Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજશ્રી ચરણવિજયજી સંસારનો ત્યાગ કરેલ હોવાથી આજન્મ ભીષ્મ બ્રહ્મચર્યમાં લીન હતા. તેઓશ્રીના અંગઉપાંગમાંથી વિશુદ્ધ દેદીપ્યમાન બ્રહ્મતેજના પ્રતાપી કિરણે ફેલાતા હતા. તેઓશ્રીના પવિત્ર દર્શનથી, સંસર્ગથી, આધિ-વ્યાધિ, મનમાલિન્ય અને શેકાદિ દૂર ભાગતા હતા. બ્રહ્મચર્યના પ્રભાવથી, ચારિત્ર ધર્મના તેજથી તેઓશ્રીની વાણી જલદ સમાન ગંભીર હતી. ધર્મોપદેશમાં અજબ પ્રભાવિક શક્તિ ઝળકતી હતી. શ્રી આત્મારામજી મહારાજના ભવ્ય અને મનોહર શરીરમાંથી, રમે રેમથી, અણુએ અણુથી બ્રહ્મચર્યની પવિત્ર સુવાસ ફેલાતી હતી. અખંડ બ્રહ્મચર્યના ઉત્તમ પ્રભાવથી જ મહારાજશ્રી વિશ્વમાં શ્રી વીતરાગનો શુદ્ધ સનાતન માગ વિસ્તારી શકયા. તેથી હજારો આત્માઓ પ્રાત:કાલના સમયમાં વંદન અને નમસ્કાર તેઓશ્રીને કરે છે અને પોતે પવિત્ર બને છે. વંદન છે એ પૂર્ણ બ્રહ્મચારી ત્યાગી મહાત્માને !
: પ્રતિભાશાળી અને અસાધારણ ઉપદેષ્ટા ધર્મવીર શ્રી આત્મારામજી મહારાજમાં પ્રતિભા-બુદ્ધિભવ કઈ જુદી જ જાતનું જોવામાં આવતું હતું. તેઓશ્રીની મનીષા એટલી તો તીવ્ર હતી કે એક દિવસમાં લગભગ સાડાત્રણ લોકે કંઠસ્થ કરી શકતા હતા. ગમે તેવા કઠણમાં કઠણ વિષયને તેઓશ્રીની બુદ્ધિ અજબ રીતે ગ્રહણ કરતી હતી. ઉપદેશ આપવામાં અને વસ્તુસ્થિતિ પ્રતિપાદન કરવામાં, તેઓશ્રીની પ્રતિભા અપૂર્વ જ હતી. ઉપદેશ શ્રવણ કરનારાઓ ચકકસ માનતા હતા કે આ કોઈ ગીર્વાણ ગુરુ જ ઉપદેશ આપે છે. અસાધારણ ઉપદેશનો નિર્મલ પ્રવાહ વહેતો હતો. ખરેખર તેઓશ્રીની પ્રતિભાએ બૃહસ્પતિ ઉપર પણ અજબ વિજય મેળવ્યો હતો. મહારાજશ્રીની ન્યાયપૂર્ણ વ્યાખ્યાનશક્તિ એવી તો સરસ અને મેહક હતી કે સારા સારા વિદ્વાનવક્તાઓ એમના સામે ફિક્કા પડી જતા. તેમ જ વિષય-વિવેચન કરવાની પદ્ધતિ એવી તો મનહર હતી કે નાનું બાળક પણ તેટલા જ ભાવથી સમજતું હતું કે જેટલા ભાવથી એક વિદ્વાન મહારાજશ્રીની દૈવી વ્યાખ્યાન કલા ઉપર, પદાર્થ નિરૂપણુ શક્તિ ઉપર અને સૂક્ષ્મમાં સૂફમ તત્વ-પ્રતિપાદન શૈલી ઉપર હજારે આત્માઓ-સાક્ષરો મંત્રમુગ્ધ બનતા. અનેક તત્ત્વોવેષકો દૂર-દૂરથી તેઓશ્રીની વાણીનું અમૃતપાન કરવા લલચાઈને આવતા હતા. ખરેખર શ્રી આત્મારામજી મહારાજ અલોકિક પ્રતિભાશાળી અને અસાધારણ ઉપદેષ્ટા હતા.
! કવયિતા અને સંગીતજ્ઞ : પૂજ્યપાદ શ્રી આત્મારામજી મહારાજ જેવા સિદ્ધહસ્ત લેખક હતા, નૂતન ગ્રંથ નિર્માણ કરવામાં અભુત શક્તિ ધરાવતા હતા તેવા જ તેઓશ્રી એક મહાન કવયિતા પણ હતા. બાલોના ઉપકારાર્થે તેઓશ્રીએ ભાષામાં અમૂલ્ય ગ્રંથ રચ્યા તેવી જ રીતે સામાન્ય આત્માઓને પ્રભુભક્તિમાં લીન કરવા નવીન રાગ-રાગિણીમાં અનેક પૂજાઓ, સ્તવને, સગ્ગા અને વૈરાગ્યમય પદો રચ્યાં. એક એક પૂજ, સ્તવન, સક્ઝાય અને પદમાંથી અપૂર્વ ભક્તિભાવ નીકળે છે. હૃદયના શુદ્ધ ભાવોને પ્રવાહ, ભક્તિરસના નિર્મલ મધુર ઝરાઓ વહે છે. પરમ પવિત્ર શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવા જતાં મહારાજશ્રીએ એ તીર્થના ગુણાનુવાદ કરતાં જે ઉચ્ચ ભાવના પ્રગટ કરી છે, જે શુદ્ધ લાગણી પ્રદર્શિત કરી છે એ
શતાબ્દિ ગ્રંથ ]
•: ૧૩૯ :*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org