Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી ગુરુજીના પગલે પગલે ધર્મધ્વજ હાથમાં લીધે. તે અરસામાં યવિજયજી ઉપાધ્યાય અને લાભાનંદજી ઉર્ફે આનંદઘનજી જેવાએ વળી યેગશાસ્ત્ર અને અધ્યાત્મ ચિંતવનના અભ્યાસ તરફ લેકરુચિને ઝેક વા. આ પ્રમાણે સમય પિતાનું કાર્ય કર્યું જાતે હતો ત્યાં વિક્રમની ૧૯ મી સદીના અંતે મણિવિજય દાદા નામે પ્રસિદ્ધ થયેલ ગુરુમહારાજ અને તેમના પટ્ટધર બુદ્ધિવિજયજી ઉફે બરાયજી મહારાજને શાસનકાળ આવ્યો. તે સમયે પણ ઉપદેશ તત્ત્વને જ જે કે પ્રધાનપદ અપાતું હતું, છતાં અઢી સદી પૂર્વેના શ્રીમાન્ હીરવિજયસૂરિજીના સમયના અને આ સમયના ઉપદેશ તત્વ વચ્ચે ફેર એ હતો કે પહેલાના સમયે રાજસત્તા અને લોકસત્તા એમ બન્ને પક્ષ ધર્મ પ્રત્યે રુચિ ધરાવતા હોવાથી તે બને પક્ષને ધર્મની હુંફમાં લેવા પ્રયત્ન થતો હતો, જ્યારે બીજાના સમયે કેવળ લોકનેપ્રજાને જ હુંફમાં લેવાના પ્રયત્ન થતા હતા. મતલબ કે બીજાના સમયે ઉપદેશ તત્ત્વપ્રચારનું ક્ષેત્ર સંકુચિત બની ગયું હતું. તે પણ કાળની એક બલિહારી જ ને !
આ સમયે પંજાબમાં એક મહાપુરુષ-નરકેસરીનો જન્મ થયો હતો. તેના હસ્તે વળી કાંઈ નવીન પ્રયોગનું જ નિર્માણ વિધાતાએ કરી રાખ્યું હશે એટલે તે નરકેસરીએ યુવાવસ્થા પ્રાપ્ત થતાં સંસારથી વિરક્ત બની, પ્રથમ અમુક સંપ્રદાયમાં જોડાવાનું વિચાર્યું. અને તેમાં ઠીક સમય રહી, શાસ્ત્રાભ્યાસ વધારી બુદ્ધિની વિચારણાએ ચડતાં, આત્મભાન અને દર્શનશુદ્ધિ થયાં અને તે માર્ગે આગળ વધ્યા કર્યું. પરિણામે વેશ–પરિવર્તન કરી પિતે જે ભૂલ પ્રથમ કરી હતી તેમાં પોતાના સ્વધમી અન્ય જનો ન સપડાય, પણ ઉલટ તેમાં વૃદ્ધિ થાય તેવી તત્ત્વ-વિચારણું કરવા માંડી. અંતે તેમની ચકોર દષ્ટિએ કળી કહ્યું કે અત્યારે ભલે ઉપદેશતત્વ જ હિતકારક અને ઉપકારક હોય, પણ તેનું ક્ષેત્ર જે લેકસત્તા ઉપર જ અને તે પણ માત્ર જેનધમી ઉપર જ અવલંબી રહ્યું છે તેને બદલે તે ધર્મની પાંખે પહોળી પ્રસરાવી, જે કઈ તેનું પાન કરવા ઈચ્છુક મળી આવે તેને તે કાં ન પીવરાવવું ? રત્નપ્રભસૂરિ જેવા આચાર્ય અને સંપ્રતિ જેવા સમ્રાટે પ્રાચીન સમયે તેમ જ મધ્ય યુગમાં ખરતરગચ્છપતિ અનેક આચાર્ય મહારાજાઓએ અને કુમારપાળ જેવા ગજેરપતિએ ક્યાં પોતાનું સામર્થ્ય ફેરવ્યું નથી? તેમ તે પછીના યુગમાં પણ ધુરંધર–સૂરિસમ્રાટોએ સ્વશકત્વનુસાર ધર્મપ્રચારને વેગ આપ્યા જ કર્યો છે. તેમાંયે જૈન ધર્મ તે વિશ્વધર્મ બનવાને સર્વ રીત્યા યંગ્ય છે, શક્તિવંત છે તેમ તથા પ્રકાર હોવાનું કહ્યા કરવા કરતાં, અનેક પુરાવાઓ તેના સ્મારકરૂપે જળવાઈ રહેલાં નજરે પણ દેખાયાં કરે છે, તે પછી મારે પણ કાં મારી શક્તિ અનુસાર વીર્ય ન ફેરવવું ?
આ પ્રમાણે ધર્મપ્રેમના વિસ્તારની ભાવના જાગૃત થવાથી ઉપદેશ તત્ત્વનું દષ્ટિબિંદુ લક્ષમાં રાખી, કેવળ જેનમતાનુયાયી વણિકજનને જ ઉપયોગી થાય તેમ નહીં, પણ જે સર્વ કોઈને જૈન ધર્મનાં તત્ત્વ જાણવાની અભિલાષા ઉદ્દભવે તે સર્વને પણ તે ધર્મ યથાર્થ
•: ૫૦ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org