________________
શ્રી આત્મારામજી મહારાજના ગ્રંથોનું દિગદર્શન આઠમા પરિચ્છેદમાં ચારિત્રનું સ્વરૂપ છે, જેમાં અતિચારના સ્વરૂપ, અઢાર પાપસ્થાનકની સમજ, ભક્ષાભક્ષ વગેરેના દેષ બહુ જ સવિસ્તર સમજાવેલ છે.
નવમા પરિચછેદમાં શ્રાવકના દિનકૃત્યની કરણીની સમજ આપતાં આહાર, વિહાર, મત્સર્ગ, દંતધાવન, કેશ સમાન, સ્નાન, નિદ્રા, દ્રવ્યપૂજ, ભાવપૂજા, સામાયિક, સ્નાત્ર વગેરેમાં શ્રાવકે કેમ વર્તવું ? દેવગુરુની આશાતનાથી કેમ બચવું ? માતા, પિતા, સહેદર, સ્ત્રી, પુત્ર, ગુરુ, સ્નેહી, સંબંધી, નગરજને સાથે કેમ વર્તવું તેની માર્ગ સૂચી એવી લાક્ષણિક રીતે સમજાવી છે કે એક વ્યવહાર શાસ્ત્રની કોલેજના અભ્યાસક્રમને આ પ્રકરણમાં સમાસ કરવામાં આવ્યું છે.
દશમા પરિચ્છેદમાં શ્રાવકોનાં ત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસિક કૃત્ય, સાંવત્સરિકકૃત્ય, જન્મકૃત્ય એમ પાંચ કૃત્યનું સ્વરૂપ આપવામાં આવેલ છે.
અગિયારમા પરિચ્છેદમાં શ્રી ઋષભદેવ ભગવાનથી શ્રી મહાવીરસ્વામી પર્યત જૈનમતાદિ શાસ્ત્રાનુસારે ઈતિહાસ૩૫ પૂર્વ વૃત્તાંત આપવામાં આવેલ છે. તેમાં જુદા જુદા ઓગણત્રીશ પ્રકરણે પાડી, કુરુવંશ તથા યજ્ઞોપવિતની ઉત્પત્તિનું વર્ણન, યાજ્ઞવલ્કય, સુલસા, પીપલાદ તથા પર્વત પ્રમુખથી ફરી અલ વેદેને ફેરવી હિંસાયુક્ત વેદની રચના થઇ, તેનું સ્વરૂપ પૂર્વોક્ત મહાપુરુષોના કથનાનુસારે વર્ણવેલ છે.
બારમા પરિચ્છેદમાં શાસનપતિ શ્રી મહાવીરસ્વામીથી આજ સુધીનું કેટલુંક ઐતિહાસિક વૃત્તાંત રચના ત્મક શૈલીથી સમજાવી ગ્રંથની સમાપ્તિ કરી છે. . જેન સિદ્ધાંતના જિજ્ઞાસને આ એક જ ગ્રંથમાંથી એટલી સમિગ્રી પૂરી પડે છે કે તેમાંથી તેને જૈનદર્શનનું સારામાં સારું સર્વોત્કૃષ્ટ દિગદર્શન થઈ શકે છે, તે નિઃસંદેહ વાત છે. अज्ञानतिमिरभास्कर
આ ગ્રંથ સ્વ. મહાત્માએ અંબાલા(પંજાબ)માં લખે શરૂ કરેલ. તે સં. ૧૮૪૨ ખંભાતમાં પૂરો લખી તૈયાર કર્યો અને તે ભાવનગરની શ્રી જૈન જ્ઞાન હિતેચ્છુ સભામાં પ્રકાશિત કરેલ, જેની બધી નકલે ખલાસ થઈ જવાથી તેની બીજી આત્તિ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી સં. ૧૯૬૨ માં પ્રસિદ્ધ થયેલ છે. તેની પણ એકે ય નલ મળતી નથી.
આ ગ્રંથ રોયલ આઠપેજી સાઈઝમાં પિોણા ત્રણસે પૃષ્ઠ (ઓગણચાલીશ ફોરમ) માં પૂરો કર્યો છે, તેના જુદા જુદા બે વિભાગ પાડી, પ્રથમ વિભાગમાં મિથ્યાત્વજનિત અજ્ઞાનતાને લઈને અને
એ જૈનધર્મ ઉપર જે આક્ષેપ કર્યો છે ને કરે છે, વેદાદિ ગ્રંથના સ્વીકોલકલ્પિત અર્થ કરી જે જે લેખ દ્વારા પ્રયત્ન કર્યો છે તે ન્યાય અને યુક્તિપૂર્વક તે તે ગ્રંથનું મંથન કરી આ ગ્રંથમાં સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું છે. જેના દર્શનની ક્રિયા તથા પ્રવર્તન, સર્વ રીતે અબાધિત અને નિર્દોષ એવું જગતના સર્વ ધર્મોની દૃષ્ટિએ સિદ્ધ કરી આપ્યું છે.
આ પ્રવીણ ગ્રંથકારે આખા વિશ્વની પ્રવૃત્તિથી સિદ્ધ કરી બતાવ્યું છે કે આહંત ધર્મની ભાવના પુરાતની છે ને ઈતરવાદીઓના ધર્મની ભાવનાનું સ્વરૂપ ખુબલું કરી જૈનધર્મનાં તો સર્વોપરી હોવાનું સાબીત કરી આપ્યું છે.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org