________________
सत्वना प्राधौगो
શ્રી-નાગ કુમાર મકાતી .
કાળના સુદર્શન ચક્રમાં મનુષ્યને સંહારવાની તાકાત હોય છે પરંતુ જગત કલ્યાણાથે સર્વસ્વને ભેગ આપનાર મહાપુરુષોની કીર્તિને સ્પર્શ સુદ્ધાં કરવાની તેની તાકાત 'હોતી નથી. શ્રી મહાવીર અને શ્રી બુદ્ધ, શ્રી રામ અને શ્રી કૃષ્ણ બધા ય અવશ્યમેવ તેને શરણે થયા છે, તથાપિ તેમની યશગાથાઓ આજ પણ ગૃહે-ગૃહે સંભળાય છે.
કાંઈક આવું જ શ્રી આત્મારામજી વિષે બન્યું છે. તેઓ સ્થલદેહે વિદ્યમાન નથી, પરંતુ તેમને યશોદેહ આજે ઝળહળી રહ્યો છે. શા માટે ? તેઓ આચાર્ય હતા તે માટે? ઢંઢકમાંથી સંવેગી થયા તે માટે? અનેક શિષ્યના ગુરુ થયા તે માટે? નહિ. આવા તો અનેક પુરુષે કાલગર્ભમાં વિલીન થઈ ગયા છે, તેમને કોઈ સંભારતું ય નથી. તેમને પ્રખર ત્યાગ, તેમનું સત્યમય જીવન, અખંડ ચારિત્ર્ય, કાન્તિવીરતા અને સતત કર્તવ્યશીલતાથી તેઓ આજે સમાજની જીભને ટેરવે રમી રહ્યા છે. આ જ કારણે સો સો વરસે પણ તેમની પુણ્ય-મૃતિઓ માનવ જીવનને પ્રેરણા આપી શકે છે.
એક જ ખંડ વાક્યમાં તેમનું વર્ણન કરવું હોય તે “ગુણોનો સમુચ્ચય એટલે આત્મારામ” એમ કહીએ તે બસ છે. પરંતુ આજના વિચારક અને બુદ્ધિપ્રધાન યુગમાં આ જાતનું વર્ણન હાંસીને પાત્ર થાય એટલું જ નહિ પણ જે હેતુથી ચરિતાલેખન થાય તે હેતુ જ માર્યો જાય; તેથી યોગ્ય પૃથક્કરણદ્વારા જ તેમની મહત્તા સિદ્ધ કરી શકાય.
તદ્દન તટસ્થ દષ્ટિએ તેમના જીવન પ્રસંગે અવલોકીએ તો તેમનું જીવન પ્રયોગાત્મક કહી શકાય. “સત્યના પ્રયોગો’ શબ્દ મહાત્મા ગાંધીજીએ રઢ કર્યો તે પહેલાંથી જ તે શબ્દની પાછળ રહેલું વિશિષ્ટ જીવન અનેક મહાપુરુષો જીવી ગયા છે. શ્રી આત્મારામજી તે પૈકીના એક જ છે. દરેકનું તેમ સાધુનું જીવન પ્રયોગાત્મક જ હોય છે. “સાધુ એટલે : ૧૨ •
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org