Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજશ્રી ચરણવિજયજી
મૂર્ત્તિપૂજા સંબધી આગમાના પાઠ બતાવી અને પ્રભુની પવિત્ર આજ્ઞાએ બતાવી પેાતાના સાથમાં ભેળવતા ગયા. એમ કરતાં કરતાં શ્રાવક-ઉપાસકમળની સાથે સાધુ સમુદાયના બળને અહેાળા જમાવ થયા. જ્યાં મૂર્ત્તિપૂજાના ઉત્થાપકોનું સામ્રાજ્ય હતુ ત્યાં પંદર હજાર મૂર્તિપૂજક શ્રાવકે અસ્તિત્વમાં આવ્યા. આ રીતે સહુથી પ્રથમ શ્રી આત્મારામજી મહારાજે શ્રાવક અને સાધુ સમુદાયને પ્રભુ શ્રી મહાવીરના શુદ્ધ સનાતન મૂર્ત્તિપૂજક ઉપાસકેા બનાવ્યા અને શ્રી મહાવીરના અવિચલ સનાતન મૂર્ત્તિપૂજક મતને પ`જાખની વીભૂમિમાં સદાને માટે અચલ-દઢ બનાવ્યેા. • અદ્વિતીય નિરભિમાની :
શ્રી આત્મારામજી મહારાજ સમર્થ વિદ્વાન્ અને ખંડ શાસ્રાઅભ્યાસી હાવા છતાં તેઓશ્રીના અંતઃકરણમાં અભિમાનની રેખા સરખીયે નહેાતી. જ્યારે જ્યારે તેઓશ્રીને સત્ય વસ્તુ જણાતી ત્યારે ત્યારે નિ:સંકોચપણે ઘણા જ આદરથી—ઉલ્લાસથી પ્રેમથી તેને તેઓશ્રી સ્વીકારી લેતા. મહારાજશ્રીમાં નિરભિમાનતા અહીં સુધી હતી કે જ્યારે તેઓશ્રી સ્થાનકવાસી પંથમાં હતા ત્યારે તેઓશ્રીને એટલું માન-આદર-સત્કાર મળતા હતા કે જેની સીમા જ નહેાતી. આટલે માન-મરતએ મળવા છતાં જયારે તેમને સત્ય સમજાયું ત્યારે વિના સ કાચે તત્કાલ એ માનને ત્યાગ કરી, એ આદર-સત્કારને ઠાકરે મારી, પંજાબમાં શ્રી મહાવીરના વિજયધ્વજ રાષી, સત્તર સાધુઓને સાથે લઇ, ગુજરાતના પાટનગર અમદાવાદ શહેરમાં આવી, પ્રથમની બાવીશ વર્ષ ની દીક્ષાપયોયને આગ્રહ ન રાખતા, ચતુર્વિધ સંઘની સમક્ષ નવેસરથી પૂજ્યપાદ મુનિરાજ શ્રી બુદ્ધિવિજયજી ( ખૂટેરાયજી) મહારાજને ગુરુ ધારણ કરી, શ્રી મહાવીરપ્રભુની શુદ્ધ સનાતન પ્રવ્રજ્યા અંગીકાર કરી લીધી. શ્રી આત્મારામજી મહારાજ સમર્થ વિદ્વાન્ હાવા છતાં, સ્થાનકવાસી પંથમાં શ્રી ગાતમસ્વામીના અવતારરૂપે પૂજાતાં છતાં શાસ્ત્રાજ્ઞાને-ભગવંત શ્રી મહાવીરની શુદ્ધ આજ્ઞાને માન આપી પોતે નિરભિમાની બન્યા હતા. તેઓશ્રીને માન પ્રિય નહે।તું પરંતુ શાસ્ત્રાજ્ઞા પ્રિય હતી; તેથી જ તેઓશ્રી અભિમાનને તિલાંજલિ આપી નિરભિમાની બન્યા હતા.
• સાહિત્ય-સર્જક :
ધર્મવીર શ્રી આત્મારામજી મહારાજના સંપૂર્ણ જીવનમાં પ્રમાદ નજરે આવતા નહેાતા. જ્યારે જ્યારે પણ તેએશ્રીને નીહાળવામાં આવતા ત્યારે તેઓશ્રી કાઇ ને કેાઇ લેખનકાર્ય માં તલ્લીન જ જોવામાં આવતા હતા. નવીન નવીન સાહિત્યનુ સૂક્ષ્મષ્ટિથી અવલેાકન કરી પોતે નૂતન સાહિત્ય રચવામાં વ્યગ્ર રહેતા હતા. શ્રી આત્મારામજી મહારાજના અંતરગમાં એક જ ભાવના તીવ્રવેગે પૂર્ણ ઉલ્લાસથી ચાલતી હતી કે જૈન શાસનમાં પૂર્વાચાર્યોએ અનેક ગ્રંથા પ્રાકૃત, માગધી, સ ંસ્કૃત, અપભ્રંશ આદિ ભાષામાં રચ્યા છે. દરેક આત્મા તેનેા લાભ ઉઠાવી શકતા નથી તેથી તે તે બહુમૂલ્ય અને તત્ત્વપૂર્ણ ગ્રંથાથી સામાન્ય જન વંચિત જ રહે છે. પ્રાકૃત-સંસ્કૃતાદિના અભ્યાસ વિના તે શાસ્ત્રોનુ જ્ઞાન-ધ થઇ શકતા નથી અને જ્યાંસુધી એ ભાષાઓને જાણે નહી ત્યાંસુધી વાસ્તવિક મર્મ ધ્યાનમાં આવતા નથી; તેથી વર્તમાન કાલને–સમયને વિચારી સામાન્ય ભદ્રિક આત્માઓને પ્રભુ શ્રી મહાવીરના સાચા માર્ગથી
શતાબ્દિ ગ્રંથ ]
: ૧૩૫ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org