________________
અવતરણનું અવલેકન પ્રારંભ–જેન વાલ્મયને લગતા સંસ્કૃત ગ્રંથમાં અવતરણ આપવાનો પ્રારંભ વાચકવર્ય શ્રી ઉમાસ્વાતિથી થયો હોય એમ જણાય છે, કેમકે ગીર્વાણ ગિરામાં ગુંથાયેલા છે જેને ગ્રંથ અત્યારે ઉપલબ્ધ થાય છે તેમાં એમનું રચેલું તત્વાર્થાધિગમસૂત્ર અને સ્વપજ્ઞ ભાગ્ય પ્રથમ ગણાય છે અને એ ભાષ્યમાં અવતરણ કે સંવાદી ઉલ્લેખ જોવાય છે.
વર્ગ–રામાન્ય રીતે અવતરણને બે વિભાગમાં વિભકત કરી શકાય. (૧) પિતાના સાંપ્રદાયિક ગ્રંથને લગતાં ને (૨) અન્ય સંપ્રદાયના ગ્રંથને લગતા. આ દરેક વર્ગના પણ ભાષા, શેલી ઈત્યાદિ દૃષ્ટિકોણ મુજબ પ્રકારો પાડી શકાય. જેમકે પ્રાકૃત ભાષામાં લખેલા પદ્યબદ્ધ ઇત્યાદિ.
ચિહન–હસ્તલિખિત પ્રતિઓના અભ્યાસને તો એ વાત સુવિદિત છે કે પ્રતિઓમાં અલ્પવિરામઅર્ધવિરામ, પ્રશ્નવિરામ ઈત્યાદિ માટે ચિહ્નો હોતાં નથી, તેમ છતાં સળંગવિભાગવિહીન લખાણ જોઈને મુંઝવણ ન ઊભી થાય એવી સુંદર વ્યવસ્થા અવ્યદ્વારા આપોઆપ થઈ ગયેલી હોય છે. આ હકીકત આધુનિક અવતરણ ચિહ્નને પણ લાગુ પડે છે, કેમકે એનું સ્થાન ૩ , તદુ, રુતિ ઈત્યાદિ શબ્દોએ લીધું છે અને એ શબ્દાદિને પ્રયાગ અવતરણ–ચિહ્નની ગરજ સારે છે.
શૈલી–અવતરણે આપવાની છેલી એક જ પ્રકારની જોવામાં આવતી નથી. કેટલીકવાર અવતરણ ૩ ૪, તિ વચનાત કે એવા કઈ ભાવાત્મક ઉલ્લેખ વિના કરાયેલાં જોવાય છે. આવી પરિસ્થિતિમાં એ અન્યકર્તક હોવાથી શંકા સામાન્ય અભ્યાસીને થવાનો સંભવ નથી. ઉદાહરણાર્થે જુઓ શાસ્ત્રવાર્તાસમુચ્ચયના ત્રીજા તબકમાં આપેલું, બીજું અને ત્રીજું પદ્ય તેમ જ એનું ૬૨ મું પદ્ય એ અન્યકર્તક છે, પરંતુ અનઅભ્યાસી એને મૂળરૂપ સમજે તેમ છે. આવી પરિસ્થિતિ તત્ત્વસંગ્રહની ૯૧૨ થી ૯૧૪ અને ત્યાર પછીની કેટલીક કારિકાઓને પણ લાગુ પડે છે. માત્ર મૂળ જેનારને ૯૧૨ થી ૯૧૪ કારિકાઓને રચનાર ભામહ અને ત્યારપછીની કેટલીક કારિકાઓનો રચનાર કુમારિક છે એવા ખ્યાલ આવવાને બહુ જ ઓછો સંભવ છે.
કેટલીક વાર એકનું એક પદ્ય અન્યાન્ય કૃતિમાં લેવાય છે. અને તેમ છતાં તે અમુક ગ્રંથમાંથી ઉદ્ધત કર્યા વિષે કશે ઉલ્લેખ કરાયેલો હોતો નથી. આનું કારણ એમ જણાય છે કે જેન લેખકો પોતાને સ્વતંત્ર ગ્રંથકાર તરીકે ઓળખાવવા ઈચ્છતા ન હતા, કિન્તુ તેઓ ઓછેવત્તે અંશે સંગ્રહકાર જ છે એવું તેમનું સચોટ માનવું હતું. કેટલાક ગ્રંથકારે ૩ ૨ કે એવી મતલબના શબ્દદ્વારા અવતરણ રજુ કરે છે ખરા, પરંતુ તે કયા ગ્રંથમાંનું
૧ અન્યાન્ય ઉલેખોની યાદી માટે જુઓ મારી અંગ્રેજીમાં લખાયેલો અને ટૂંક સમયમાં ભાંડારકર પ્રાચ્યવિદ્યાસંશોધન મંદિરના માસિકમાં પ્રસિદ્ધ થનાર લેખ.
: ૭૬ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org