Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
પણ
દિન.
"
'
'
શ્રી આત્મારામજી મહારાજ અને તેઓશ્રીના આદર્શ ગુણ મહાપુરુષેએ ગુરુ આખાયાનુસાર જે અર્થો ટીકામાં કર્યો છે તે અર્થોને સમજતા થયા. વાસ્તવિક બીનાઓનું, રહસ્યનું અમૂલ્ય જ્ઞાન વિકાસમાં આવ્યું. અંત:કરણમાં જ્ઞાનભાસ્કરને
ઝળહળતો પ્રકાશ પ્રકાશિત થયે. થોડા જ સમય બાદ એક નૈયાયિક પંડિતની ભેટ થઈ અને તેની પાસે ન્યાયશાસ્ત્રને પૂર્ણ અભ્યાસ કર્યો. હવે શ્રી આત્મારામજી મહારાજ એક સમર્થ વિદ્વાન બન્યા અને શાસ્ત્રોનાં રહસ્યો જાણતા થયા. વ્યાકરણ, સાહિત્ય અને ન્યાય સિવાય શાસ્ત્રનો અભ્યાસ, વાંચન અને યુક્તિઓનું યથાર્થ જ્ઞાન થઈ શકે જ નહીં. શ્રી આત્મારામજી મહારાજને
સ્વ-પરશાસ્ત્રનો સુંદર બોધ થયો તેથી તેઓશ્રીના આત્મામાં આત્મમંથન થયું કે હું જે મતમાં છું તે મત-પંથ વાસ્તવિક રીતે સંપૂર્ણતયા શ્રી મહાવીર પ્રભુને નથી. શાસ્ત્રના આદેશો બીજા છે. ઉત્સર્ગ અને અપવાદના માર્ગો શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યો છે તે છે. આ પ્રમાણે વિચારોથી તેઓશ્રીના આત્માને વિશેષ પ્રોત્સાહન મલ્યું. પછી તે શ્રી આત્મા
રામજી મહારાજ અનેક પૂર્વાચાર્યોમુનિરાજશ્રી ચરણવિજયજી મહારાજ
પ્રણીત પ્રભૂત શાસ્ત્રોનું વાંચન અને
મનન કરવા લાગ્યા. બસ શ્રી આત્મા રામજી મહારાજને પૂર્ણ વિશ્વાસ થઈ ગયો કે હવે મારે શુદ્ધ સનાતન જૈન મતમાં ચાલ્યા જ જવું જોઈએ. એવો નિશ્ચય મહારાજશ્રીએ કરી લીધા. તે વખતે શ્રી આત્મારામજી મહારાજ સ્થાનકવાસી સંપ્રદાયના મતમાં હતા. તેના ઉપાસકે શ્રી આત્મારામજીને એક દિવ્ય દેવપુરુષ તરીકે સ્વીકારતા હતા, તેમજ બહુ જ આદર અને વિનયપૂર્વક તેઓશ્રીનું વચન અંગીકાર કરતા હતા. તેથી શ્રી આત્મારામજી મહારાજે એ જ સંપ્રદાયમાં રહી શુદ્ધ સનાતન જેના મતને પ્રચાર કરવાને નિર્ણય કરી ધીમે ધીમે ઉપાસકેને પિતાના અતુલ, અમેઘ ઉપદેશથી સમજાવી શ્રી મહાવીર પ્રભુના શુદ્ધ સનાતન જૈનમતમાં દાખલ કરતા ગયા. આ રીતે પ્રથમ શ્રાવક સમુદાયને એટલે મૂર્તિપૂજક ઉપાસકને પાયા મજબૂત બનાવ્યા.
જેવી રીતે શ્રાવક સંઘને મૂર્તિપૂજનમાં મજબૂત બનાવ્યો તેવી જ રીતે શ્રી આત્મારામજી મહારાજે પોતાના સંપર્કમાં સ્થાનકપંથના જે જે સાધુઓ આવતા ગયા તે તે સાધુઓને : ૧૩૪
| શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org