________________
પ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચંદ્રસૂરીશ્વરે દ્વયાશ્રય કાવ્ય રચ્યું છે તે સૌ કોઈ જાણે છે. તે કાવ્ય સંસ્કૃતમાં અને પ્રાકૃતમાં છે. સંસ્કૃતમાં રચવામાં આવેલા કાવ્યમાં મૂળરાજથી માંડીને કુમારપાળ જેન થયો ત્યાં સુધી ઇતિહાસ આપવામાં આવ્યો છે, જ્યારે પ્રાકૃત કાવ્યમાં કુમારપાળ રાજાના અમલને માત્ર કાવ્યરૂપે વર્ણવવામાં આવેલ છે. હું અહીં સંસ્કૃત દ્વયાશ્રય વિષે થોડુંએક લખાણ કરું છું.
આ કાવ્યનું ગુજરાતી ભાષાંતર સને ૧૮૯૩ માં શ્રીમંત મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિદ્યાધિકારી કચેરીની સૂચના અનુસાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ કર્યું છે. એ ભાષાંતર એકંદર શબ્દ છે. જો કે તેમાં કેટલીએક અશુદ્ધિઓ તથા ગેરસમજૂતીઓ રડી જવા પામી છે. સંસ્કૃત કાવ્યના છપાએલા બે ગ્રંથ નિર્ણયસાગર પ્રેસ તરફથી બહાર પડ્યા છે. બીજા વિભાગની પ્રસ્તાવના ઘણી ટૂંકી અને જરા પણ માર્ગદર્શક નહીં એવી 3. બેલવલકરે લખી છે. તે પૈકી પ્રથમ ભાગ ઈ. સ. ૧૯૧૫ માં પ્રસિદ્ધ થયેા હતો. જ્યારે બીજો ભાગ ઈ. સ. ૧૯૨૧ માં પ્રસિદ્ધ થયો હતો. પ્રથમ વિભાગમાં પહેલા દસ સર્ગો આપવામાં આવ્યા છે, જ્યારે બીજા વિભાગમાં તે પછીના દસ સર્ગો આપવામાં આવ્યા છે. દ્વયાશ્રય કાવ્યના સંસ્કૃત વિભાગની ટીકા પાલણપુરમાં સંવત્ ૧૩૧૦ ની દીવાળીએ અભયતિલકગણિએ (પૂરી) કરી છે, અને તે બંને વિભાગોમાં લોકો સાથે આપવામાં આવી છે. ટીકા ઘણી સારી છે, અને અભયતિલકગણિ સમર્થ વેચ્યાકરણ તથા અભ્યાસી હશે એમ તે ઉપરથી સિદ્ધ થાય છે.
દ્વયાશ્રય કાવ્ય મહાકાવ્ય છે. અને તેના પ્રથમ લેક ઉપરથી જ જણાય છે કે કર્તાની અભિલાષા તેને કાલિદાસના રઘુવંશની કેટિએ મૂકવાની હશે. તે કાવ્ય વ્યાકરણ ઉપર અને ઈતિહાસ ઉપર છે, પણ તેમાં મુખ્યત્વે વ્યાકરણને પ્રાધાન્ય આપેલું હોઈ તેની ઐતિહાસિક ઉપયોગિતા એટલે અંશે ઓછી થઈ જાય છે, જે કે બેમાંથી એક દષ્ટિએ પણ હજુ સુધી તેને વિગતવાર અને શાસ્ત્રીય અભ્યાસ કેઈએ કર્યો હોય એમ જણાતું નથી. ગુજરાતના ઇતિહાસનાં જૂનાં સાધનને અભ્યાસ કરવાના પ્રયત્નમાં હું આ દ્વયાશ્રયકૃતિને લેકવાર, ટીકાવાર અને બીજી વિગતો પૂરતો જોઈ શક્યો છું. મારા પરિશીલનનાં પરિણામને હું તપસીલવાર કોઈ વખત ગુજરાતને આપવા ઈચ્છું છું. * ૧૪ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org