________________
ધર્મવીર શ્રી બૂઢેરાયજી મહારાજ ક્યાં ય ન લાધી. ઠેઠ દિલ્હી સુધી ફરવા છતાં ય તેમને સાધુતાનાં દર્શન ન થવાથી ઘેર પાછા ફર્યા. માતાએ પુત્રને ક્ષેમકુશલ ઘેર પાછો આવેલ જેમાં હર્ષનાં આંસું વર્ષાવ્યાં.
પંજાબમાં એ સમયે સ્થાનકમાગી સાધુઓ જ વિચરતા. ક્યાંક ક્યાંક યતિ મહાત્માઓ પોતાનાં થાણું જમાવીને બેઠા હતા, પણ તેમના કંચનપ્રેમે-ક્યાંક ક્યાંક કામિનીપ્રેમે, તેમનાં માનસત્કાર અને આદર ઘટાડ્યાં હતાં. ત્યાંની જૈન જનતા તેમનાથી વિમુખ બની –સાથે જ જિનવરના સાચા ધર્મથી વિમુખ બની હતી. બુટ્ટાસિંહને અન્ય સંપ્રદાયના સાધુઓ કરતાં સ્થાનકમાગી સાધુઓના પરિચયમાં કંઈક સત્યની ઝાંખી થઈ, એટલે પચીસ વર્ષની ભરયુવાનીમાં ૧૮૮૮માં દિલ્હીમાં બુટ્ટાસિહે સ્થાનકમાગી સાધુધર્મની દીક્ષા લીધી અને બુટેરાયજી નામ અપાયું. બુટેરાયજી સાધુ જીવન સુંદર રીતે પાળતા હતા. એમનું શુદ્ધ ચારિત્ર, તેજસ્વિની મેધા
બુદ્ધિ, પરમ ત્યાગ અને યવનવસન્તમાં પાંગરી રહેલી સુંદર સ્વરૂપવાન સાધુ જીવન કાયાએ આખા સ્થાનકવાસી સાધુઓનું લક્ષ્ય ખેંચ્યું. ટૂંક મુદતમાં જ
બુટેરાયજી મહારાજે સુંદર અભ્યાસ કર્યો. આગમ બત્રીસી વાંચી. એ વાંચતાં તેઓશ્રીને એમ લાગ્યું કે જિનાગમમાં મૂર્તિનિષેધ નથી. સં. ૧૮૯૩ માં તેમને મુહપત્તિ બાંધવી એ શાસ્ત્રવિહિત નથી અને જિમૂર્તિ માનવી એ શાસ્ત્રવિહિત છે એમ પહેલવહેલી શ્રદ્ધા થઈ. પંજાબમાં સૌથી પ્રથમ આવી શ્રદ્ધા આ ધર્મવીરને થઈ જેને આજે એક શતાબ્દિ પૂરી થાય છે.
જિનાજ્ઞા પ્રમાણેના ધર્મની શોધ ચાલુ હતી. બુટેરાયજી મહારાજ ફરતા ફરતા દિલ્હી પધાર્યા. ત્યાં તેમને તેરાપંથી સાધુને પરિચય થયો. તે સંપ્રદાયની પરીક્ષા કરવા બુટેરાયજી જયપુર, જોધપુર તરફ વિચર્યા બે ત્રણ વર્ષ ત્યાં ગાળ્યાં, પરંતુ મુમુક્ષુ-બુટેરાયજીને ત્યાં સંતોષ ન થયો. એ ધર્મ પ્રત્યે આદર ન થયા એટલે દિલ્હી પાછા આવ્યા. દિલ્હી આવી વૃદ્ધ ગુરુની સેવા તન-મનની શુભ નિષ્ઠાથી બજાવી. સ્થાનકમાણી સંપ્રદાયની કેટલીયે શંકાઓનાં સમાધાન મેળવ્યાં જેમાં તેમને પોતે જાણેલું સત્ય વધુ સાચું ભાસ્યું. ગુરુ અતિમ સ્થિતિએ હતા ત્યારે શિષ્યને અન્તિમ આશીર્વાદ આપેઃ “વત્સ! સત્યાર્થી બનજે-જ્યાં તેને વધુ આત્મકલ્યાણ ભાસે ત્યાં રહેજે. તું ક્યાં ય કદી દુઃખી નહિ થાય.” ગુરુજીના સ્વર્ગવાસ પછી બુટેરાયજીએ પંજાબમાં ઘૂમવા માંડયું. ગુરુકૃપાએ તેમને
શાસ્ત્રબોધ સુંદર થયો હતો. પંજાબમાં તે વખતના વિદ્વાન ગણાતા સત્યની પરીક્ષા સ્થાનકમાગી સાધુ અમરસિંહજી આદિને મળ્યા. પિતાની કેટલીયે
શંકાઓ તેમને પૂછી. અમરસિંહજીએ બુટેરાયજીની તર્કશક્તિ, શાસ્ત્રીય જ્ઞાન અને સત્યપ્રિયતા નિહાળ્યાં અને કહ્યું: “ગુટેરાયા ! તુમ શૌર દુમ સા સાથ ટી છે.”
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org