________________
સમયજ્ઞ સત
અમદાવાદમાં બિરાજતા શ્રી ખૂટ્ટેરાય ( મુદ્ધિવિજયજી ) મહારાજને પંજાબના આ સાધુ–સધે પોતાના ગુરુપદે સ્થાપ્યા. ગુરુમહારાજ પણ વિદ્વાન ને વાદકુશળ શિષ્યને પામી આનંદિત થયા. જે વેળા ભલભલા મુખ્ય પુરુષો પણ સીધા સંસ્કૃત, પ્રાકૃત કે માગધી સાહિત્ય પાસે પહોંચી શકતા નહીં— અ`ઉકેલમાં એમને પણ ટખાની હાય લેવી પડતી ત્યાં સંસ્કૃત સાહિત્યના જ્ઞાતા અને ધર્માંશાઓમાં જેમના જ્ઞાનની અગાધતા છે એવા આત્મારામજી મહારાજે નવા યુગ પ્રવર્તાવ્યો. યુક્તિ, પ્રમાણુ અને ન્યાયનાં સાધતા મારફતે ખોટી પ્રરૂપણાના ને ક્ષુદ્ર મતભેદોનાં ઘનઘેર વાદળે ભેદી નાખ્યાં. સમયજ્ઞ સંતની દલીલપુરસ્કર છણાવટ કરવાની શક્તિના એક વધુ પુરાવા પ્રાપ્ત થયા. શ્રીયુત સુશીલના શબ્દોમાં કહીએ તે—
“ વિજયની અનેકવિધ કલગી ધારણ કરનાર આત્મારામજીના મુકુટમાં, શાંતિસાગર સાથેની ચર્ચાએ એક નવા જ હીરા ઉમેર્યા. સમર્થ યુગપ્રભાવકાની પરંપરામાં જે એક કડી ખૂટતી હતી તે આત્મારામજી મહારાજના પ્રતાપે જૈન સધને હાથ આવી. ’’
આત્મારામજી મહારાજે પાતામાં રહેલ શક્તિને પરચા ટૂંક સમયમાં પુનઃ દાખવ્યો. સુરતમાં હુકમમુનિ તરફથી એક પુસ્તક બહાર પડયું હતું, જેનાથી ઘણા શ્રદ્ધાળુએનાં દિલ દુભાયાં હતાં એ ગ્રંથનેા જડબાતેાડ જવાબ વાળી શ્રાવક સમુદાયની છિન્નભિન્ન થતી સ્થિતિને અટકાવી.
એ સબધમાં ભાઈશ્રી સુશીલના નિમ્ન વચનેા ઠીક પ્રકાશ પાડે છે. એમાં આ મહારથીમાં રહેલ દિવ્ય જ્ઞાન–દષ્ટિનાં અને શાસન પ્રત્યેના અડગ રાગનાં દર્શીન થાય છે.
“ આજે આટલાં વર્ષે આત્મારામજી મહારાજનું એટલે કે એમની શક્તિનું મૂલ્ય આંકવું જરા કિન વાત છે, પણ જૈન સમાજની છેલ્લા થોડાક જ દશકાની છિન્નભિન્નતાનેા જે ક્રાઇ વિચાર કરશે, અતિ નજીવા વિચારભેદ કે પ્રથાભેદને લીધે દાવાનળની જેમ સૂકાની સાથે લીલાને પણ ખાળી નાખનારા અંદર-અંદરના વિગ્રહા, કૈસપ અને ભારીંગની જેમ કાડા મારતા અભિમાનનાં સરવૈયાં કાઢશે તે સમાજ યા તે સધનું સુકાન પેાતાના હાથમાં રાખી રહેલા અને અવારનવાર ખરાબા–ખડકા સાથે અથડાઇ જતા વહાણને બચાવી લેવા બહાર પડતા એક શાસન-મહારથીની શક્તિ અને શાસન– ભકિતનું થાડું પણ મૂલ્ય આંકી શકશે. ”
આમ યુગપ્રભાવી સંતની સાધુતાની સુવાસ, વિદ્વત્તાની કીતિ અને યુક્તિપુરસ્કર સામાના હૃદય પર સચેટ છાપ પાડવાની શક્તિનાં યશોગાન દેશ-દેશાંતર વિસ્તરવા માંચ્યાં. લાંબા સમયથી સેવેલી અભિલાષા શત્રુ ંજય અને ગિરનારના પ્રત્યક્ષ દર્શીનથી પૂર્ણતાને પામી. કાઠિયાવાડનાં કેટલાયે સ્થળામાં આ મહાત્માનાં પગલાંથી આનંદની વર્ષા વરસી રહી. જૈન ધર્મનાં અમેાધ સત્યેા મધુર વાણીમાં હિંદી ભાષામાં શ્રવણ કરવાને જનતાને સુયેાગ સાંપડયે, ખરું જ કહ્યું છે કે-‘સંતાના તેા પગલે પગલે ઋદ્ધિસિદ્ધિ હાય છે.'
આ વર્ષો દરમિયાન પાળમાં મૂર્તિએ પહોંચી હતી. પ્રતિષ્ઠા કરાવવાની અને નવીન ક્ષેત્રમાં શ્રદ્દાનાં વાવેતર ઊંડા કરવાની જરૂર હતી એટલે આત્મારામજી મહારાજ પુનઃ ત્યાં પહોંચ્યા. વહેતાં પાણી નિર્માંળાં ' તેમ સાધુએ તે વિચારતા જ શેલે.
*ઃ ૪ :
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org