Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
સા વના સિદ્ધિયાગ
પૂજાનું મહત્ત્વ સમજાય અને છેક ગુજરાતમાં આવીને સંવેગ સ્વીકારવાના પ્રસંગ કદાચ સાંપડે, પરંતુ પોતાનું સાધીને બેસી ન રહેતાં તુરત પજાખ પહેાંચી જઇ, ત્યાં અજ્ઞાનતિમિરને વિદારવા કટિબદ્ધ થવું અને આર્ય સમાજ, સ્થાનકવાસી વિગેરે વિવિધ મતવાદીએ સામે ઊભા રહી, પંજાબમાં બંધ થએલાં જિનાલયાના દ્વાર ખેાલાવી પંજાબને પુન: વીરભૂમિનુ નંદનવન અનાવ્યુ તે જ તેમની શક્તિનું માપ છે. તેઓશ્રી અવિશ્રાંત શ્રમથી પંજાબમાં વીરધર્મ-પ્રચારની વિજયપતાકા એટલા જોરશેારથી ફરકાવી રહ્યા હતા કે તેની સુવાસ છેક ગુજરાતમાં ફેલાવા લાગી અને તેમને સંવેગ દીક્ષાના હજી પૂરા બે વર્ષ નહાતાં વિત્યાં ત્યાં વડાદરાના શ્રીમ ંત કુટુંબના યુવકેએ અનુક્રમે પજાખ પહેાંચીને પેાતાની ત્યાગ ભાવના જાહેર કરી-આવી વણનેાતરી મળી આવેલી તકના અંધારે લાભ લઇ લેવાને બદલે તેમની ત્યાગ ભાવનાને કસેાટીએ ચડાવી જોઇ અને તેમના વડીલેાને વાકેફ કરી સમ્મતિ મેળવ્યા પછી જ તેમને દીક્ષા આપી જે પ્રવક શ્રી કાંતિવિજયજી, પ. શ્રીહુ સવિજયજી આદિ અગ્રસ્થાને પહેાંચેલા સુપ્રસિદ્ધ છે.
જેમ શ્રી આત્મારામજી મહારાજના શિષ્ય સમુઢાયમાં વડેદરાએ અગ્રસ્થાન લીધું તેમ તેમના સમુદાયનું નિયમન ગુંથવાને તે જ વડાદરાએ શ્રી વિજયકમલસૂરીશ્વરના નેતૃત્વ નીચે સાધુ સ ંમેલન એલાવ્યુ અને પરિણામે તે પ્રસંગે સર્વત્ર શ્રી આત્મારામજી મહારાજના સમુદાયનાં એકચ અને દીર્ઘદર્શિતાની છાપ પડતી હતી.
આજે એ જ ગુરુદેવની જન્મ શતાબ્દિ ઊજવવાની જ્યારે પંજાબ ઘરે-ઘરે તૈયારી કરી રહ્યું છે, જ્યારે મુંબઈ અને પાટણ વચ્ચે આ માંગલ્ય પ્રસંગ ઊજવવાની વિચારસૃષ્ટિ રચાઈ રહી છે તેવા અણીના વખતે વડાદરા આ લામ ખાટી જાય એ પણ સ્થાનના સિદ્ધિયાગ જ લેખાશે. શ્રી આત્મારામજી મહારાજે સંવેગ દીક્ષા પછીના ફક્ત એક જ દાયકામાં જેમ પંજાબમાં વીરધર્મના વિજયધ્વજ ફરકાવ્યા તેમ જ અમદાવાદમાં ચાલતા સાગરાદ્વિ વિવિધ ગચ્છ-પક્ષના વાદ્યોમાં વિજય મેળવીને સ. ૧૯૪૨ માં જયારે તેઓશ્રી સિદ્ધાચળની યાત્રાએ ગયા ત્યારે આ પુનીત ગિરિરાજની યાત્રાએ કલકત્તાથી રાયખહાદુર અદ્રિદાસજી, પંજાબથી, કચ્છથી શેઠ રવજી દેવરાજ, મહારાષ્ટ્ર ( ધુલીયા ) થી શેઠ સખારામ દુર્લભ, અમદાવાદથી શેઠ વીરચનૢ દીપચંદ, ભરૂચથી શેઠ અનેપચંદ મલુકચંદ, વડાદરાધી શ્રી ગાકળભાઇ ઢોલતરામ, ભાવનગરથી વકીલ મૂલચંદ નથુભાઇ એમ સારાયે હિંદના દરેક પ્રાંતાના આગેવાનનું આવવું થયું.
ધર્મ પ્રવર્તક અતિવર્ગ ધર્માંધ ભક્તોના પાષણથી અને ધર્મ નિમિત્તે મેળવેલ ગીરાસદારી જાગીરના ઘેનમાં ઉન્માદે ચડી ગયા હતા. એ અણીના વખતે શ્રી સત્યવિજય પંન્યાસે સંવેગરગથી સાધુત્વને શુદ્ધ સ્વરૂપે વાવ્યુ હતુ અને આજે તેમનુ
•: ૯૨ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org