Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
સુસંસ્મરણા
રાજશ્રી કટિબદ્ધ રહેતા. મહારાજશ્રીના જુદે જુદે થયેલા ચાતુર્માસની યાદી તરફ ષ્ટિ કરતાં આપણે સ્પષ્ટ જોઇ શકીએ છીએ કે એક જ સ્થળે લાગલાગઢ એ ચાતુર્માસ તેએ સાહેબે કદી કર્યો જ નથી; એટલું જ નહિં પણ સંવેગ મત સ્વીકાર્યા પછી એક જ સ્થળે લાંયે લાંબે અંતરે થયેલાં એ ચામાસાં પણ બહુ જ થાડાં છે. મહારાજશ્રીની વિહારભૂમિ બહુ વિસ્તૃત હતી અને અનેક સ્થળેાના જનસમુદાયને એએશ્રીના વચનનું અમૃતપાન કરવાને લાભ મળતા હતા,
ધાર્મિક સિદ્ધાંતાને અપલાપ થતા હોય કે તેમાં અયોગ્ય ફેરફાર થતા જણાતા હોય તે તે બાબતમાં મહારાજશ્રી શાસ્ત્રસંમત વાતા જનસમૂહની જાણમાં આવે અને પેાતાના આચારવિચાર શાસ્ત્રાનુસાર રાખે તેટલા માટે આવા દરેક પ્રસંગે યાગ્ય પ્રતિકાર કરવા ચૂક્તા નહિં. એ પ્રતિકાર એવા સજ્જડ અને પદ્ધતિસર કરતાં કે તેમાં કાઇને શંકા ઊઠાવવાની ખારી રહી શકે જ નહિ. સુરતમાં એક એવા પ્રસંગ હુકુમ મુનિના સંબંધમાં અન્યેા હતેા. તેમણે પ્રગટ કરેલા પુસ્તકમાં અનેક બાબત શાસ્ત્ર વિરુદ્ધની જણાયેલી. તે સંબંધમાં જંબુસરના શ્રાવક શા. ગોરધનદાસ એચરે કેટલાક પ્રશ્નો ઉપસ્થિત કરેલા. મહારાજશ્રીએ તેના સંતેાષકારક ઉત્તરા આપેલા અને એ બાબતમાં કાઇને કાઇ પ્રકારની શંકાનુ સ્થાન ન રહે તેટલા માટે વિશેષ યાજના થયલી. જૈન એસેાસીએશન ઑફ ઇન્ડી મારફત જુદા જુદા જૈન વિદ્વાનો, સાધુએ અને યતિના એ બાબતમાં અભિપ્રાયા મગાવી, સુરતમાં શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં એક મોટા મેળાવડા કરી, તેની સમક્ષ તમામ અભિપ્રાયે વાંચી એ સંબંધમાં ઉચિત ઠરાવ કરવામાં આવેલા. ધાર્મિક સિદ્ધાંતાના નિર્ણય બાબત આવી પતિ બહુ અનુકરણ કરવા લાયક ગણાય.
ઉપર જણાવેલાં સંસ્મરણાની મારા ઉપર મારી લઘુવયથી નહિં ભૂંસાય તેવી અસર થયલી છે; અને એ સંસ્મરણા તથા શ્રીગુરુદેવનું શુદ્ધ ચારિત્ર, અને સમાજની ધાર્મિક ઉન્નતિ કરવા બાબતમાં તેઓશ્રીની તીવ્ર લાગણી આપણને દેવ, ગુરુ અને ધર્મ ઉપર પ્રીતિ કરાવવામાં અનેક પ્રકારે સહાયભૂત થાય છે, તેને માટે આપણે સદા શ્રી ગુરુદેવના ઋણી છીએ.
•: ૬ ઃ•
Jain Education International
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org