________________
ગુજરાતી ભાષાના વિકાસમાં જેનોએ ભજવેલે ભાગ રેમાં સંગ્રહિત રહેલ સાહિત્યની સામગ્રી જેમ જેમ બહાર આવતી જાય છે તેમ તેમ અત્યારસુધીની માન્યતા કે જેનેતાએ જ, શિવમાગી, વિણમાગી, શક્તિમાગી વિગેરેએ ગુજરાતના સાહિત્યનું કલેવર ઘડવામાં મુખ્ય ફાળો આપ્યો છે ને જેનેને ફાળે ગણ છે, એ ફેરવવા માટે ઘણું સાધન મળતાં જાય છે. એ ભંડારોની વિપુલતા જોતાં અને હજુ તેમાંના ઘણા ગ્રંથો પ્રસિદ્ધિમાં આવી શક્યા નથી તે જોતાં વખતે વસ્તુસ્થિતિ ફેરવાઈ જવાને સંભવ રહે છે; એટલે કે બ્રાહ્મણે, વૈશ્ય વિગેરે જેનેતએ આપેલ ફાળો ગણરૂપ પકડે ને જેનોએ આપેલે ફાળો મુખ્ય ગણાય. જેન સાધુ અને મુનિએને, એટલે જેને કોમના પંડિતો અને વિદ્વાનોને, જેને સમાજના બંધારણનો વિશેષ લાભ મળતો; મતલબ કે તેમને ઉપજીવિકા અર્થે કઈ રીતની ચિંતા રહેતી નહિ. ઉપાશ્રયમાં રહેવાનું અને ગોચરી કરી જમવાનું. બાકીનો સમય અધ્યયનમાં કાઢવાને, એટલે એમને ફુરસદ ઘણી મળતી. તે ફુરસદનો ઉપયોગ કરવા તેમણે એક જ ધ્યેય રાખ્યું લાગે છે : તે એ કે જેમ બને તેમ લેકગી સાહિત્ય લખતા રહેવું. સેંકડો રાસરાસાઓ, વાર્તાઓ, કથાઓ કે જે જૂના જૈન સાહિત્યમાં આપણે જોઈએ છીએ તે એ બાબતનો પુરાવો પૂરો પાડે છે. આ સિવાય ઉચ્ચ કોટિનું તત્વજ્ઞાન અને બીજી ફિલસૂફીના વિષયે ચચી પણ તેમણે સાહિત્યના વિકાસમાં ફાળો આપે છે અને તે સંબંબેના ગ્રંથ પણ ધીમે ધીમે પ્રકાશમાં આવતા જાય છે. જેની ગુજરાતી પ્રાચીન ભાષા જુદી હતી એમ કેટલાએકનું કહેવું છે. તેમ કહેવાનું એક કારણ એ હેવું જોઈએ કે જેનેને હાથે રચાયેલા ઘણા ગ્રંથે અંધારામાં પડી રહેલા, તે હમણાં તેવી ને તેવી પ્રાચીન ભાષામાં પ્રસિદ્ધ થતા હોવાથી, આપણે એમ માનીએ છીએ કે તેમની અને જેનેતરની ભાષા જુદી હોવી જોઈએ; પરંતુ વસ્તુસ્થિતિ એવી છે કે તે જ પ્રાચીન સમયમાં જેનેરેને હાથે રચાએલા ગ્રંથો ઘણા સમય પૂર્વે પ્રસિદ્ધિમાં આવેલા હોવાથી, વખત જતાં ભાષાની પ્રાચીનતાનાં અંગે ખરી પડતાં ગયાં અને તે ગ્રંથો પ્રસિદ્ધ થતી વખતની પ્રચલિત ભાષાનાં અશેને અનુસરી પ્રસિદ્ધ થતાં રહ્યાં. મતલબ કે જેના પ્રાચીન ગ્રંથ મેડા પ્રસિદ્ધ થયા એટલે ભાષાની પ્રાચીનતા જાળવી રાખી શક્યા; જેનેતર ગ્રંથો ઘણું સમય પર પ્રસિદ્ધિમાં આવતાં પ્રાચીનતા ખોઈ બેઠા અને તેને લીધે બંનેની વાપરેલી ભાષા વચ્ચે કાંઈક ફરક દેખાય છે. હાલના જેન લેખક અને જૈનેતર લેખકો જે ભાષા વાપરે છે તે એક જ જાતિની–સમાન છે; આગલા વખતમાં પણ તેમ જ હોવું જોઈએ. કારણુ બંનેને મળતાં શિક્ષણનું મૂળ એક જ હતું : સંસ્કૃત સાહિત્ય, અને તેથી તે શિક્ષણને પરિણામે દેશકાળને અનુસરીતેઓ ભાષા પણ સમાન જ વાપરે-વાપરવાને લલચાય.
* ૨
*
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org