Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
યુગપુરુષને અર્ધાજલિ
બચાવ કરતા. શ્રી પરમહંસના અસંખ્ય શિખ્યામાં શ્રીમંતો, સુશિક્ષિત, વિદ્યાર્થીઓ જોડાયા અને તેમાં મહાન બુદ્ધિશાળી ઓજસ્વી વિભૂતિ નામે વિવેકાનંદ અને તેના અનુગામી અનેક ‘આનંદ’–સંન્યાસીઓએ શ્રી રામકૃષ્ણના ઉપદેશામૃતને-અધ્યાત્મવાદને પશ્ચિમના સેવામાર્ગ અને વિચારશ્રેણીને અનુરૂપ કરી અનેક સ્થળે રામકૃષ્ણ મિશન સ્થાપી, હિન્દ તેમજ હિન્દ બહાર યુરોપ અમેરિકામાં તેમનું નામ કીર્તિવંત અને અમર કર્યું અને તેની જેત સોદિત બળતી રહી છે અને રહેશે. ફ્રેંચ મહાવિદ્વાન્ રોમેન્ડ રોલાએ શ્રી રામકૃષ્ણનું અતિશય ગૌરવશાળી જીવનવૃત્તાંત લખ્યું છે એ તે સંન્યાસી માટે એણું માનપ્રદ નથી.
શ્રી દયાનન્દ અને શ્રી રામકૃષ્ણનાં નામનો અને સિદ્ધાંતોનો આટલો બધો વિસ્તાર થયા છે ત્યારે તેમના સમકાલીન દીર્ધાયુષી આત્મારામજીનાં નામનો અને કાર્ય તેટલા પ્રમાણમાં કેમ નથી થ? એ પ્રશ્ન ઉદ્ભવે છે. ઉત્તર એ આવે છે કે ઉક્ત બંનેને પ્રભાવશાલી શિષ્યોની મોટી સંખ્યા પ્રાપ્ત થઈ, જ્યારે આપણું સૂરિશ્રીને તેટલા અને તેવા શિષ્યો ન મળ્યા. વિવેકાનન્દ જેવા વીરચંદભાઈ પણ શ્રી આત્મારામજીને મળ્યા હતા પણું વીરચંદભાઈની સાથે રહી કાર્ય કરે તેવા કેઈ તેની વિદ્યમાનતામાં ન નીકળ્યા અને તેના સ્વર્ગવાસ પછી તેનું સ્થાન લે તેવા કોઈપણ ગ્રેજ્યુએટ કે સુશિક્ષિત ગૃહસ્થ હજુ સુધી પાકેલ નથી. તેમના સાધુ શિષ્યોએ અનેક સુકૃત્યો-ધર્મકાર્યો કર્યા–કરાવ્યાં છે, પણ તેઓમાં અરસ્પરસ જે સંગઠન, એકસંપી, સુમેળ વગેરે રહેવાં જોઈએ તે લાંબો વખત રહ્યાં નહિ. કલેશ ને મતભેદમમત્વને લીધે સમાજ પર બૂરી અસર થાય ને છિન્નભિન્નતા પરિણમે, સામાજિક લાભના સામુદાયિક સ્થાયી કાર્યો ઊભાં ન થાય, અને મહાન યુગપુરુષનો વારસો સાચવી તેને વધારી ન શકાય, એ સહેજે સમજી શકાય તેમ છે. એવું વર્તમાનમાં પણ જોવામાં આવે છે. હજુયે ચેતાશે? સમાજને દરેક રીતે ઉન્નત કરવામાં સર્વ સાથે મળી એકત્રિત રૂપે તેઓ ફાળો આપશે ? સર્વત્ર સમાજ અને દેશના હિત પ્રત્યે એકલક્ષી દષ્ટિ રહે અને તે હિત જે રીતે સધાય તે રીતને સર્વ સાધનોથી કૃતિમાં મૂકાય એ જ પરમાત્મા પ્રત્યે પ્રાર્થના.
સગત સૂરિશ્રી યુગપુરુષ હતા. તેઓ પોતાના જીવનમાં અનેક ધર્મક કરી સમાજહિત માટેનાં સાધને ઉપદેશી ગયેલ છે, તો તેમના ચિરકૃતજ્ઞ રહી આપણે સૈ એમના સારાં પગલે ચાલીએ તો તેમની ઉજવેલી જયંતિએ, શતવણી અને હવે પછી થનારી જયંતિએ સાર્થક થશે. તે મહાપુરુષને આત્મા જ્યાં હો ત્યાં શાંતિ પામે એટલું ઈચ્છી તે જૈન યુગવીર પ્રત્યે છેવટે પુકારું છું કે – નવયુગની મહાયોતિના કિરણમાં,
અમ હૃદયમાં નવા રાગ જાગે; અર્થ અંજલિ ભરી, વીરપૂજન કરી,
જેનનાં બાળ તુજ પાય લાગે. '
•: ૧૨૦ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org