવે છે ને કુમારપાળેશ્વર દેવનું (શંકર) મંદિર કરે છે અને દેવપત્તનમાં પાર્ધ ચેત્ય કરે છે. આ સર્ગમાં કુમારપાળ જૈન થાય છે એમ જણાય છે, કારણ કે હેમચંદ્રસૂરિ ૯૮ મો લેક નીચે પ્રમાણે રચી ગયા છે –
युष्मान् भो अभिवादये भव जयी भो एधि जैनश्च भो, युष्मानप्यभिवादये सुकृतवान् भूयः कुमार भव । आयुष्मांश्च कुमारपाल चिरमित्याशंसितोऽत्राहतै
चैत्यं स्फाटिकपार्श्वबिंबमकृत स्वर्णेन्द्रनीलैर्नपः ॥ શતાબ્દિ ગ્રંથ ]
* ૧૭ *
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org