Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી ગુરુજીના પગલે પગલે
પસંદગી કરી અને ધર્મપરિષદની ચર્ચામાં તેમનાથી સારી રીતે અને સ્વતંત્રપણે ભાગ લઈ શકાય તેટલે દરજ્જે તેમને તૈયાર કરી અમેરિકા માકલ્યા. ત્યાં ધાર્યા પ્રમાણે પરિગુામ આવ્યું. અને તે સમયે અધારે પડેલી જૈન ધર્મની જ્યેાતિ પુન: જૈનેતર વિદ્વાનેામાં પ્રગટવા માંડી. પશુ પરિષદમાં કરેલું ભાષણ એક રીતે તે માખિક ઉપદેશ જ ગણાય. એટલે તેની અસર તેા ભાષણના વાતાવરણમાં જ્યાંસુધી ગુજન કરી રહે ત્યાંસુધી જ ટકી રહે. અથવા તે ભાષણને કદાચ તે ધર્મ પરિષદના છપાતા હેવાલમાં કયાંક સ્થાન મળે, તા ય તે ગ્રંથ જ્યારે કાઇના હાથમાં જાય અને વહેંચાય ત્યારે જ. વળી થાડા સમય માટે તે ગુંજન ચમકારા મારે અને પાછુ અદૃશ્ય થઈ જાય. આ પ્રમાણે નિયમ કહેવાય. તે પ્રમાણે આચાર્યજી મહારાજના પ્રયાસનું પરિણામ આવ્યું. તેમના જીવનકાળ સુધી તેમણે તે ટકાવી પણ રાખ્યું. તેમના સદ્ગત થયા ખાદ તેમનાં ચીલે શ્રી વિજયધર્મસૂરિ મહારાજે પગલાં માંડ્યાં હતાં. જો કે તેમણે કાંઇક વિશેષ ગઢનપૂર્વક પ્રયાસ કર્યાં હાવાથી તેમના કાર્યની અસર વધારે દીર્ઘાયુ નીવડી છે એમ જરૂર કહી શકાશે, એટલે વર્તમાનકાળના જૈનેતર વિદ્વાના. જૈન ધર્મ પ્રત્યે તથા તેમાં સમાયેલાં અનેક આદર્શ તત્ત્વા પ્રત્યે જે કાંઇ રુચિ ધરાવતા કે માન આપતા થયા છે તે આ એ ધર્માત્માએને જ આભારી છે એમ લેખી શકાશે.
પૂ. આચાર્ય જી મહારાજે પોતાના જીવનકાળમાં ધર્મ પ્રચારના કાર્ય માં કરેલ અનેક અશેામાંના એકનેા ઇતિહાસ આ પ્રમાણે સમજવા. અને ઇતિહાસ હમેશાં વાંચનારને સ્ફૂર્તિ આપે છે, પ્રેરણા પાય છે, એધપાઠ શીખવે છે, બેઠેલાઓને ઉત્થાન કરવાની આજ્ઞા ફરમાવે છે, તે દિશામાં પ્રસ્થાન કરવાને ઉજમાળ મનાવે છે. વળી તે રસ્તે જનારના માર્ગોમાં દીવાદાંડી બની પ્રકાશ ફૂંકયે જાય છે જેથી ટીંમા–ટેકરા આવે તેા નજરે નિહાળી, તેને એળગી જઇ, પેાતાના નિરધારિત માગે કુચકદમ કરતા તે આગળ આગળ ધપ્યું જાય છે. જેમ ઇતિહાસ આ પ્રમાણે પ્રગતિનું એક સાધન છે તેમ જયંતિ અને શતાબ્દિની ઉજવણી પણ તે જ હેતુ માટે સર્જિત થઇ છે. એટલે આપણે પણ પૂજ્યપાદ આચાર્ય જી મહારાજના તે જીવનકાર્યના પગલે પગલે આગળ વધવુ જોઇએ.
ટૂંકામાં હું અહીં કહેવા માગું છું કે ધર્મ પ્રચાર તે સાધુજીવનનું ઉત્કૃષ્ટ લક્ષ્ય તેા છે જ, પણ તેના માર્ગ અનેકવિધ છે. તેમાંયે આચાર્ય મહારાજજીએ જૈનેતર વર્ગમાં પ્રચાર કરવાનું જે કાર્ય ઉપાડ્યું હતું તેને આપણે ખૂબ વેગ આપવા રહે છે. તે માટે વિધવિધ શાસ્ત્રોનુ–જેમકે ભૂગાળ, ઇતિહાસ, ખગેાળ, કાવ્ય, ન્યાય, તર્ક, શુકન, જ્યાતિષ, દર્શન, ગણિત, નીતિ, વ્યવહાર ઇત્યાદિ ઇત્યાદિ સંબધમાં, જૈન મત પ્રમાણે જે જે મંતવ્ય હાય તેને વમાન પદ્ધતિપૂર્વક સ ંશોધિત કરીને પ્રકાશમાં લાવવાના પ્રથમ દરજો પ્રબંધ કરવા જોઇએ જેથી જૈન તેમ જ જૈનેતર ખન્ને વર્ગ તેના લાભ ઊઠાવી શકે. આ કા માટે આ પ્રસંગે તેવા એક સ્વતંત્ર ખાતાની સ્થાપના કરવાનું અતીવ જરૂરનું લેખાય.
ઃ પર *
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org