Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મેહનલાલ દલીચંદ દેશાઇ
દેવેન્દ્રનાથ ઠાકુર ( કવિસમ્રાટ રવીન્દ્રનાથના પિતાશ્રી ) જેવા એકેશ્વરવાદીએએ તન, મન અને ધનથી મૂર્તિપૂજા સામે ઝુંબેશ ઉપાડી હતી. બીજી બાજુ પાદરીએ ખ્રિસ્તી ધર્મને જ માત્ર મેાક્ષમાર્ગ બતાવી માંસભક્ષક-વિલાસી મગાલીએનાં મન તે દિશા તરફ વાળી રહ્યા હતા. ભક્ષ્યાભક્ષ્યને વિશેષ નિષેધ નહિ માનનારા બંગાલીઓમાંથી ઘણા સુશિક્ષિતા સુદ્ધાં સાહેબી ધારણ પ્રમાણે વર્તવા લાગ્યા હતા અને ખ્રિસ્તીધર્મના સ્વીકાર કરતા હતા.
આ સમયે શ્રી રામકૃષ્ણ પરમહંસે બંગાલીઓને ઉપદેશામૃતનું પાન કરાવી હિંદુધર્મના પુનરુદ્ધાર કર્યો. અસંખ્ય બંગાલીઓને સ્વધર્મનિષ્ઠ બનાવ્યા અને ખ્રિસ્તાદિ ધર્મમાં જતા અટકાવ્યા. ખૂબી એ છે કે તેમને પુસ્તકી શબ્દજ્ઞાન નહેાતુ, તેઓ વેશે, રીતભાતમાં અને ભાષાએ એક ગામડીઆ હતા, છતાં તેમને શ્રીમ ંતા, અંગ્રેજી ભણેલા, શહેરમાં ઉછરેલા આધુનિક ભક્તો પુષ્કળ હતા.
વળી બ્રહ્મસમાજના સુપ્રસિદ્ધ બાબુ પ્રતાપચંદ્ર મઝુમદારને કહેવું પડ્યું હતું કે · એ ભલા અને પવિત્ર પુરુષ હિંદુધર્મના સારાંશરૂપ અને માધુર્યની સાક્ષાત મૂર્તિ હતા. તેમણે વિષયા પર (કંચનકામિની પર) પૂર્ણ સચમ કેળબ્યા હતા. તેમનામાં અધ્યાત્મતત્ત્વ ઉભરાયા કરતુ. તેઓ ધર્મ ના ધામરૂપ, આનંદના આઘરૂપ અને પવિત્રતાની પરાકાષ્ઠારૂપ હતા.’
તેમણે ઉપદેશ પેાતાની જન્મભાષા-બંગાલીમાં આપ્યા. તેના થયેલ અનુવાદ વાંચી મહાત્મા ગાંધીજી કહે છે:“તેમનાં વચન એ કોઇ શુષ્ક પંડિતના પ્રલાપરૂપ નથી પણ એ તે તેમના જીવનનુ નૂર–હીર-ખમીર જે કહીએ તે સ`સ્વ છે. તેમને જે અનુભવ થયેલા તે સર્વના નિચેાડ તેમાં છે. નાસ્તિકવાદના આ જમાનામાં શ્રી રામકૃષ્ણ જ્વલંત અને સજીવન શ્રદ્ધાના દષ્ટાંતરૂપ-મેરુદ ડરૂપ છે. ’
તેઓ શ્રી દયાનંદની પેઠે મૂર્ત્તિપૂજાનિષેધક અને અન્ય સર્વ ધર્મના ગમે તે રીતે ખંડક ન હતા, પણ દરેક ધર્મ પ્રત્યે સમાનભાવ રાખી સર્વમાં એકતા અનુભવતા. એમની માન્યતા એવી હતી કે દરેક ધર્મ માં ઇશ્વરપ્રાપ્તિ-આત્મસાક્ષાત્કારના માર્ગ છે. તેમણે શાક્ત ને વૈષ્ણવ, મુસ્લિમ ને ખ્રિસ્ત–બધા ધર્મને આચરી જોયા. ઇસ્લામની સાધનાને ભેદ કીરાના સાથ શેાધી પારખ્યા. ખાઇબલનું શ્રવણ કરી શ્રી ઇસુખ્રિસ્તી માટે ભક્તિ કેળવી. પેાતાના ઓરડામાં અન્ય દેવદેવીઓની મીએ સાથે શ્રી મહાવીર તીર્થંકરની એક પાષાણુ મૂર્ત્તિ અને શ્રી ઈસુખ્રિસ્તની છબી પણ રાખી હતી. સર્વ ધર્મ પ્રવર્ત્તકા પર તેમને વિશેષ ભક્તિ અને શ્રદ્ધા ઉત્પન્ન થઇ હતી. આથી કોઈપણ ધર્મ પર કટાક્ષ, વિષમભાવ કે અનાદર દાખવ્યાં નથી, તેમ વિરાધ, નિષેધક-ખંડનાત્મકભાવ દર્શાવ્યેા નથી.
તેમના ઉપદેશમાં પોતે એમ કથેલ છે: ‘ત્રણ ચાર આંધળા મનુષ્યા હાથી જોવા ગયા. એક પગ પર હાથ ફેરવી હાથીને થાંભલા જેવા, બીજાએ સુઢ પર હાથ ફેરવી જાડી લાકડી જેવે, ત્રીજાએ પેટ પર હાથ ફેરવી કાઢી જેવા, ચાથાએ કાન પર હાથ ફેરવી સુપડા જેવા
શતાબ્દિ ગ્રંથ ]
•: ૧૧૧ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org