________________
શ્રીમદ્દ આત્મારામજી તરફથી પત્ર વળી હમોએ પ્રથમ લખી હતી તે ચોપડી નં. ૨ ચ તથા મમઃ જાદવ ચરિત્ર એ રીતે જેષ્ઠારામ મુકંદજીની દુકાનેથી લઈ હમોને મોકલાવી આપજે તથા એક છાપા વિશેષ સમાચાર હમોએ જેન યુનિયન કલબ ઉપર લખ્યા હતા તે સમાચાર જાણ્યા હશે નહી તે વાકેફ થઈ તે વિષે કાંઈ બંદોબસ્ત કરજે. એ ભાઈ વીરચંદને તથા વિલીયમ પાઈપ ઉપર અત્રેથી હમોએ કાગળ નં. ૨) ચિકા લખાવેલ છે તેને ઉત્તર આવેથી તમને માલુમ કરીશું પરંતુ ત્યાં સુધી આ વાત પ્રસિદ્ધ ન કરશો. ૧૯૫૦ પોષ વદિ ૧૨ દા. વલ્લભવિજયના ધર્મલાભ વાંચજે.
શ્રી મુંબાઇબંદર શ્રાવક પુણ્ય પ્રભાવક દેવગુરુભક્તિકારક શા. મગનલાલ દલપતરામ તા. નવલચંદભાઈ તા. પંડિતજી અમીચંદજી આદિ ઝંડી આલેથી લિ૦ આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજજી આદિ સાધુ ૧૦ ના તરફથી ધર્મલાભ વાંચજે. પત્ર તમારે તથા ભાઈ નવલચંદજીને આવ્યા. સમાચાર સર્વ જાણ્યા છે. અત્રે સુખસાતા છે. ધર્મધ્યાન કરવામાં ઉદ્યમ રાખજે.
વિશેષ ચોપડી ૧ મહમ્મદ ચરિત્રની એકલી તે પહોંચી છે. બુદ્ધ ચરિત્રને માટે લખ્યું તે ઠીક છે. તે ચોપડી જ્યારે મળે ત્યારે મોકલાવજે, પરંતુ હાલમાં જેષ્ઠારામ મુકુંદજીની દુકાનેથી નારાયણ હેમચંદ્રની (જેને મહમ્મદ ચરિત્ર બનાવ્યું છે ) બનાવેલી બુદ્ધ ચરિત્રની પડી જેની કિસ્મત આશરે ત્રણ ચાર આના છે તે લેઈને મોકલી આપજે.
–નિબંધ વિષે લખ્યું તે ઠીક છે. હવે છપાવવું ફેગટ છે. વાસ્તે હાલ તે નિબંધ હમને પાછો મેકલાવી આપજો. ફરી વીરચંદના આવ્યા પછી જે છપાવવો ઠીક તમે વિગેરે સમજે તે મંગાવી લેજો જેથી તતકાળ તમોને પહોંચાડી દેઈશું. હાલમાં અત્રે મોકલાવી આપજે કારણ કે કેટલાક સાધુઓને વાંચવાને ઈરાદે છે તે જાણજે.
મહારાજજી સાહેબના ઘૂંટણમાં દરદ હતું તેથી પટીમાં વિલાયતી રાઈનું ૫લાસ્તર લગાવ્યું હતું તેથી ફેલ્લો થઈ પાણું નીકળી ગયું હતું. ત્યાર પછી પગની નસો ખેંચાઈને સાંકડી થઈ ગઈ માલુમ પડે છે અને હાલમાં પગ બરાબર લાંબો થઈ શકતો નથી માટે જે એ હકીકત ઠીક હોય તે જમનાદાસ દાક્તરને અગર બીજા કોઈ હશિયાર દાક્તરને પૂછીને એના બદલાની કોઈ બીજી દવાઈ હોય કે જેથી પગની નસો ખુલીને બરાબર લબ થાય તેવી મોકલાવશે અને તેની પરિચર્યા (ચરી) આદિક તથા શી રીતે દવાઈ વાપરવી વિગેરે હકીકત લખી જણાવશે-કાગળને ઉત્તર તુરત લખશે-ગુજરાતી છાપું હવેથી મોકલ્યા કરજો, એજ ૧લ્પ૦ મહા વદિ ૪ શુકવાર દા. વલ્લભવિજયજીના ધર્મલાભ વાંચજે.
: ૧૨૬ :*
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org