________________
શ્રી. વીરચંદભાઈના પત્ર છું. અહિંથી તા. ૨૨ જુલાઈના રોજ અહિંથી ૧૧૦૦ માઈલ, આટલાંટીક મહાસાગરના કિનારા પર બેસ્ટન નામનું શહેર છે તેની પાસે On set Bay નામની જગ્યા છે ત્યાં જુદા જુદા વિષને અભ્યાસ કરવા તથા ભાષણે સાંભળવા હજારે લોકો એકઠા થયા છે ત્યાંથી આમંત્રણ આવવાથી હું જઈશ. ત્યાં એક મહિને રહી ત્યાંથી ઉત્તર ભાગમાં આશરે સીતેર માઈલ Greenacre નામનું શહેર છે ત્યાં summer School of Comparative Religions નામનું ખાતું સ્થાપ્યું છે તેના તરફથી જેનધર્મ સંબંધી કેટલાક ભાષણે આપવા મને આમંત્રણ થયું છે તેથી ત્યાં જઈશ. સપ્ટેમ્બર મહિને આખો બેસ્ટન શહેર અને તેની આસપાસના શહેરોમાં ભાષણ આપવા ગાળીશ. અકટોબર મહિનામાં ન્યુયોર્ક અને તેની આસપાસના ગામમાં ભાષણે આપીશ. નબર મહિને વોશીંગ્ટન શહેરમાં રહીશ. ડિસેંબરમાં કલીવલેંડ, ડીટેઈટ, રોચેસ્ટર વિગેરે શહેરોમાં ભાષણ આપીશ. જાન્યુઆરીમાં ફરીથી ગ્રાંડેરેપીડ્ઝ શહેર જઈશ. ત્યારપછી કયાં જઈશ તે નકકી નથી. - ચિ. મોહનને અહીંની સારામાં સારી સ્કૂલ જેનું નામ Chicago Normal School છે ત્યાં દાખલ કર્યો છે. અંગ્રેજી સારી રીતે બોલતો થઈ ગયેલ છે. શરીરે ઊંચો તથા મજબુત થયે છે. સ્કૂલમાં પહેલા નંબર રાખે છે. અહિંના એક ન્યૂસપેપરમાં તેના સંબંધી લખાણ આવ્યું હતું. તેમાં જણાવ્યું હતું કે જેટલું ડહાપણ ચાલીશ વરસની ઉમરના અમેરિકાના ગૃહસ્થમાં હોય છે તેટલું એ સાત વરસની ઉમરના છોકરામાં છે. આ પન્ન લખતી વખતે મોહન મારી પાસે બેઠે છે અને મારી સાથે અંગ્રેજીમાં વાત કરે છે. - અહીં મેં આ પત્રના મથાળા પર આપેલા નામવાળી સ્કૂલ સ્થાપી છે અને તેમાં અગાઉ જણાવેલા વિષય ઉપર શિક્ષણ આપવામાં આવે છે. મારા ભાષણ સંબંધી બંદબસ્ત કરવા માટે મેં મી. વીલીયમ પાઈપ જેઓ અગાઉ પાર્લામેંટ ઑફ રીલીજ્યન્સના સેક્રેટરી હતા અને જેના નામથી તમે સારી રીતે જાણીતા છે. તેમને મારા મેનેજર નીમ્યા છે. મારી દરેક મુસાફરીમાં તેઓ પણ મારી સાથે રહે છે. - આ વરસમાં હિંદુસ્થાનમાં દુકાળ પડ્યો છે અને તેને લીધે લાખો માણસો ભૂખે મરે છે એવા ખબર અહીં આવવાથી મેં અહીંના લોકોને વિનંતિ કરી એક કમીટી સ્થપાવી છે. તેના પ્રેસીડેંટ આનરેબલ મી. સી. સી. બોની જેઓ સને ૧૮૯૩ માં World's Congresses Auxiliary ના પ્રમુખ હતા તેઓ છે, અને હું સેક્રેટરી છું. ઘણે પ્રયાસ કરી અમે સાનફ્રાન્સીસ્ક શહેરથી એક સ્ટીમર ભરી મકાઈ કલકત્તે મોકલાવી છે. તે ગરીબ લોકોમાં ત્યાં વહેંચવામાં આવશે. આશરે ચાલીશ હજાર રૂપિયા રોકડા હિંદુસ્થાનના જુદા જુદા ભાગોમાં મોકલાવ્યા છે. થોડા દિવસ ઉપર ઘણું કરીને મુંબઈમાં આપણું જેન સંઘ ઉપર આશરે બે હજાર રુપિયા મોકલાવીશું.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org