Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
-
શ્રી આત્મારામજી મહારાજનું જીવન એટલે સત્યના પ્રયોગો આ મહાન પ્રાગ હતો. કાપો આત્મા જરૂર ગબડી પડે. અનુયાયીઓનો વિરોધ પૂજા, વંદના, ભક્તિના લાલચુઓ ન કરી શકે. ઊલટા આવા તો અનુયાયીઓના અનુયાયી બની બેસે. શ્રી આત્મારામજી સત્યની આ કસોટીમાંથી તરી પાર ઉતર્યા, અને આજે સમુદ્રપાર તેમને સંભારનારા પડ્યા છે.
આથી તદન વિરોધી એ બીજો બનાવ લઈએ. ઉપરના પ્રસંગમાં તેઓએ સંઘને નમાવ્યો, બીજામાં સ્વેચ્છાથી તેઓ નમ્યા. સત્યને પૂજારી નમાવવામાં અને નમવામાં બનેમાં તત્પર હોય છે, બન્નેમાં ગૌરવપૂર્વક રહી શકે છે. તેને મન હાર-જીતની કાંઈ કિંમત નથી. સત્ય અબાધિત રહેવું જોઈએ એ જ તેની તમન્ના હોય છે. તે વિરેધી બીજો પ્રસંગ આ રહ્યો:– * પ્રાંગધ્રાના બે ભાઈઓ સુધીના ગયા. શ્રી આત્મારામજીએ તેમના આગ્રહથી તેમને દીક્ષા આપી. બન્નેની લાયકી વિષે શંકા હતી. અમદાવાદનિવાસી શેઠ દલપતભાઈ ભગુભાઈએ તેઓશ્રીને પત્ર લખ્યું કે ધ્રાંગધ્રાવાળાઓને દીક્ષા ન આપવી; પરંતુ દીક્ષા અપાઈ ચૂકી હતી. ઉપાય ન હતો. આત્મારામજીને પસ્તાવો થયે. સંઘના એય, હિત અને શિસ્ત ખાતર સંઘના આગેવાનોના મત વિરુદ્ધ દીક્ષા આપવી યોગ્ય નથી એમ તેમને લાગ્યું. તેમના એક જ વાક્યમાં તેમની લઘુતા( વસ્તુતઃ મહત્તા )નું પ્રદર્શન અરછી તરેહથી થાય છે “શેઠજી લખે છે કે તેમને દીક્ષા ન દેવી અને ઈનકે તો વેષ દે દીયા. અબ મેં શેઠજી કું કયા જવાબ લિખું ?........મેરી નાલાયકી કી તર્ક આપકે ખ્યાલ ન કરના ચાહીયે, કયું કિ મેરી તુચ્છ બુદ્ધિ હૈ.” અમેરિકાના પ્રસંગ વખતે સમસ્ત મુંબઈના વિધિને ઠેકરે મારી શકનાર શું એક વ્યક્તિના વિરોધને ઠોકરે ન મારી શકત? જરૂર મારી શકતપરંતુ સત્યના અને શિસ્તના પૂજારીને માનાપમાનનાં કે હાર-જીતનાં માપ હોતાં જ નથી. તેનાં માપ લોકોત્તર અને દૈવી હોય છે.
તેમનું યશસ્વી જીવન આ જાતના અનેક ઉદાહરણોથી ભરપૂર છે. લંબાણ ન કરતાં “સત્ય એટલે સત્ય, અને સત્ય સિવાય કાંઈ નહિ” એવું માનનાર, વિચારનાર અને આચરનાર આ મહાત્માની પવિત્ર શતાબ્દિ પ્રસંગે તેમનું જીવન સમાજને પ્રેરણાદાયી નિવડે એવી અભ્યર્થના સાથે વિરમું છું.
: ૧૦૪ •
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org