________________
ગઝનની વિશિષ્ટતા
_શ્રી_તેચંદ ઝવેરભાઈ
INIT
Sol
શ્રીમહું આત્મારામજી મહારાજ એમના સમયમાં યુગપ્રધાન હતા. શ્રી તીર્થકરોને જન્મ ક્ષત્રિય કુલમાં જ થાય છે તે કુલમાં તેમનો જન્મ હોઈ ક્ષત્રિયોચિત વીર્ય એમને વારસામાં મળ્યું હતું. તેને અંગે તેઓ જે કાર્ય હાથ ધરતા તે મધ્યમ પુરુષની માફક
નહિં પરંતુ વિદને પુનઃ પુનાજી પ્રતિજ્યમાના પ્રાધમુત્તમના જ ત્યજ્ઞરિત્તા એ ન્યાયે ઉત્તમ જનની માફક કાર્યનું ઉત્તમોત્તમ પરિણામ નીપજાવીને જ વિરમતા. દષ્ટાંત તરીકે સ્થાનકવાસી સંપ્રદાયમાં દીક્ષા લીધા પછી જ્યારે મૂર્તિપૂજા-દર્શનપદના સ્થળ સૂક્ષ્મ સ્વરૂપનું રહસ્ય એમને સમજાયું ત્યારે તે સંપ્રદાયને તજી દેતાં જરાપણ ઢીલ કરી નહિ તેમ જ બત્રીશ સૂત્રોની જ માન્યતાવાળી સંકુચિતતાને તજી, પીસ્તાળીશ આગમ-પંચાંગીઓ-પૂર્વાચાર્યોની ગ્રંથસમૃદ્ધિ વિગેરેના અગાધ વાચનમાં બુદ્ધિ પરિણત થઈ અને પોતે સ્વતંત્ર
રીતે આગમોના અભ્યાસના દોહનરૂપે અજ્ઞાનતિમિરભાસ્કર, જૈનતસ્વાદ, તત્વનિર્ણયપ્રાસાદ વિગેરે ગ્રંથના પ્રણેતા બન્યા. દઢતા અને નિયમિતતા એ એમનો જીવનમંત્ર હતો, અને તેનું જીવનની છેક છેલ્લી ઘડી સુધી પાલન કર્યું હતું.
અમેરિકાની વિશ્વધર્મ પરિષદમાં વીરચંદ રાઘવજી ગાંધી બાર-ઍટ–લો. ને મોકલવા માટે મહેમ પૂજ્યશ્રીની જેનદર્શનની પ્રભાવના પ્રતિ અગાધ મનોબળવાળી ભાવના સૂચવે છે. શ્રીયુત વીરચંદભાઈને જૈન તત્વજ્ઞાનનાં બીજસૂત્રો આપી, શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં એકલી જેનધર્મને અમેરિકામાં બહાર આપ્યો. સ્વામી વિવેકાનંદ જેમ વેદાંતની ફિલસૂફીને પ્રકાશમાં આણનાર હતા તેમ જૈન દર્શનનાં સિદ્ધાંતો રજુ કરનાર તરીકે મહૂમ વીરચંદભાઈને મોકલવામાં શ્રીમદ્ આત્મારામજી મહારાજ મુખ્ય નિમિત્તભૂત હતા.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org