Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
ડો. ત્રિભુવનદાસ લહેરચંદ શાહ પણે સમજી શકાય તેવી શિલીએ, જેનદર્શનનું દહન કરી, તેમાંથી સારભૂત સિદ્ધાંતને ખેંચી લોકચિને અનુકૂળ પડે તેવી પદ્ધતિએ “અજ્ઞાનતિમિરભાસ્કર” અને “જેનતત્વદર્શ” નામે બે દળદાર ગ્રંથમાં તે ગુંથીને જગત્ સમક્ષ તેમણે ધર્યા. ધારેલી મુરાદ કાંઈક અંશે ફળી પણ ખરી. તેવામાં વળી તેમની ઈચ્છાને ઉત્તેજીત કરનારે એક બીજે મક્કો ઊભે થે.
આ સમયે વિ. સં. ૧૯૪૯=ઈ. સ. ૧૮૯૩ માં અમેરિકાની રાજધાની શિકાગો જેવા શહે. રમાં સારી આલમના પ્રચલિત સર્વ ધર્મના મુખ્ય મુખ્ય પ્રતિનિધિઓની સભા-સર્વ ધર્મ પરિષદ-ભરવાનું જાહેર થયું. અને જૈનધર્મનું પ્રતિનિધિત્વ સાચવવા તે વખતના મહાન આચાર્ય અને આ લેખના આપણું નાયક પેલા પંજાબ-નરકેસરી કે જેમને જેન જગતું આત્મારામજી મહારાજ ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિજી તરીકે પીછાની રહ્યું હતું તેમને તે સભામાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું. તેમણે તે સહર્ષ વધાવી લીધું, પણ તેમના માર્ગમાં હિમાલય પર્વત જેવડો મોટો એક અંતરાય હતો. પોતાને જાતે ત્યાં જવાની અને સભા સમક્ષ પોતાના વિચારો જાહેર કરવાની અતિ ઉત્કટ ઈચ્છા હતી, પણ જૈન સાધુજીવનના આચારે, કેવળ પાદવિહાર સિવાયના કેઈ પણ પ્રકારના વાહન યુક્ત પર્યટન કે સમુદ્ર ઉલ્લંઘન ઉપર પ્રતિબંધ મૂકેલ હોવાથી તેમ જ તે સમયે ઉડ્ડયન વિદ્યાનું અસ્તિત્વ નહોતું; અને હોય તો પણ ઉપરના વાહન યુક્ત પર્યટનના પ્રતિબંધમાં તેને પણ સમાવેશ થઈ જતો હોવાથી પિતાના હાથ–પગ બંધાયેલા જ દેખાયા. તેમાં કોઈ રેલવિહારી સાધુ(ભલે સાધુ શબ્દ તેમને લાગુ ન પાડે તો પણ તેમણે પ્રથમ જૈન ધર્મની દીક્ષા લીધી હોવાથી તે દશનના મુખ્ય સિદ્ધાંતોથી પરિચિત હોય એટલે તેવી વ્યક્તિ પણ તેમના આ કાર્યમાં ઉપયોગી થાય જ; તે દષ્ટિએ તેમને ઉલેખ અહીં કર્યો હોવાનું સમજવું.) જેવા પુરુષને પણ અભાવ હોવાથી, આખરે તેમની નજર અન્ય માર્ગ શોધવા તરફ વળી. ત્યાં સંપ્રતિ મહારાજના જીવનવૃત્તાંત તરફ દષ્ટિ સ્થિત થઈ અને તેમણે જેમ પોતાના ધર્મગુરુ શ્રીમાન આર્યસુહસ્તિસૂરિજીના ઉપદેશથી વેશધારી સાધુ ઊભા કરી, પોતાની સત્તા તળેના દૂર-દૂર દેશમાં ધર્મપ્રચાર અર્થે મોકલી આપ્યા હતા તેમ તેમનું જ અનુકરણ કરવા પિતે તેમાંથી પ્રેરણા મેળવી. આ પ્રમાણે વિચાર કરી, તે કાર્ય માટે નજર ફેરવતાં શ્રીયુત વીરચંદ રાઘવજી ગાંધી બી. એ. તેમને મળી આવ્યા. તે ભાઈ જેના માબાપને પેટે જન્મ્યા હતા તેમ વળી કેળવણીથી પ્રાસાદિત હાઈ વિદ્વાન પણ હતા. વળી બારિસ્ટર પદના અભ્યાસી હોઈ વસ્તૃત્વ કળામાં પણ ઠીક ઠીક આગળ વધેલ હતા. એટલે તેમની
* જો કે આકાશગામિની વિદ્યાને આશ્રય અનેક ધર્મભકતોએ-વસ્વામી જેવા આચાર્ય મહારાજે અને વિદ્યાચારણ મુનિરાજેએ-લીધાનું શાસ્ત્રગ્રંથોમાં જણાવેલું છે, પણ તે માર્ગ ધર્મોત જગવવાને બદલે, ધર્મને માથે ભીડ આવી પડી હોય ત્યારે, મતલબ કે આપત્તિના સમયે તેનો ઉપયોગ બહુધા કરાયો હોય એમ દેખાય છે. એટલે કે તે રાજમાર્ગને બદલે અપવાદમાર્ગ હોવાનું માનવું રહે છે. શતાબ્દિ ગ્રંથ ].
: ૫૧ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org