Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શેઠ દેવચંદ દામજી
પ્રમાણ દાયકાથી મટીને સેકા ઉપર પહોંચ્યું હતુ. જો કે આ રીતે સંવેગ–સમુદાયના વિકાસ થવાથી યતિવર્ગનુ જોર નુખાતું જતું હતું છતાં તેમની પાટપરંપરા હાઇને ગાદીપતિ તરીકે આચાર્ય પદ ધરાવવાનુ અભિમાન છેાડી શકચા નહાતા. આ વાત જૈન સમાજને ખટકતી હતી, તેથી આવી મળેલા સારાયે હિંદના અગ્રગણ્યા એકઠા થયા.
આ પ્રસંગે અનેક વિશેષણેાવાળી કાત્રીની પ્રથા નહેાતી, છતાં સંઘ શબ્દનુ ગારવ હતુ અને આગેવાનામાં પરસ્પર પ્રેમનાં ઝરણાં વહેતાં. સારાયે હિંદના આગેવાનાનુ એકત્ર થઈ જવું અને શ્રી આત્મારામજી જેવા પ્રખર પુરુષનું આવવું એ જાણે સિદ્ધિયેાગ સાધ્ય થયા હાય તેમ સંવેગ સમુદાયમાં એક આચાર્ય જોઈએ જ અને તે પદ્મ શ્રી આન ંદવિજયજી ( આત્મારામજી ) મહારાજને આપવુ` તેમ એકત્ર મળેલા આગેવાનેાએ નક્કી કરી લીધું. નિત્ય કર્મથી પરવારી શ્રી આનંદવિજયજી મહારાજ સમુદાય સહુ વર્તમાન ઉપાશ્રયે હતા ત્યાં હિંદના સકલ સંઘનું એકત્ર થઇ ગએલ પ્રતિનિધિ મંડળ જઇ પહેાંચ્યુ અને વંદન કરી આચાર્ય પદ સ્વીકારવા નમ્ર વિન ંતિ કરી.
શ્રી આનંદવિજયજી મહારાજને આશ્ચર્ય થયું. સંવેની સમુવાચ મેં આચાર્ચ હી ઉપાધી की जरूरत क्या है ? मैं न तो गणाधीश वा पंन्यास पदाधीश हुं, और मैं गुरुदेव का चरण में સવ સે છોટે દી સેવા હું—વગેરે શબ્દોમાં પદવી માટે ના પાડી, પરંતુ આવનારા આગેવાના દૈનિશ્ચયી જ હતા, સંઘની આજ્ઞાનું મહુત્ત્વ સમજતા હતા અને શ્રી આત્મારામજી મહારાજના જ્ઞાનશક્તિને કસોટીએ ચડાવી ચૂકયા હતા તેથી તેમના દરેક–બચાવ હા–ના સામે તેમણે સ ંઘની આણુ ધરીને આચાર્ય પદાભિષેકના વાસક્ષેપ નાખીને જ ખસ્યા.
સ. ૧૯૩૨ માં શ્રી આત્મારામજીએ પામથી છેક ગુજરાતમાં દોડી આવી સવેગ દીક્ષા લીધી અને સ` ૧૯૪૨ માં હિંદના સ ંઘે મળી આચાર્ય પદવી આપી તેમાં અણુધા સિદ્ધિયેાગ હતા. તે ઉપરાંત આજે જયારે આ મહાન્નરના જન્મકાળને સેા વર્ષ પૂરાં થાય છે, શતાબ્દિ ઊજવવાનેા અનહદ પુણ્ય ચેગ પ્રાપ્ત થએલ છે ત્યારે જ ખ્યાલ આવે છે કે આ મંગલ દિવસ એ છે કે જ્યારે આ મહાત્માની શતાબ્દિ જ નહિ પણ તેમની દીક્ષાને સાઠ વર્ષ થવાથી હીરકમહેાત્સવ અને આચાર્ય પદને પચાસ વર્ષ થવાથી સુવર્ણ મહાત્સવ ઊજવવાના પણ એક સાથે જ ઉજ્જવળ પ્રસંગ સાંપડ્યો છે. આવી સેા વર્ષે સાંપડેલી સિદ્ધિયાગની તકના જનતા લાભ હેાળા પ્રમાણમાં લેવા પામે અને આ મહાન્ સમુદાય મહાત્માશ્રીના પવિત્ર નામને ચિરસ્મરણીય બનાવે એ જ અભ્યર્થના.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
.: ૯૩ :.
www.jainelibrary.org