Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજ શ્રી ન્યાયવિજયજી
હેમાભાઇ, શેઠ દલપતભાઇ આદિ શ્રાવકા તેમના શિષ્યા-ઉપાસકેા થયા. તેમના સહાયતાથી મૂલચંદજી મહારાજે સાધુએ વધાર્યા અને તેમણે ૧૯૨૩માં મણિવિજયજી દાદાના શુભ હસ્તે મૂલચન્દજી મહારાજને ગણિપદ અપાવ્યું.
ખુટેરાયજી મહારાજને પુન: પંજાબમાં જવાનું મન થયું. ત્યાં નવા કરેલા શ્રાવકાને સન્માર્ગે વાળવા, સંવેગપક્ષના સાધુઓને તેમને ખ્યાલ આપવા પુનઃ પુનઃ પંજાબમાં પંજાબ પધાર્યા. તેમના પંજાબ પધારવાથી લેાકેાને ઘણી સારી અસર થઇ. આ વખતે આત્મારામજી મહારાજ પણ તેમના માર્ગોની અસરમાં હતા. આ વખતે અમરિસંહજીએ વડીલની સત્તાથી પાતાના દાર રાખ્યા હતા. બુટેરાયજી આદિના ચાલ્યા જવાથી તેમને ઘણું લાગતુ હતું ત્યાં આત્મારામજી જાય તે પાલવે તેમ હતુ નહિ, એટલે તેની સામે પેાતાનુ છેલ્લુ શસ્ત્ર આહારપાણી બંધનું ખાનગીમાં ઉગામી ચૂકયા હતા. ખુટેરાયજી મહારાજનાં ક્ષેત્રએ આત્મારામજી મહારાજને ખૂબ સહાયતા કરી, આ જ સમયમાં આત્મારામજી મહારાજના ગુરુભાઇના શિષ્ય ગણેશીલાલે મુહપત્તિ તેાડી, ધર્મવી૨ શ્રી ખુટેરાયજીની પાસે સ ંવેગપક્ષની દીક્ષા લીધી. આત્મારામજી મહારાજ આદિને ઘણું જોર મળ્યું. સાચા સંવેગી સાધુએની ખબર પડી. ગણેશીલાલજીના વેશ પરિવર્તનથી અને ખુટેરાયજીના ધર્મપ્રચારથી આખુ પંજાબ સચેત થઇ ગયું. ખુટેરાયજી અને મૂલચન્દજી જેવા હીરા ગયા, ગણેશીલાલજી ગયા અને આત્મારામજી જેવા હીરા જશે એ ભયથી અમરસિંહજી પણ દુભાયા; પરંતુ ભાવી ભય સામે તેમનાથી કાંઇ પણ થઇ શકે તેમ ન હતું. ખુટેરાયજી મહારાજે સંવેગીપણામાં પંજાબમાં છ વર્ષ વિચરી પેાતાનાં ક્ષેત્રા સંભાળ્યા. કેટલાંક નવાં પણ બનાવ્યાં અને સત્ય ધર્મની જ્ગ્યાત જગાવી.
સ. ૧૯૨૯ પછી ખુટેરાયજી મહારાજ ગુજરાતમાં આવ્યા. ૧૯૩૨ માં આત્મારામજી મહારાજ આદિ ૧૮ સાધુ ગુજરાતમાં આવ્યા અને મૂલચ ંદજી મહારાજના હાથે સવેગ દીક્ષા લઈ ખુટેરાયજી મહારાજના શિષ્ય થયા. ખુટેરાયજી મહારાજને પંજામ ઘણું યાદ આવતું. ત્યાં પોતે પ્રગટાવેલી સત્ય ધર્મની જવલંત જાતિ અમર રહે તેવી ઘણી ઇચ્છા હતી. તેમણે ગુજરાત મૂલચ ંદજી મહારાજને ભળાવ્યુ, કાઠિયાવાડ શ્રી વૃધ્ધિચંદજી મહારાજને ભળાવ્યું અને પંજાબના ઉધ્ધારનુ ભગીરથ કાર્ય –પાતે પ્રગટાવેલી ચૈાતિ જવલત રાખવાનું; તેને દેદીપ્યમાન કરવાનું કાર્ય આત્મારામજી મહારાજને સોંપ્યુ અને સુરત તરફ નીતિવિજયજી મહારા જને મેાકલ્યા. શિષ્યાએ ગુરુ-આજ્ઞા પ્રમાણે વતી જૈન ધર્મની ખૂબ-ખૂબ પ્રભાવના કરી. આત્મારામજી મહારાજે પંજાબમાં વિજયડ કા વગાડ્યો. ગુરુદેવ તે સાંભળી પ્રસન્ન થયા. ધન્ય છે એ શિષ્યાને જેમણે ગુરુનુ નામ અમર કર્યું... !
ખુટેરાયજી મહારાજની ગિરિ-શિખર સમી પડછન્દ પાડતી ભવ્ય મૂર્ત્તિ સન્મુખ શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
.: 93 ::
www.jainelibrary.org