Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજશ્રી ચરણવિજયજી કરવાના પ્રશ્નો કરે તો પણ મહારાજશ્રી તે પ્રશ્નોને સારી રીતે અત્યંત શાંતભાવે શ્રવણ કરી ગંભીરતયા તેને ઉત્તર આપતા હતા. મહારાજશ્રીના મુખકમલ ઉપર કોઈ દિવસ ગ્લાનિ દેખાતી નહોતી, તેમ જ ઉત્તર દેવામાં આકરા થતા નહોતા. આવનાર આત્મા ઉત્તર સાંભલી ઘણું જ શાંતિ અને સંતોષ મેળવીને જતો હતો અને બહાર જઈને પિતાના મિત્રો પાસે મહારાજ સાહેબની ગંભીરતાના અને વિદ્વત્તાનાં યશોગાન મુક્તક ઠે ગાતો. ખરેખર શ્રી આત્મારામજી મહારાજ સાગર સમ ગંભીર અને મેરુ સમ ધીર દેખાતા. સવાલ અને જવાબમાં તેઓશ્રીની અપ્રતિહત ગતિ હતી. એમના સમયમાં વેંકટર હાર્નલ સાહેબ એક સુપ્રસિદ્ધ વિદ્વાન અને જૈન દર્શનના મહાન અભ્યાસી હતા. ડૉકટર સાહેબે અનેક કૂટ પ્રશ્નો શ્રી આત્મારામજી મહારાજને પૂછયા. મહારાજ સાહેબે પણ એ પ્રશ્નોના ઉત્તરે એટલા તો જલદી અને સપ્રમાણ આપ્યા કે ર્ડોકટર સાહેબ ઘણું જ પ્રસન્ન થયા અને મહારાજશ્રીની મુક્તકઠે સંસ્કૃત શ્લોકમાં અવર્ણનીય પ્રશંસા કરી. એક ગેરી ચામડીવાળે પ્રશ્નોના સચોટ ઉત્તર મળવાથી પ્રસન્ન થઈ જૈન ધર્મની અને ઉત્તરદાતા મહારાજશ્રીની આટલી પ્રશંસા કરે એ ખરેખર પ્રશંસનીય અને અનુમોદનીય છે. જેનીઓ માટે તો અત્યંત ગોરવયુક્ત છે. ડૉકટર સાહેબે મહારાજશ્રીની એકલી તારીફ-પ્રશંસા જ નથી કરી પરંતુ ખુશી થઈ, મહારાજ સાહેબના વિશિષ્ટ ગુણો ઉપર મુગ્ધ બની પોતે સંપાદન કરેલ શ્રી વાસાવર નામનું પુસ્તક પણ શ્રી આત્મારામજી મહારાજને જ સાદર સમર્પણ કરેલ છે. તેમ જ વેગસ્વામી
છવાન દઇએ તેઓશ્રીની ઉત્તરદાયી અદ્દભુત શકિતથી પ્રસન્ન થઈ એકાવન અર્થ જેમાં રહેલા છે એવા + એક લેકથી શ્રી આત્મારામજી મહારાજની સ્તુતિ કરી છે. એ કલેક માલાબંધ છે. તથા ભરૂચના સુપ્રસિદ્ધ માન્યવર સુશ્રાવક શ્રીયુત અનોપચંદભાઈએ પોતાના પુસ્તકમાં સ્થાન સ્થાન પર શ્રી આત્મારામજી મહારાજની અદ્ભુત ઉત્તરશક્તિના વખાણ કર્યા છે. આ પ્રમાણે અનેક વિદ્વાનોએ શ્રી આત્મારામજી મહારાજની વિશિષ્ટ પ્રતિભાસંપન્ન ઉત્તર દેવાની દૈવી શક્તિથી પ્રસન્ન થઈ, તેઓશ્રીની ભિન્ન ભિન્ન તારીફે–પ્રશંસાઓ, કાવ્યો અને લેખો દ્વારા પ્રગટ કરી છે. ધન્ય છે, સહસશઃ વંદન છે, એ સમર્થ ઉત્તરદાતાને !
મહાન ત્યાગી, સંયમી અને તપસ્વી: ત્યાગમૂર્તિ શ્રી આત્મારામજી મહારાજનો ત્યાગ કેઈ અપૂર્વ જ હતો. સંયમયાત્રા તેઓશ્રીની શાસ્ત્રાનુસાર હતી અને તપ કરવામાં તેઓશ્રી એક ઉગ્ર તપસ્વી તરીકે સુપ્રસિદ્ધ હતા. તેઓશ્રી બાહ્ય અને અત્યંતર ત્યાગી હતા. બાહ્યત્યાગી થઈ સર્વ પરિગ્રહ-મમતાને ત્યાગ કર્યો
જ પ્રશંસાના
કે આ ગ્રંથના અંગ્રેજી વિભાગના પૃ. ૨ પર મૂકેલા છે તે જુઓ. + योगाभोगानुगामी द्विजभजनजनिः शारदारक्तिरक्तो, दिग्जता जतृजेता मतिनुतिगतिभिः पूजितो जिष्णुजिकैः । जीयाद्दायादयात्री खलबलदलनो लोललीलस्वलज्जः, केदारोदास्यदारी विमलमधुमदोद्दामधामप्रमत्तः ।।
શતાબ્દિ ગ્રંથ ]
: ૧૩૭:૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org