Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. નાનચંદ તારાચંદ
રિક જિંદગીનાં નીતિપૂર્વક લક્ષણ, ધ શાસ્ત્રોનુ અવલોકન કરવાના નિયમા, દૂષણ રહિતની પીછાન, ધર્મભ્રષ્ટ થનારની ફરી શુદ્ધિ, જિંદગીને ભય નિવારવાના કાયદા, ધર્મના અંગને તેનાં ૯ ક્ષણુ વગેરે અનેક તત્ત્વની વાતાને આ ગ્રંથમાં કર્તાએ સમાવેશ કરેલ છે.
चतुर्थस्तुतिनिर्णयः भाग पहेलो -
યતિ રત્નવિજયજી ( રાજેંદ્રસૂરિ ) અને ધનવિજયજી નામના સાધુએ દેવસી ને રાઇપ્રતિક્રમણમાં ચાર થાયને બદલે ત્રણ થાયને પ્રચાર કરતા હતા અને શાસ્ત્રોક્ત ઠરાવવા તેમણે આસમાન–પાતાળ એક કર્યાં છતાં તેમની આ શાસ્ત્રવિરુદ્ધની પ્રવૃત્તિ સ્વ. ગુરુદેવે ખુલ્લી પાડી. પૂર્વાચાર્યાંકૃત બ્યાસી ( ૮૨ ) પુસ્તકા અને સૂત્રેાના આધાર આપી ચાર થાય શાસ્ત્રોક્ત છે તેવું આ ગ્રંથદ્વારા સિદ્ધ કરી આપ્યું છે. चतुर्थस्तुतिनिर्णयः भाग बीजो
ત્રણ થાયના પ્રચાર કરનાર સાધુ ધનવિજયજીએ એક ગ્રંથ તૈયાર કરી તેમાં આત્મારામજી મહારાજ ” પીતાંબર ધારણ કરે છે, ચાથી થાય તેમણે સ્થાપન કરી છે. ઈરિયાવહિયાની પાછળ કરેમિ ભંતે પણ તેમણે જ સ્થાપન કરેલ છે વગેરે અસત્ય બીના લખી આખી ોથી ભરેલ, તેના શ્રી આત્મારામજી મહારાજે એવે સજ્જડ જવાબ આપ્યા છે કે શ્રી આત્મારામજી મહારાજને બૂટા પાડનાર તે ધનવિજય તથા રત્નવિજયના કથનેમાં કેટલા દ્વેષ છે અને ત્રણ થાયના પ્રચાર કરવામાં અસત્યને કેટલે આશ્રય લેવામાં આવ્યો છે, તે આખી વસ્તુસ્થિતિ આ ગ્રંથમાં ખુલ્લી પાડી છે,
जैनमतका स्वरूप
જૈન ધર્મનું સ્વરૂપ જાણવાની સૌ કોઇને ઇચ્છા હોય છે, પરંતુ જૈન ધર્મના તત્ત્વોનું સ્વરૂપ એટલુ ગહન અને વિસ્તીર્ગુ છે કે જૈન ધર્મના અનેક શાસ્ત્રાનુ અવલેાકન કર્યાં સિવાય તેનો ખ્યાલ આવી શકતા નથી.
હાલના પ્રવૃત્તિમય સમયમાં સૌ કોઇની શક્તિ એવી ન હાઇ શકે કે તમામ શાસ્ત્રોનુ' અધ્યયન કરી શકે, જેથી આ પુસ્તકમાં લેખક મહાત્માએ જૈનધમ ના મુખ્ય વિષયા જેવા કે તીર્થંકરાની ઉત્પત્તિના સમય ને તેમના કાર્યાં, નવતત્ત્વ, પદ્ભવ્ય, ષડ્કાય, ચાર ગતિનું વર્ષોંન, આઠે કર્મનું સ્વરૂપ, જૈતેનું સામાન્ય મંતવ્ય, સાધુધર્મના સયમના સત્તર ભેદેશના નામ, દસ પ્રકારના યતિધર્મનાં નામ, સાધુધર્મનું સ્વરૂપ, ગૃહસ્થ ધર્મ માં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થનુ` સ્વરૂપ ને તેનું કૃત્ય, દેશવિરતિ શ્રાવકના જધન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ, તેનુ વન, શ્રાવકનાં બાર ત્રતાનુ' સ્વરૂપ વગેરે અનેક તત્ત્વાનો આ ગ્રંથમાં સમાવેશ કરેલ છે ईसाईमत समीक्षा -
'
"" નામના
ક્રિશ્ચિયન અર્થાત્ સા મતને માનવાવાળાએમાંથી એક ઇસાઇએ ‘ જૈનમતપરીક્ષા ગ્રંથમાં લખ્યુ છે કે જેમાં મેટામેટા વેપારી ઊંચી પદવીવાળા છે તે તેમના હાથમાં દુનિયાની મેટી દાલત છે, તથા તે અન્ય ધર્માંતે પોતાના ધર્મમાં ભેળવવા માટે ઉપદેશ કરે છે વગેરે લખેલ છે. તે સામે સ્વસ્થ મહાત્માએ સવિસ્તર આ પુસ્તક રચી જણાવ્યુ કે ધર્મ કરવાથી કર્મના ક્ષય થાય છે ને પુણ્યના ઉદય થાય છે, જેથી જે જીવતા કર્મોના ક્ષય ને પુણ્યના ઉદય થાય તેને સત્ય ધર્મની પ્રાપ્તિ થાય અને દાલત પણ મળે છે.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
: રેરે.
:
www.jainelibrary.org