________________
શ્રી. આત્મવલ્લભ ર્શનને જે એમને મોહ હોત, એટલે કે કેવળ લોકહિતની દષ્ટિ એમનામાં ન હોત તો તેઓ હિંદી ભાષામાં ગ્રંથ-રચના ન કરત. પણ તેઓ યુગબળનો પ્રભાવ જાણતા હતા, તેથી તે તેમણે ગૂઢ અને દુર્બોધ શાસ્ત્ર-સિદ્ધાંતે સહજ સરળ ભાષામાં ઉતાર્યા. પૂજાની પરિચિત રાગ-રાગિણીઓમાં એમણે પિતાની ઊમિએ પ્રકટ કરી.
લગભગ પચાસ વર્ષ ઉપર એ પુણ્યલેક પુરુષના ભાવનગરમાં પગલાં થયાં અને એ જ વખતે વકીલ મૂળચંદ નથુભાઈ, એમના લઘુબંધુ હરિચંદભાઈ, ખોડીદાસ ધરમચંદભાઈ, મગનલાલ ઓધવજી, દામોદર દીયાળ, દાદર હરજીવન અને જેન સોશીયલ કલબના સભ્યો વિગેરે ઉપર એ મહાત્માને અલૌકિક પ્રભાવ પડ્યો.
એ પછી, એ મહાપુરુષના સ્વર્ગારોહણ પછી બાવીસમે દિવસે રુ. દેઢ ની અતિ સામાન્ય મુડીથી આ અમારી સભા સ્થપાઈ. સ્વ. વીરચંદ રાઘવજી જેઓ મહારાજજીના સંસ્કાર લઈ અમેરિકા સુધી જેન શાસનની હાક વગાડીને પાછા સ્વદેશમાં આવ્યા હતા, તેમના જ હસ્તે આ સભાને ઉદ્દઘાટનવિધિ થયે.
સામાન્ય મુડી અને સામાન્ય પુસ્તકસંગ્રહના પાયા ઉપર ખડી થયેલી આ સભાએ, દિવસે દિવસે પિતાનો ઉત્કર્ષ વિસ્તાર્યો અને એ બધામાં અમને તો સ્વર્ગસ્થ પંજાબી ક્ષત્રિય મહાપુરુષના પુણ્યને જ પો મળ્યો છે એમ કહીએ તો એમાં કંઈ ખોટું નથી.
શ્રી આત્મારામજી મહારાજના સ્મારકરૂપ આ સંસ્થાના સંબંધમાં અહિં બહુ વિસ્તાર કરવાનું અમે યોગ્ય નથી ધાર્યું. ભાવનગરની આત્માનંદ જૈન સભા એક પ્રગતિશીલ સંસ્થા છે અને તેની વહીવટી વ્યવસ્થા, કઈ પણ નમૂનેદાર સંસ્થા સાથે સહેજે સ્પર્ધા કરી શકે એવી છે એમ તેના વાર્ષિક વિવરણે પોતે જ કહી આપશે. એટલું છતાં ગુરુસેવા અને જ્ઞાનપ્રચારને માટે આ સંસ્થાએ શું કર્યું છે અને શું કરી રહી છે તેની કંઈક કલ્પના આવી શકે તે માટે અહીં દોહનરૂપ મોટી વાતો રજુ કરી છે.
૧. ગુરુમંદિર કરવા માટે અને સ્થાયી સભા કરવા સારું જેન લતામાં આલીશાન મકાન શુમારે ચાલીશ હજારનું સંપાદન કરેલ છે.
ગુલાબચંદ આણંદજી કાપડિયા, પ્રમુખ ૨. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, વસુદેવહીંડિ, બૃહતકપ, કલ્પસૂત્ર, શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે આગમ; ષદર્શનસમુચય, કર્મગ્રંથ, ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર વગેરે સંસ્કૃત શતાબ્દિ ગ્રંથ ]
• ૮૫:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org