________________
શ્રીમદ્ આત્મારામજી તરફથી પત્ર
: ૧૦ :
શ્રી. મુ॰ મુંબાઇમ દર શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરુભકિતકારક શા. મગનલાલ દલપતરામ, વીરચંદ દીપચંદ, નવલચંદૅ ઉદેચ'દ, પંડિતજી અમીચંદજી, હુ ચંદ રાયચંદ, અમરચઢ પરમાર વિગેરે જીરેથી લિ॰ આચાર્ય મહારાજશ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમવિજયાન દ સુરીશ્વરજી (આત્મારામજી) મહારાજજી આદિ સાધુ ૯ તથા ચંદનશ્રીજી આદિ સાધ્વીએ ૩ ના તરફથી ધર્મલાભ વાંચજો. પત્ર તમારા આવ્યેા. સમાચાર જાણ્યા છે. અત્રે સુખસાતા છે. ધર્મ ધ્યાનમાં ઉદ્યમ રાખજો.
જૈન પત્રિકા મારફત તથા તમારી મેકલેલ વીરચંદના કાગળની નકલથી માલમ પડે છે કે વીરચંદે ઘણુંજ રુડુ કામ કર્યું છે અને તેને પેાતાની જાવાની મહેનત તથા જેએ સાહેબે તેને મેકલવાને સાહસ કરી મદદ કરી હતી તેની પણ મહેનત સફળ કરી છે. એહુવા એહવા વીરપુરુષા પાંચ સાત હેાય અને તેઓને મદદ આપનાર શેઠીઆએ પાછા ન હુઠે તા હમાને ખાતરી થાય છે કે ઘણું જ તેહમદ કામ થાય પરંતુ તે સઘળું મુંબાઇના શેઠીઆઓના હસ્તક છે કારણ કે પ્રાયઃ આજકાલ તે લેાક જે કરવુ ધારે તે કરી શકે તેમ છે તેા એવે વખતે જરૂર તેઓએ મદદ કરી જૈન ધર્મની વૃદ્ધિ કરાવવી જોઇએ. તેએએ તહાં રહેવા માટે શેઠીઆઆનુ ધ્યાન ખેંચ્યુ છે તેા તેથી શેઠીઆએએ કાંઈક વિચાર કર્યો હશે. હમારી બુદ્ધિ મુજબ તે તે તહાં ગયેલ છે. વારંવાર પ્ર(પર)દેશમાં જાવું મુશ્કેલ બને છે માટે જો શેઠીઆઓની મરજી હાય અને તેઓના ઘરનાં રાજી હાય તા ચાર પાંચ મહિનામાં કાંઇ ખાટુ મેળું થાય તેમ નથી. પછી જેવી સર્વ ભાઇઓની મરજી.
વિશેષ સિદ્ધચક્ર માટે તમેાએ લખ્યું તે જાણ્યું છે. કાંઇ અડચણ માલમ પડતી નથી. અત્રેથી હુમા સિદ્ધચક્ર મેાકલાવીશું તે તપાસી લેજો. જો તે પસંદ આવે તે તે માકલજો અગર નહી તેા જે તમારી મરજીમાં આવે તે મેકલજો. કાગળના ઉત્તર તુરત લખજો, ૧૯૫૦ અશાડ વિદ ૧૩ સેામવાર દા. વલ્લભવિજયના ધર્મ લાલ વાંચજો. વિશેષ મહારાજજી સાહેબે નવીન ગ્રંથ અનાવવા પ્રારંભ કર્યો છે તેમાં ગૃહસ્થના ૧૬ સંસ્કાર જે આચારદિનકરમાં શ્રી વર્ધમાન સૂરિજીએ લખેલ છે ( ગર્ભોથી માંડીને મરણ પ``ત) તેની ભાષા નવીન ગ્રંથમાં દાખલ થાય તે તેમાં તમારી મડળીવાળાને શો મત છે તે લખી જણાવજો.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
•: ૧૨૯ :
www.jainelibrary.org