Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી હોશિયારપુરને આ પ્રસંગ છે. એક વાર કઈ સ્થાનકમાગી સાધુ કાળધર્મ પામ્યા હતા. પંજાબના ઘણાખરા સ્થાનકમાગી સાધુ એકઠા થયા હતા. બુટેરાયજી અને મૂલચંદજી એ રસ્તે નીકળ્યા. બુટેરાયજી એ ગામ છોડી બારેબાર ગયા. અમરસિંહજીને આ સમાચાર મળ્યા, તેમણે થોડા શ્રાવકેને ચડાવી બુટેરાયજીને પાછા વળાવ્યા. ગુરુ-શિષ્ય સમજી ગયા કે અહિં ઉપદ્રવ થશે. ગોચરી કરીને બેઠા કે તરત જ બધા સાધુ-સાધ્વીઓ, શ્રાવકે મળ્યા. તેમાં ગંગારામજી નામના ચાલાક સાધુએ અમરસિંહજીના કહેવાથી પ્રશ્નોની ઝડી શરૂ કરી દીધી.
ગં–તમે કેમ ગુરુનું વચન નથી માનતા ? બુટેરાયજી–બરાબર માનું છું. ગં–તમારા ગુરુ મુહપત્તિ બાંધતા હતા, તમે કેમ નથી બાંધતાં ? બુટેરાયજી–કયા શાસ્ત્રમાં મુડપત્તિ બાંધવાનું લખ્યું છે તે બતાવો તે બાંધું. ગં–ગૌતમસ્વામીએ બાંધી હતી.
બુટેરાયજી–ભૂલ્યા. તેમણે હતી બાંધી એટલે તે મૃગા લેઢણીયાને જેવા જતાં બાંધવી પડી.
ગં–પહેલાં મુહપત્તિ ન્હોતા બાંધતા, પરંતુ પાછળથી આચાર્યોએ મુહપત્તિ બાંધવાનું શરૂ કર્યું.
બુટેરાયજી –કયા આચાર્યશ્રી મુડપતિ બાંધવાની શરૂઆત થઇ તે બતાવશે? ગં—[ ક્રોધથી ] એમ પ્રશ્ન શું પૂછો છો?
બુટેરાયજી—સીધો જવાબ આપો. શું ગતમસ્વામીજી અને શાસ્ત્રકારોથી તમે વધારે ડાહ્યા કે પ્રામાણિક શાસ્ત્રકારોનું વચન છોડી તમારું વચન માનું એમ ને ?
ગં–(આવેશથી) બસ, તમારે વધારે ન બોલવું. નહિ તે તમારે વેશ ખેંચી લઈશું. ત્યાં તો શ્રાવકે વચ્ચે પડ્યા. ગંગારામજીને અને અમરસિંહજીને ધમકાવ્યા. મહારાજ ! શાસ્ત્રના પાઠો હોય તો રજુ કરો. બુટેરાયજીનું કથન તદ્દન સત્ય છે. ગંગારામજી “બુટેરાયજી મિથ્યાત્વી છે; અમારા ટેળા હાર છે” એમ કહી ચાલી ગયા. પરિણામ એ આવ્યું કે અમરસિંહજીને આખું ગામ શ્રદ્ધહીન લાગ્યું અને તે છોડીને ચાલ્યા જવું પડયું. બુટેરાયજી અને મૂલચંદજી ત્યાં રહ્યા અને સત્ય ધર્મનો ઉપદેશ ફેલાવ્યો.
અમરસિંહજી ત્યાંથી નીકળી અાલા ગયા. બુટેરાયજી મહારાજને દિલ્હી જતાં વચમાં અઆલા આવ્યું. અમરસિંહજી ત્યાં છે એવી ખબર મળતાં બુટેરાયજીએ શહેર છોડી કેમ્પમાં જઈને રાત રહેવાને વિચાર કરી બૈચરી માટે શહેરમાં ગયા. શતાબ્દિ ગ્રંથ ]
: ૭૧ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org