________________
શ્રી. કૂલચંદ હરિચંદ દોશી વંચિત ન રહે. ગામે-ગામ, શહેરે-શહેર વિદ્યાલયો સ્થપાવાં જોઈએ. સ્વતંત્ર શિક્ષણ આપવા વ્યવસ્થા થવી જોઈએ. વિદ્યાપીઠ સુધી આપણે વ્યવસ્થા કરવી જોઈએ. જ્ઞાન વિના જેમ રોટી નથી તેમ ધર્મ પણ નથી, પ્રગતિ નથી તેમ પ્રવૃત્તિ નથી.
- શિષ્ય–ગુરુદેવ ! સાધુ સમાજની ઉન્નતિ માટે આપ શું કહે છે ? - ગુરુ-પ્રિય ! સાધુ સમાજમાં આજે અજ્ઞાન ને આળસ દેખાય છે. જ્ઞાન–વૃદ્ધિ માટે પ્રેમ નથી. ઝગડે પણ ચાલે છે. આ માટે એક મહાન વિદ્યાલય કેન્દ્રસ્થળે સ્થપાવું જોઈએ. નવીન સાધુઓ તથા દીક્ષાના ઉમેદવારો તે સંસ્થામાં ખૂબ અભ્યાસ કરે-તાલીમ મેળવે. સાથે સાથે એક ફરતા વિદ્યાલયની યોજના હોય કે જેના ૪-૬ વિદ્વાને ફરતા રહે અને સાધુઓને અભ્યાસ કરાવે. સમાજ, ધર્મ અને સાહિત્યની સેવા કરવા સાધુઓએ અનેક જાતની વિદ્યાનું જ્ઞાન મેળવવું જોઈશે.
શિષ્ય-ગુરુવર્ય ! સાધ્વી સમાજ માટે આપ શું ધારો છો ?
ગુરુ–વલ્લભ ! સાધ્વી સમાજ માટે મને ભારે નિરાશા ઉપજી છે. તેમની પરવા કોઈને નથી. સમર્થ સ્ત્રી-શક્તિને વિકાસ સમાજના બીજા અંગને ખૂબ પ્રાણ આપી શકે તેમ છે. તેમને માટે પણ જ્ઞાન-બાનની યોજના જોઈએ. નવીન વિચારો ત્યાં પણ પહોંચી જવા જોઇએ. ગૃહસ્થને સ્ત્રી ગુલામડી તરીકે જેમ ન પાલવે તેમ સાધુ સંસ્થામાં સાધી માત્ર પાગલ ન રહે તે જોવાનું કામ સમાજના અગ્રણીઓનું છે જ.
શિષ્યયુગવીર ! સાધુ સંસ્થાનું વાતાવરણ સંગઠિત રાખવા શું કરવું જોઈએ ?
ગુ-વલ્લભ ! તારા પ્રશ્નને મર્મ હું સમજી ગયો છું પણ એક વસ્તુ તું પણ સમજી લે કે સાધુ સમાજમાં જે કુસંપ પેઠે, સાધુ સમાજમાં જો સડો પેઠે, સાધુ સંસ્થામાં જે શિથિલતા પેઠી, સાધુ સમાજ નવયુગના નવીન વિચાર-પ્રવાહને જે ઓળખી ન શકી અને આખા સમાજના ડોલતા નાવને જે બચાવી ન લીધું તે એ પવિત્ર સંસ્થા સામે બળ થશે. આજથી ૫૦ વર્ષ પછી કેવો યુગ હશે તેની કલ્પના આવી શકે છે ! તે ક્રાન્તિ–યુગના સ્રષ્ટાઓ સમાજના જુવાન હશે. તે સમાજના બળતા પ્રશ્નોને ઉકેલ માગશે, પરિવર્તનની ભેરી બનાવશે અને આખા ય સમાજનું પુનર્વિધાન માંડશે. સાધુ સમાજ તેટલો જ પ્રખર ચારિત્રશીલ વિદ્વાન-દ્રષ્ટા અને યુગપ્રચારક હોવો જોઇશે, એ ભૂલી ન જવાય; નહિ તે સાધુ સંસ્થા વિનાશના પંથે વળશે.
શિષ્ય-ગુરુદેવ ! સાહિત્ય પ્રચાર માટે આપની કલ્પના શી છે ?
ગુરુ –ભાઈ ! જૈન સાહિત્ય-જૈન સિદ્ધાંત જગતના સાહિત્યમાં અનેરું સ્થાન પામી ચૂકેલ છે. તે માટે એક જૈન જ્ઞાનમંદિર, એક તેના અંગે પુરાતત્ત્વ મંદિર અને સાથે એક પ્રાચીન વસ્તુના સંરક્ષણ માટે પ્રાચીન વસ્તુ સંગ્રહાલય જોઈએ. દેશ-વિદેશના વિદ્વાને આવી અભ્યાસ કરે. સંશોધન કાર્ય ચાલે, ભંડારાના ખજાના જળવાઈ રહે અને જગતને અવનવા સંદેશ–સૂત્રો મળે તેવો પ્રબંધ કરવામાં જૈન સમાજની શોભા છે.
શિષ્ય-ગુરુજી ! સાધુ-ધર્મ જે કાર્યને માટે મના કરે છે તે માટે ઉપાય છે ?
શતાબ્દિ ગ્રંથ ]
- ૫૫ -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org