Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મોહનલાલ દીપચંદ ચોકસી
નવ વર્ષના ગાળા પછી જૈન સમાજને આ તેજસ્વી દીપક એક વાર ફરીથી ગુજરાત તરફ કદમ ભરે છે ને તિ ફેકે છે. માર્ગમાં ભાવિક હૃદયને ઉપદેશ–વારિથી નવપલ્લવિત કરતા કરતા, કેટલાકની શંકાના સમાધાન કરતા, વ્યાખ્યાન શૈલીની વિશિષ્ટ પદ્ધત્તિથી જૈનેતરોને આકર્ષતા અને નવીન ગ્રંથની રચના કરતાં તેઓશ્રી સંવત્ ૧૯૪૩ માં મહાતીર્થ શત્રુંજયની પુનિત છાયામાં પગલાં માંડે છે. દેશ-દેશાવરથી આગેવાનો આવે છે અને મહારાજશ્રીના મસ્તકે સૂરિ પદવીને અભિષેક કરે છે.
આચાર્ય પદવી એ જેન સંધ તરફનું મોટામાં મોટું માન છે. જેન ધર્મના સિદ્ધાંત પ્રમાણે એ પદનો નંબર ત્રીજે છતાં વર્તમાન કાળની અપેક્ષાએ સર્વશ્રેષ્ઠ છે. એ વેળા પાલીતાણામાં લગભગ પાંત્રીસથી ચાલીશ હજાર યાત્રાળઓ એકત્ર થયા હતા. ગુજરાત-કાઠિયાવાડના આગેવાનો ઉપરાંત બંગાલ, પંજાબ, કચ્છ, મારવાડ અને મહારાષ્ટ્રના પ્રતિષ્ઠિત પુરુષો પણ હાજર હતા. એ બધાના ઉછળતા ભાવો વચ્ચે એક સમયના દત્તા ઉર્ફ દેવીદાસ, બીજા સમયના સ્થાનકમાર્ગી સાધુ આત્મારામ, પાછળથી સંવેગી દીક્ષા પ્રાપ્ત કરી મૂર્તિપૂજક સંપ્રદાયમાં આત્મ-ઓજસ્વિતાથી અગ્રપદધારક બનેલા આત્મારામજી મહારાજ આચાર્ય આનંદવિજયજી અથવા શ્રી વિજયાનંદસૂરિ તરિકે પ્રસિદ્ધ થયા. આમ છતાં સંખ્યાબંધ આત્માઓના હદયમાં ઊંડી જડ નાંખી બેઠેલા આત્મારામ, આનંદવિજય કરતાં પણ આત્મારામજી તરિકે વિશેષ જાણીતા છે.
- ચિકાગોમાં સર્વ ધર્મ પરિષદ ભરાય છે. ભારતના આ મહાન સંતને-જૈન ધર્મમાં અગ્રપદે વિરાજમાન આ મહાવિભૂતિને ત્યાંથી આમંત્રણ મળે છે કે જ્યાં જુદા જુદા ધર્મના સંતો-મહંતોમીશનરીઓ અને પ્રચાર મળે છે ત્યાં આપ પધારો અને આપના ધર્મને પયગામ શું છે તે સમજાવે.
સૂરિજી આમંત્રણને વધાવી લે છે છતાં સાધુ ધર્મના નિયમોને પી જાતે ચિકાગો જઈ શકતા નથી. અંગત હાજરી ન અપાય, તે પણ પ્રતિનિધિ મારફત, પરમાત્મા મહાવીરના સિદ્ધાંત-સંદેશ તે જરૂર પહોંચાડી શકાય એ એમણે નિર્ણય કર્યો. એ દૃષ્ટિએ શ્રી. વીરચંદ ગાંધીને તૈયાર કર્યા.
પણ ભારતવર્ષના એ કાળના જૈન સમાજનું માનસ કેવું હતું ? પરદેશગમન કરનાર વટલી જાય ! અધમી બની જાય ! ઈત્યાદિ કેટલીયે શંકાઓની ભૂતાવળ જનાર સામે ખડી કરવામાં આવતી. આચાર્યશ્રીની દૂરદર્શિતા સમજનાર વર્ગ એ કાળે આંગળીના ટેરવે ગણાય તેટલે ! મુંબઈ જેવા પ્રગતિમાન શહેરમાં વિરોધનો પ્રચંડ વાયુ વાયો. મહારાજશ્રીએ પિતાની વાતમાં સત્ય જોયા છતાં ન તો ઉગ્રતા દાખવી કે ન તે પોતાની વાતનો સામનો કરનાર પ્રત્યે ફરમાનો પ્રગટ કર્યા. શાંતિથી સમતા જાળવી, ખંત રાખી કામ લીધુ. સંધ-સભામાં ખુરશીઓ ઉછળી છતાં શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી અમેરિકા ગયા. ચિકાગ પરિષદમાં જૈનધર્મ શી રીજ છે? તીર્થપતિ મહાવીરનો શો સન્દશ છે? એ પોતે જે રીતે આચાર્યશ્રી પાસેથી સમજી ગયા હતા તે રીતે સુંદરતાથી સમજાવ્યું. જુદાં જુદાં સ્થાને જૈનધર્મ સંબંધી ભાષણો પણ આપ્યાં. એનો સવિસ્તર વૃત્તાન્ત જાણવા સારુ મહારાજશ્રીકૃત ચિકા પ્રશ્નોત્તર ” અને શ્રીયુત ગાંધીના Jainism, Karma Philosophy જેવા ગ્રંથાનાં પાનાંઓ ફેરવવાં ઘટે. ટૂંકમાં કહેવાનું તો એ જ કે મહારાજશ્રીની એ દીર્ધદર્શિતાએ પશ્ચિમાન્ય પ્રજામાં જૈનધર્મ પ્રત્યે જિજ્ઞાસા જન્માવી. આજે જે સંખ્યાબંધ સ્કોલરો એ દેશોમાં દષ્ટિગોચર થાય છે તેના સીધા નિમિત્તભૂત શ્રી વિજયધર્મસૂરિ છતાં શરૂઆતમાં બીજારોપણ કરવાનો યશ તો આપણું સમયજ્ઞ
શતાબ્દિ ગ્રંથ ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org