Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. માહનલાલ દલીચંદ દેશાઈ
આજે રામકૃષ્ણ મિશનમાં અનેક સેવાશ્રમા, અદ્વેતાશ્રમા અને મદિરા, શ્રી રામકૃષ્ણના ઉપદેશ કાયિક, વાચિક અને માનસિક પ્રવૃત્તિદ્વારા દુનિયા આગળ પીરસી રહ્યાં છે, અને શ્રી રામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદના અનેક સમર્થ અને વિદ્વાન્ ભારતીય શિષ્યા-છેવટે ‘આનંદ’ આવે તેવા નામધારી સંન્યાસીએ તથા બીજા અનુગામીઓ, પ્રશ ંસકેા હિન્દુ, અમેરિકા, બ્રાઝિલ, ઇંગ્લંડ, જર્મની અને દક્ષિણ આફ્રિકામાં કાર્ય કરી રહ્યા છે.
તે તે સ્થળેએ પરમહંસના જન્મ-શતવી-મહેાત્સવ આ વર્ષના ફેબ્રુઆરીથી એક આખું વર્ષ ઉજવવાને તેમના કલકત્તા પાસે ગંગા નદી પર આવેલા મુખ્ય રામકૃષ્ણમિશને નિરધાર કર્યાં છે, કે જેના પ્રારંભ થઇ ચૂક્યા છે અને જે દેશ-દેશાંતરમાં આખુ વર્ષ ઉજવાશે.
૫ શ્રી દયાનન્દ અને શ્રી રામકૃષ્ણની તુલના
શ્રી દયાનંદ અને શ્રી રામકૃષ્ણ અને બ્રાહ્મણ કુળમાં જન્મેલા છતાં એક પ્રખર વાદી, વેદનું મંડન કરવા અન્ય સર્વ ધર્મોનું ખંડન કરવા મથનાર, બલવાન શરીરધારી, મૂર્તિપૂજાનિષેધક હતા, જ્યારે ખીજા શાન્તમૂર્ત્તિ, સર્વ ધર્મ પ્રત્યે પ્રેમાદરભાવ રાખનાર, મધ્યમ શરીરવાળા, મૂર્તિપૂજક સાથે અધ્યાત્મી હતા. એકમાં શૌર્ય, અસહિષ્ણુતા અને નિડરતા હતાં, જ્યારે ખીજામાં ભક્તિભાવાવેશ, સમતા અને સૌમ્યતા હતાં. બંનેના ઉપદેશમાં માનવસેવાનુ લક્ષ હતું. બંનેને જબરા કાર્ય કર-પ્રસારક–સ ંદેશવાહક શિષ્યા સાંપડ્યા કે જેમણે મૂળપુરુષના ઉપદેશને વ્યાપક કરી અનુકૂળ કાર્યક્ષેત્રમાં યશ મેળવ્યેા. એકની આર્ય સમાજ પહેલવાન (Militant) સંસ્થા છે; ખીજાતુ રામકૃષ્ણમિશન એ સેવામય કાર્ય કરતી નિરાડંબરી શાંત સંસ્થા છે. એકની કીર્ત્તિસુવાસ હિન્દમાં પ્રસરી, બીજાની હિન્દ ઉપરાંત અન્ય દેશેામાં પણ ફેલાઈ.
૬ શ્રી આત્મારામ-મુનિ આનંદવિજય-પછી શ્રી વિજયાન ંદસૂરિ
હવે જેની જન્મ શતવષી આપણે ઉજવીએ છીએ તે આપણા ચરિત્રનાયક શ્રી આત્મારામજી પર કંઈ વિશેષ કહેવાનુ પ્રાપ્ત થાય છે. જન્મે ક્ષત્રિય, પર’પરાએ શીખ અને સંસ્કારે સ્થાનકવાસી–મૂર્ત્તિપૂજાનિષેધક જૈન એવા આ પુરુષે શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના
જ્યાતિષ રામાં પેાતાનું નામ ઉમેર્યું.
શ્વે॰ જૈન સંઘની ધાર્મિક સ્થિતિ તે વખતે શી હતી ? મહાન્ સમ્રાટ અકબરના એલાવ્યાથી તેની પાસે જઇ, તેને અહિંસા ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાળા બનાવનાર સૂરિશ્રી હીરવિજયજીના સ્વર્ગવાસ પછી તેમની પાટે વિજયસેન અને પછી વિજયદેવ નામના આચાર્યો થયા. વિજયદેવસૂરિના સમયમાં અનેક ધાર્મિક ઝઘડાએ થયા-બીજા નવા આચાર્યની સ્થાપના થઇ. તે સૂરિના અવસાન પછી તેની પાટે વિજયરત્ન, વિજયક્ષમા, વિજયદયા, વિજયધર્મ, વિજયજિનેન્દ્ર અને વિજયદેવેંદ્ર થયા. વિજયક્ષમાથી ઘણી આચારશિથિલતા પ્રચલિત
શતાબ્દિ પ્રથ]
• ૧૧૩ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org