Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
આત્મારામજી મહારાજના પ્રથાનું દિગ્દર્શીન
ઇસાઇએ માને છે કે ઈશ્વર જ કર્યો છે તે પછી ઇશ્વરને જગતકર્તા ન માનવાવાળા જૈનેાને ધન, દેાલત, ઉચ્ચ પદવી વગેરે કયાંથી મળી ? વળી ઈસાએ પુનર્જન્મને માનતા નથી ને ઇશ્વર સૌને સુખી કરવા જ જન્મ આપે છે, તે તેમાં પણ દુ:ખી આત્માએ બહુ કેમ છે ? વગેરે વસ્તુઓનુ પૃથક્કરણ કરી કર્મીની થીયરી' ઇસાઇને બહુ સારી રીતે સમાવી છે. વળી બીજા અનેક વિષયને આ ગ્રંથમાં સમાવેશ કર્યાં છે.
तत्त्वनिर्णयप्रासाद
આ ગ્રંથ આચાર્યશ્રીની છેલ્લી કૃતિ છે. સ’. ૧૯૫૧ ના ભાદરવા સુદ ૪ના રોજ આ ગ્રંથ પૂ કરી, મુનિરાજશ્રી વલ્લભવિજયજી મહારાજ ( હાલના આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી )ને પ્રેસ કોપી કરવા આપી તે દરમ્યાન આચાર્ય શ્રીને સ્વર્ગવાસ થવાથી તેમના પ્રધાન મંત્રી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ કે જે હાલ તેએશ્રીની પાટે બિરાજે છે તેમણે પ્રેસ કોપી તૈયાર કરી, શુદ્ધ કરી, આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર પણ આ ગ્રંથમાં દાખલ કર્યું' અને મુંબથી રા. અમરચંદ પી પરમારે સ. ૧૯૫૮ ની સાલમાં આ અપૂર્વ અતિમ પ્રસાદીરૂપ શ્રી તત્ત્વનિયપ્રાસાનામાં ગ્રંથ પ્રસિદ્ધ કરેલ છે.
આ ગ્રંથના છત્રીશ સ્થંભરૂપ વિભાગો પાડી જુદા જુદા વિષય ચર્ચી પૂર્ણ કરેલ છે. તેના પ્રત્યેક સ્થાની ટૂંક વિગત નીચે મુજબ છે.
મહાવીરસ્વામીથી આજ સુધીની પટ્ટાવલી આ ગ્રંથમાં છે. તે એટલી પ્રમાણભૂત છે કે ઘણા ઇતિહાસન્ન વિદ્વાનાને આ પુસ્તકની સાદત આપ્યા વિના ચાલી શકતુ' નથી.
પહેલા સ્થંભમાં પુસ્તક સમાલોચના, પ્રાકૃત ભાષા નિર્ણય વેખીજક વગેરેનું વર્ણ`ન છે.
ખીજા સ્થંભમાં હેમચંદ્રાચાર્ય કૃત મહાદેવ સ્તોત્રદ્વારા બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવના લક્ષણ, તેનું સ્વરૂપ, લૌકિક બ્રહ્માદિ દેવેશમાં યથાર્થ દેવપણું સિદ્ધ નથી થતું, તેનુ ં પ્રાચીન લોકિક શાસ્રદ્દારા વણૅન કરેલ છે,
ત્રીજા સ્થંભમાં બ્રહ્મા-વિષ્ણુ-મહાદેવાદિ લોકિક દેવામાં જે જે અયોગ્ય વિગત છે તેનું વ્યવચ્છેદ૨૫ વર્ણન શ્રી હેમચંદ્રસૂરિષ્કૃત દ્વાત્રિશિકાદ્રારા કરેલ છે.
ચેાથા અને પાંચમા સ્થભમાં શ્રી હરિભદ્રસૂરિવિરચિત લેાકતત્ત્વનિયના ભાવા સહિત પૂર્વ વર્ણન લખેલ છે, જેમાં પક્ષપાત રહિત દેવાકિની પરીક્ષા કરવાના ઉપાય અને અનેક પ્રકારની સૃષ્ટિની જગાસી જીવાની કલ્પના કરી છે તેનુ વન છે.
છઠ્ઠા સ્થંભમાં મનુસ્મૃતિના કથન મુજબ સૃષ્ટિક્રમ અને તેની સમીક્ષા છે.
સાતમા તે આઠમા સ્થંભમાં ઋતાદિ વેદેામાં જેવું સૃષ્ટિનું વન છે તેવું બતાવી તેની સમીક્ષા કરી છે.
નવમા સ્થંભમાં વેદની પરસ્પર વિરુદ્ધતાનું દિગ્દર્શન છે.
દશમા સ્થંભમાં વેદોક્ત વર્ણનથી વેદ ઇશ્વરાક્ત નથી તેવું સિદ્ધ કરી આપ્યું છે.
અગિયારમા સ્થંભમાં “ ૐૐ ભૂર્ભુવઃ સ્વસ્તત્ ’” ઇત્યાદિ ગાયત્રી મંત્રના અનેક અર્થો કરી જૈનાચાર્યાંની બુદ્ધિમત્તા બતાવી છે,
.: ૧૦૦ :
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org