________________
શ્રો. મેહનલાલ દલીચંદ દેસાઈ આચાર્યને છે. તેમના નામથી ઉદ્દભવેલી જ્ઞાનસંસ્થા, શિક્ષણસંસ્થા, પુસ્તકપ્રકાશિની સંસ્થા વગેરેએ સમાજને અનેકવિધ લાભ કર્યા છે; જેવા કે જૈન સાહિત્યનો ઉદ્ધાર કર્યો છે, ધર્મશાસ્ત્રો ઘર-આંગણે પ્રાપ્ત કરાવ્યાં છે, અનેક જૈન બાળકોને સંસ્કારી અને સુશિક્ષિત કર્યા છે. આ સંસ્થા પૈકી ભાવનગરની શ્રી જેન આત્માનંદ સભા, તેના આશ્રય નીચે નીકળતું શ્રી આત્માનંદ પ્રકાશ માસિક, પંજાબના ગુરુકુળ વગેરે, મુંબઈનું શ્રી મહાવીર જૈન વિદ્યાલય વગેરે વગેરે ખાસ ઉલ્લેખનીય છે. ૭ શ્રી આત્મારામજીની શ્રી દયાનંદ અને શ્રી રામકૃષ્ણ સાથે તુલના
શ્રી દયાનંદ અને શ્રી આત્માનંદની પદ્ધતિ પ્રાય: એક જેવી પણ ભિન્ન હતી એટલે કે પ્રથમનાએ સર્વ ધર્મ પર અપ્રમાણ ખંડનાત્મક પ્રહાર કર્યા ત્યારે બીજાએ સામા બચાવરૂપે જેન ધર્મની સામે થયેલી વિધવાળી, ખોટી યા ગેરસમજુતીવાળી હકીકતો અને દલીનો સામનો કર્યો. દા. ત. શ્રી દયાનંદના જૈન ધર્મ પરત્વે થયેલ હુમલા સામે અજ્ઞાનતિમિરભાસ્કર ગ્રંથ લખે. એક સ્થાનકવાસી સાધુએ લખેલા મૂર્તિપૂજાવિરોધી સમકિતસાર નામના પુસ્તકના ઠીક જવાબરૂપે સમ્યક્ત્વશદ્વાર બહાર પાડ્યો.
આ બંને પુરુષનું સંસ્કૃતિનું વાચન નિરનિરાળું હતું. એકને વેદદ્વારા હિંદુઓનું સંગઠન અને હિંદુ પ્રજાને સૈનિક જુસ્સા( Militant Spirit )વાળી કરવી હતી, ત્યારે બીજાને જૈન ધર્મ અનુયાયીઓમાં તેનાં શાસ્ત્રો દ્વારા મૂર્તિપૂજક . જૈન ધર્મનું ગૌરવ જાળવવું હતું. હિંદુ સંખ્યામાં જેને કરતાં અતિ પુષ્કળ સંખ્યામાં હાઈ એકનું ક્ષેત્ર ઘણું વિસ્તૃત હતું, જ્યારે બીજાનું મર્યાદિત હતું. એકના પ્રચારથી રાજકીય માનસને પિષક રાષ્ટ્રવિધાયક સ્થિતિ અને શક્તિ કેળવાઈ-વિકાસ પામી; અને બીજાના પ્રચારથી પિતાના ધર્મના અનુયાયીઓમાં રૂઢિચુસ્તતા દૂર થઈ સમજપૂર્વક સિદ્ધાન્તને વિચારવાની બુદ્ધિ આવી. એક હતા વેદ ધર્મના ઝંડાધારી, અને બીજા હતા વે. . જૈન ધર્મના ઝંડાધારી. બંનેનાં સરખાં શરીર, સરખે મત્સાહ અને સરખી વાકછટા, છતાં શ્રી દયાનંદના સિદ્ધાંત પોતાના અવસાન પછી આખા ભારતવર્ષમાં પ્રસર્યા અને તેમણે સ્થાપેલી “આર્ય સમાજના લાખો સભ્ય થયા, જ્યારે શ્રી આત્મારામજીના દેહાન્ત પછી તેના સમાજમાં પ્રગતિ તેના જેટલી વેગવતી અને પરિણામવાળી નથી રહી એ સ્પષ્ટ છે.
શ્રી રામકૃષ્ણ પૂર્વાવસ્થામાં ગૃહસ્થ તરીકે લગ્ન કર્યા હતાં, જ્યારે શ્રી દયાનન્દ અને શ્રી આત્મારામજી બંને આજન્મ બ્રહ્મચારી હતા. શ્રી રામકૃષ્ણ અને શ્રી આત્મારામ બંને મૂર્તિપૂજક હતા. એકને સર્વ ધર્મો પ્રત્યે પ્રેમ–આદરભાવ તે પૈકી દરેક કલ્યાણ માર્ગ છે એવી સમજથી રહેતું તેથી કંઈપણ ધર્મનું ખંડન કરતા નહિ, જ્યારે બીજા જિનપ્રણીત ધર્મ જ આકથિત હાઈ તે જ ખરો મેક્ષસાધક છે એમ ચુસ્તપણે શ્રદ્ધાપૂર્વક માની તેનું ખંડન કરતા અને તેના પર કઈ પ્રહાર આવે તે સામે પિતાના ધર્મને શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org