Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
યુગપુરુષને અર્ધાંજલિ
કહ્યો. એક મધ્યસ્થ દેખનારે કહ્યું-તમે હાથીને બરાબર જોયેા નથી. હાથીના પગ થાંભલા જેવા, સુઢ લાકડી જેવી, પેટ કેાડી જેવુ અને કાન સુપડા જેવા છે અને એ સર્વ એકત્ર કરવાથી જેવું સ્વરૂપ થાય તેવું સ્વરૂપ હાથીનું છે. આ પ્રમાણે જેણે ઇશ્વરને એક દિશામાંથી જોયે છે તેઆ જ પરસ્પર લડાઇ-ઝઘડા કરે છે. જેણે સપૂર્ણ રૂપે જોયા છે તે તેા તેનું યથાર્થ સ્વરૂપ જાણે છે.
તેમના સ્વવાસ સ. ૧૮૮૬ ના આગસ્ટ માસમાં ૫૦ વષઁની ઉમરે થયેા. તેમણે અનેક અંગ્રેજી ઉંચી કેળવણી લેનાર વિદ્યાથીઓ-સ્નાતકાના સદેહેા દૂર કર્યો અને તેમને ધર્મના મૂળ સિદ્ધાન્તામાં દઢ કર્યા. તે બધામાં સાથી જબરા અને પ્રતિભાશાળી શિષ્ય નરેન્દ્ર-પછીથી સ્વામી વિવેકાનંદ હતા. તેમણે સને ૧૮૯૩ ની ચિકાગાની વિશ્વધર્મ પરિષદ્ ક જેમાં જૈનધર્મના પ્રતિનિધિ તરીકે સ્વ. વીરચંદ રાઘવજી ગાંધી ગયા હતા, ત્યાં જઇ હિંદુ ધર્મ સમજાવ્યેા. પેાતાની વિદ્યુન્મય વતૃતાથી સમસ્ત હિન્દને પુનર્સ જીવન કર્યા તથા હિન્દુનાં શાસ્ત્રોમાં રહેલ મૂળ સત્યને નવીન શૈલીમાં રાચકસ્વરૂપે જગત્ સમક્ષ મૂક્યું. એ વાત સાચી છે કે-પરમહંસના ઉપદેશ શ્રીવિવેકાનન્દે દેશ-દેશાન્તર સુધી પહાંચાડ્યો. અંગ્રેજી કેળવણીથી માહિત થયેલા આપણા લેાકેા ઉપર શ્રી વિવેકાનંદના અંગ્રેજી લેખા મારફતે અસર કરાય તેમ હતુ. પરમહ`સનુ શુદ્ધ અધ્યાત્મ જીરવવાની શક્તિ જેમનામાં નહાતી તેમને માટે પાશ્ચાત્ય વિચાર। મેળવીને કરેલુ વિવેકાનંદ મિશ્રણ બહુ જ અનુકૂળ થઇ પડ્યું. શ્રો વિવેકાનંદે પરમહંસના અધ્યાત્મને તત્ત્વજ્ઞાનની ભાષામાં મૂક્યું અને તે હૃષ્ટિએ સંસારસુધારા અથવા જીવનસુધારા કેવી રીતે થઇ શકે તે બતાવ્યું.+ તે જ સૂત્ર હાથમાં લઇ ભગિની નિવેદિતાએ હિંદુ સામાજિક જીવન અને ઐતિહાસિક રાષ્ટ્રીય જીવનનું રહસ્ય ખાલી ખતાવ્યું.
જ
* જીએ શ્રી રામકૃષ્ણ પરમહંસ ઉપદેશામૃત નં. ૫૯ ( ડાહ્યાભાઇ મહેતાની આવૃત્તિ ). આવી કથા સાત આંધળા તે હાથીની જૈન દર્શનમાં સાત નય સમજાવવા માટે સુપ્રસિદ્ધ છે. ઉક્ત પુસ્તક સિવાય સસ્તું સાહિત્યવક તરફથી પ્રસિદ્ધ થયેલ પરમહંસ શ્રી રામકૃષ્ણ-એમનું જીવનચરિત્ર અને ઉપદેશ એ નામનુ પુસ્તક તેમને સારા પરિચય આપે છે.
+ વિવેકાનન્દ શાસ્ત્રનું શું સ્થાન હેાવું ઘટે તે માટે નીચેના લૈકા જે જણાવે છે તે પોતે સ્વી
કારતા લાગે છેઃ—
केवलं शास्त्रमाश्रित्य न कर्त्तव्यो विनिर्णयः । युक्तिहीन विचारे तु धर्महानिः प्रजायते ॥
માત્ર શાસ્ત્રને જ આશ્રય લઇને વિનિય કરવા ન ઘટે. યુક્તિ વગરના વિચારમાં તા ધહાનિ વિશેષે કરી ઉત્પન્ન થાય છે.
देशकालवयोsवस्थाबुद्धिशक्त्यनुरूपतः । धर्मोपदेशभषज्यं वक्तव्यं धर्मपारगैः ॥
દેશ, કાળ, પરિસ્થિતિ, વય, અવસ્થા, બુદ્ધિ અને શક્તિને અનુરૂપ થઇને-નજરમાં રાખીને ધર્મમાં પારંગત થયેલાએ ધર્મોપદેશરૂપી ઔષધનુ કથન કરવુ જોઇએ, જેમ વૈદ્ય રાગીની પરીક્ષા કરવામાં કરે છે ને પછી ઔષધ આપે છે તેમ
•ઃ ૧૧૨ :
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org