Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શ ગુણ હતો. કઈ પણ વસ્તુ ઉપર મમતા કે મૂરછ નહોતી. અત્યંતર ત્યાગી થઈ તેઓશ્રીએ કષાયરાગ-દ્વેષ વિગેરે આત્યંતર શત્રુઓ ઉપર વિજય કર્યો હતો. ગમે તેવાં વિકટ કષ્ટો, પરિસો અને ઉપસર્ગો આવે તો પણ કોધને આગળ ન કરતાં હૈર્યથી-ક્ષમાપર્શથી સમ્યપણે સહન કરનારા હતા. તેઓશ્રીના અંતરમાંથી ક્રોધાદિકે વિદાય લઈ લીધી તેથી તેઓશ્રીનો અંતરાત્મા અત્યંત શાંત અને ગંભીર બની ગયો હતો. અન્ય ત્યાગની અપેક્ષા આ ત્યાગ તેઓશ્રીનો મહાન લેખાતો હતો. તેઓશ્રીનું સંકલજીવન સંયમી હતું. તેઓશ્રીએ સત્તર ભેદે સંયમને કેળવ્યું હતું. બરાબર નિરંતર ચારિત્રધર્મમાં તેઓશ્રી ઉજમાલ રહેતા. કિયાના ટાઈમે ક્રિયા કરવામાં ચુકતા નહીં. જ્ઞાનધ્યાન અને સ્વાધ્યાયધ્યાન તેઓશ્રીનું અમાપ હતું.
જ્યારે જોઈએ ત્યારે સાધુઓને ભણાવવામાં–શાસ્ત્રવચનમાં અને ગ્રંથલેખનમાં કે ગ્રંથશેધનમાં અપ્રમત્તભાવે દેખાતા હતા. તેઓશ્રીને આત્મામાં પ્રમાદ-આલસ્ય જેવી વસ્તુ જેવા પણ નહોતી દેખાતી એટલે કે તેઓશ્રી નિરંતર ઉદ્યમી અને મહાન સંયમવાન હતા.
ધર્મમૂર્તિ શ્રી આત્મારામજી મહારાજ જેવા ત્યાગી અને સંયમી હતા તેવા જ એક તપમૂર્તિ પણ હતા. એમના મુખારવિંદ ઉપર તપતેજને પ્રકાશ ઝળકતો હતો. એમનાં ઉજજવલ નયનેમાંથી તપશ્ચર્યાની જ્યોતિ ઝગમગતી હતી. પ્રેક્ષકોને તો સાક્ષાત્ તેઓશ્રી તપની મૂર્તિ જ દેખાતા હતા. બાર પ્રકારના તપથી એમનો આત્મા નિર્મલ હતું. પ્રથમ કહી ગયો છું કે તેઓશ્રીના આત્મામાં કઈ દિવસ ઉગ્રતા કે કોઇ વિગેરેની રેખા પણ દેખાતી નહોતી. મહારાજશ્રીની તપશ્ચર્યા એટલી જ શાંત અને મનોહર હતી. તેઓશ્રી નિરંતર પ્રસન્ન અને દેદીપ્યમાન દેખાતા હતા. ઉગ્ર તપોતેજથી પિતાની ઇન્દ્રિયો ઉપર વિજય મેળવ્યો હતા. રસનેન્દ્રિયને તે ખૂબ જ જીતી હતી. આહાર વિગેરે સ્વાદથી કે પ્રેમથી ગ્રહણ કરતા જ નહોતા. કેવળ શરીરને ટકાવવા માટે જ આહાર વિગેરે સ્વીકારતા હતા. તેઓશ્રીની જિંદગીમાં અનેક એવા વિકટ પ્રસંગો આવ્યા હતા કે આહારપાણી વિના જ રહેવું પડયું હતું, છાસ અને મકાઈના રોટલા ઉપર મહિનાના મહિનાઓ સુધી તેઓશ્રી રહ્યા હતા. એ બધું તેઓશ્રી શાંતતયા સહન કરી, ન મળ્યું તો તપવૃદ્ધિ માની સંતોષ માનતા; છતાં ધર્મપ્રચાર માટે સદા ઉજમાલ જ રહેતા. ઉગ્ર તપશ્ચર્યા વિના, સાચા ત્યાગ વિના આટલો પ્રભાવ અને ધર્મનો વિસ્તૃત પ્રચાર કેઈ કાલે થઈ શકતું જ નથી. શ્રી આત્મારામજી મહારાજમાં અપૂર્વ ત્યાગ, સંયમ અને તપશ્ચર્યા હોવાથી જ આટલો મહાન પ્રચાર કરી શક્યા અને સ્થાન સ્થાન પર શાસનપતિ શ્રી મહાવીર પ્રભુના વિજયી વજ-સ્તંભ રોપ્યા, સહસ્ત્રો આત્માઓને ધર્મમાં સ્થિર કર્યો, અનેક ભાવુકને ધર્મપરાયણ બનાવ્યા. કોટિશ: વંદન છે. એ ધર્મમૂર્તિ સાચા ત્યાગી-સંયમી અને તપસ્વી શ્રી આત્મારામજી મહારાજને !
: નૈષ્ઠિક બ્રહ્મચારી કારુણ્યપૂર્ણ શ્રી આત્મારામજી મહારાજમાં ત્યાગ, સંયમ અને તપશ્ચર્યા જેટલી ઉગ્ર હતી તેના કરતાં પણ તેઓશ્રીનું બ્રહ્મતેજ-બ્રહ્મચર્ય અત્યંત નિર્મલ અને પૂર્ણ હતું. તેઓશ્રીમાં બ્રહ્મચર્ય ગુણ પૂર્ણ પણે વિકાસ પામ્યો હતો. બ્રહ્મચર્યરૂપ ચંદ્રમા શ્રી આત્મારામજી મહારાજના જીવન માં પૂર્ણ કલાએ ખીલ્ય હતો. ૧૭ વર્ષની વયમાં જ *: ૧૩૮:
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org