________________
શ્રીમદ્દ આત્મારામજી તરફથી પ વૈશાખ વદિ ૬ શનિવાર, દ. વલ્લભવિજયજીના ધર્મલાભ વાંચજે. પંડિતજી અમીચંદજીને ધર્મલાભ કહેજો.
zira 26-5-94.
મુ. મુંબાઈબંદર શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભક્તિકારક રા. મગનલાલ દલપતરામ વગેરે. જીરેથી લિ. આચાર્ય મહારાજ શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી (આત્મારામજી ) મહારાજજી આદિ સાધુ ૯ ના તરફથી ધર્મલાભ વાંચો.
પત્ર તમારે પહોંચ્યો. વાંચી સમાચાર સર્વ જાણ્યા છે. અત્રે સુખસાતા છે. ધર્મધ્યાન કરવામાં ઉદ્યમ વિશેષ રાખશે.
ચિકાગો કાગળ લખે તો વીરચંદભાઈને લખજો કે જે જે નિબંધ શ્રી મહારાજજી સાહેબજી પાસેથી તમે લઈ ગયા હતા તેનું શું કર્યું? કારણ કે ત્યાંના જલસાની છપાએલ ચોપડીઓમાં તે સંબંધી કાંઈ લખાણ માલમ પડતું નથી, તથા ઈયેંજીમાં છપાવવા તમો કહી ગયા હતા માટે તેને કાંઈ બંદેબસ્ત કર્યો કે નહી ? જે કાંઈ ન કર્યું હોય તો તે નકલ અત્રે મોકલાવી આપો જેથી તેને અંગ્રેજીમાં છપાવવા બદલ કાંઈક ઉદ્યમ કરીએ-કદાચ જે તમને ત્યાં મદદ (તે નિબંધની) હોય તે ભલે રહેવા દે પરંતુ તેને અંગ્રેજીમાં તરજુમો જરૂર કુરસદ મળે કરજે, ભૂલશે નહીં. કદી તરજુમ થઈ તે દેશમાં છપાવી પ્રસિદ્ધ કરી આ તે ઘણે ફાયદો થાય-વળી પણ મહારાજ સાહેબની મરજી એક નવીન ચોપડી બનાવવાનો ઇરાદે છે તે તૈયાર થયા પછી અંગ્રેજીમાં છપાઈને ઘણું કરીને અમેરિકાદિ દેશમાં પહોંચી જશે પરંતુ આ કામ પહેલું થાય તો ઠીક છે.
વાસ્તે બનતે ઉદ્યમે જરૂર છપાવી પ્રસિદ્ધ કરજે. યદિ સર્વ છપાવવા ઠીક ન સમજે તો પણ જેનમત વૃક્ષ તો જરૂર છપાવજે કારણ કે તેથી જેનામતનો ઈતિહાસ લોકોને થોડો ઘણે માલમ પડી જશે. પછી જેમ તમોને ઠીક લાગે તેમ કરજો.
વિશેષ જે વીરચંદે તહાં રહેવાને માટે લખ્યું છે તેને માટે લોકોમાં (પિતાના મિત્રમંડળમાં) રાજી પથરાઈ છે કે દિલગીરી તે લખજે તથા હમે તો પ્રથમ એમ ધારતા હતા કે ત્યાં ગયેલ છે વાસ્તે કદી બારિસ્ટરની પરીક્ષા આપીને આવશે પરંતુ આ કાગળથી તો તે માલમ પડતું નથી. એજ. ૧૫૦ જેઠ વદિ ૮ દા. વલ્લભવિજયજીના ધર્મલાભ વાંચજો. કાગળ પ્રથમ લખ્યો છે તેથી સમાચાર જાણ્યા છે.
તા. જે કદી મિત્રમંડળ રાજી હોય અને થોડી મુદ્દતમાં બારિસ્ટરની પરીક્ષા આપી શકે અને કામ બની જાય તો ઠીક થાય કારણ કે ત્યાં ઘણુઓની ઓળખાણથી તથા વગવસીલાથી કામ થઈ પણ જાય-કાગળને જવાબ તરત લખજો. વીરચંદને શો જવાબ લખે તે પણ લખજો.
: ૧૨૮ -
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org