________________
શ્રી હેમચંદ્રસૂરીશ્વરનું થાશ્રય કાવ્ય મરણ, નાગરાજનું તથા દુર્લભરાજનું મારવાડી નૃપતિ મહેન્દ્રની કન્યાઓ સાથે લગ્ન, ગુજરાતને માળવદેશ ઉપર વિજય, એટલી બાબતો આવે છે.
આઠમા સર્ગમાં ભીમના અમલનું વર્ણન આવે છે. તેના કુલ ૧૨૫ કલેકે છે. ભીમ સિંધુ દેશના રાજા હમ્મુક ઉપર વિજય મેળવે છે તેનું તથા ચેદિદેશનું અહીં વર્ણન કરવામાં આવ્યું છે.
નવમા સમાં ૧૭૨ લેકે છે. તેમાં કલરવંશીય ચેદી રાજા કર્ણ અને સોલંકીવંશીય ગૂર્જર રાજા ભીમ વચ્ચે થએલા સમાધાનને બતાવવામાં આવ્યું છે. ગુર્જર રાજ્યની પ્રતિભા આ વખતે તમામ ભારતવર્ષના રાજવંશ ઉપર પડી હતી તેમ કહેવામાં આવ્યું છે. ભૂગળ તથા ઈતિહાસ બને આ સર્ગમાં તથા આઠમા સર્ગમાં ખાસ આવે છે. ભીમ તથા ક્ષેમરાજ બંને આ સર્ગમાં મરણ પામે છે અને કર્ણ ગાદીએ આવે છે. કર્ણરાજા અને ચંદ્રપુરના કદંબરાજ જયકેશીની પુત્રી મયલણા એમનું પ્રીતિલગ્ન આ સર્ગમાં વર્ણાય છે, જે બીજા અનેક કપોલકદ્વિપત વર્ણનને નિરાસ કરવામાં ઉપકારક થઈ શકે છે.
દસમા સર્ગમાં ૯૦ લેક છે અને તેમાં હેમચંદ્રસૂરિ, કર્ણરાજે લક્ષમીદેવીની કરેલી આરાધનાનું તથા લક્ષમીદેવીની પ્રસન્નતાનું અતિ મનોહર વર્ણન આપે છે. એ આરાધનાથી કર્ણની મહારાણી મયલૂણાને ગર્ભ રહે છે.
અગ્યારમા સર્ગમાં ૧૧૮ લોકો છે, તેમાં કુમાર સિદ્ધરાજનો જન્મ, તેનું નામકરણ, તેને વિદ્યાભ્યાસ, તેને અભિષેક, કર્ણનું મરણ, કુમાર દેવપ્રસાદનું મરણ, ત્રિભુવનપાળને અપાએલું અભયવચન, એ આવે છે.
બારમાં સર્ગમાં ૮૧ કલેકે છે. તેમાં સિદ્ધરાજ બબરકને હરાવી તેને લશ્કરમાં નોકરી આપે છે, અને સારસ્વતતીરનું રક્ષણ કરવાનું કામ તેને સેપે છે.
તેરમા સમાં ૧૧૦ લોકો છે. તેમાં સિદ્ધરાજને તંત્રવિદ્યા ઉપરનો અનુરાગ પ્રકટ થાય છે. રાજા એક નાગકુમાર અને તેની સ્ત્રી સાથે પરિચય કરે છે અને નાગકુમારને બચાવે છે.
ચાદમાં સર્ગમાં ૭૪ લેકે છે. તેમાં સિદ્ધરાજ જયસિંહ અવંતીશ્વર યશોવર્માને હરાવી કેદ કરે છે. આ સમાં ગુર્જરેશ્વરનો પાટણની તથા ઉર્જનની ગિનીઓ સાથેનો પરિચય દર્શાવવામાં આવે છે. સિદ્ધરાજ આ યોગિનીઓને દંડ આપે છે અને પ્રજાને તેમની કનડગતથી બચાવે છે.
પંદરમાં સગમાં સિદ્ધરાજ પાટણ પાછો આવે છે. તે સિદ્ધપુરમાં રુદ્રાલય તથા મઠો બંધાવે છે, કેદારદેવને સંતોષે છે, મહાવીરનું ચૈત્ય કરાવે છે, અને સોમનાથ,
* ૧૬ જ
[ શ્રી આત્મારામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org