________________
મેગલ સમય પહેલાં કપડાં પરને એક ચિત્રપટ ચોથા વર્તુલાકારમાં આપણે અગાઉ જણાવી ગયા તે મુજબ પટ ચીતરાવનાર મુનિ મહારાજનું નામ તથા પટ ચીતરાવ્યાની તારીખ વગેરેનો ઉલ્લેખ કરીને જે નમ: સિદ્ થી શરૂ કરીને અ થી અક સુધીના સ્વરો. ક થી 8 સુધીના વ્યંજનો અને ષિમંડલમંત્રાનાયની સ્થાપના કરીને છેવટે તિ શ્રીમિત્રમંત્રયંત્રજ્ઞા : લખીને યંત્રની સમાપ્તિ કરેલી છે.
આખાયે યંત્રની સ્થાપના પૂર્ણકલશની આકૃતિ ચીતરીને પૂર્ણકલશના પટાભાગમાં કરવામાં આવી છે. આ પ્રમાણે મધ્યમાં ટ્રીકારમાં ચોવીશ તીર્થકરની સ્થાપના કરીને આજુબાજુ ઉપર જણાવી ગયા તે પ્રમાણે ચાર વર્તુલાકાર પદો તથા તેના અધિષ્ઠાયકેની સ્થાપના કરીને, કલશના મુખ ઉપરના ભાગમાં દીકાર લખીને, સાડાત્રણ વર્તુલાકાર લીટીઓથી સારાયે યંત્રને વેષ્ટિત કરીને છેવટે છે અંકુશબીજ લખીને યંત્રની સમાપ્તિ કરવામાં આવી છે.
કલશની ઉપરના મુખના ભાગની આજુબાજુ ચિત્રકારે બે ચક્ષુઓ ચીતરેલાં છે. ભારતની ત્રણે સંસ્કૃતિઓ મંગલકલશ(પૂર્ણકલશ)ને માંગલિક ચિન્હ તરીકે માનતી હેવા છતાં, જેને સંસ્કૃતિની ખાસ વિશિષ્ટતા એ છે કે પૂર્ણ કલશની આજુબાજુ દિવ્યજ્ઞાનરૂપી બે ચક્ષુઓની રજુઆત કરે છે જ્યારે બીજી બે સંસ્કૃતિઓ બે ચક્ષુઓ સહિત પૂર્ણ કલશની રજુઆત કરતી હોય એવું અમારા ખ્યાલમાં નથી. - ચિત્રપટના ચાર ખૂણાઓમાં અનુક્રમે ઉપરની જમણી બાજુથી ૧ ધરણેન્દ્ર, ૨ પદ્માવતી, ૩ ગુરુમૂર્તિ તથા ૪ વૈરોચ્યાદેવીની યંત્રના અધિષ્ઠાયક તરીકે સ્થાપના કરવામાં આવી છે.
૧ ધરણેન્દ્ર-શરીરનો વર્ણ પીળે, તેના મસ્તક ઉપર છ ફણા, જમણા હાથમાં પાશ અને ડાબા હાથમાં અંકુશ તથા તેના બીજા બે હાથ ખાલી ચીતરેલા છે. તે ભદ્રાસનની બેઠકે બેઠેલો છે. તેના ડાબા ઢીંચણની નીચે તેના ચિહ્ન તરીકે હાથી મૂકેલે છે. આ ચિત્ર ચીતરનાર જેનમૂર્તિ વિધાનના નિયમથી તદ્દન અનભિજ્ઞ હોય એમ લાગે છે કારણ કે ધરણેન્દ્રનું વાસ્તવિક સ્વરૂપ નીચે પ્રમાણે છે.
તેના શરીરને વર્ણ ગોર, તેના મસ્તક ઉપર ત્રણ ફણું, તેના હસ્તમાં સર્ષ, તેના આભૂષણો તથા તેના ચિહ્ન વિગેરેમાં પણ સર્પની આકૃતિ હોવી જોઈએ. ધરણેન્દ્રના વાસ્તવિક સ્વરૂપના ચિત્ર માટે જુઓ “જેન ચિત્રકલ્પદ્રુમ' નામના પુસ્તકમાં છાપવામાં આવેલ દસ ભુવનપતિના ઈંદ્રોના ચિત્રોની ચિત્રપ્લેટ મધ્યેનું ધરણેન્દ્રનું ચિત્ર.
૨ પદ્માવતી–શરીરનો વર્ણ તપાવેલા સેના જેવો લાલ, મસ્તક ઉપર ત્રણ ફણા, જમણ હાથમાં અંકુશ અને ડાબા હાથમાં પાશ તથા તેણીને જમણે હાથે વરદમુદાએ તથા ડાબો હાથ અભયમુદ્રા જેવો ચીતરેલ છે અને તેણના ચિહ્ન તરીકે કુકડે ચીતરે છે, પરંતુ વાસ્તવિક રીતે કુર્કટ એટલે કુકડો નહિ પણ કરવાના તેણું હોવાથી કુકડાના મુખની આકૃતિવાળો સર્પ જોઈએ. * ૧૨ *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org