________________
શ્રી. મેહનલાલ દીપચંદ ચોકસી જ્યાં સંસારની ખટપટને લાત મારી ત્યાં પછી બાકી રહી એક જ તમન્ના, જ્ઞાનપ્રાપ્તિની. રોજના ત્રણ સે લેકે કંઠસ્થ કરવા જેટલી શક્તિ હતી. એને મન અભ્યાસ એ તો ચાલુ સદાદિત પુષાર્થ. જોતજોતામાં સ્થાનકવાસી સંપ્રદાયનાં બત્રીશ શાસ્ત્રો ભણી લીધાં. હવે જ સમયજ્ઞતાનો પ્રથમ પ્રસંગ આવી ચૂક્ય. ક્ષાત્રતેજની કસોટીની પળ ઉપસ્થિત થઈ. સ્થાનકવાસી સંપ્રદાય શાસ્ત્ર-સાહિત્યની ચાવીરૂપ વ્યાકરણને વ્યાધિકરણરૂપ માનતો હોવાથી એના અભ્યાસની માથાકુટમાં તે પડતો નહોતો. માત્ર ટબા ઉપરથી જ અર્થો શીખાતા-કહેવાતા–તેમાં અનેક મતભેદ થતા–શંકાસ્થાન આવતાં. તેના નિરાકરણમાં અરાજકતા રહેતી-મનની તૃપ્તિ થતી નહિ. મનોમંથન પછી આત્મારામજીએ બળવાન શંખ ફુકયો. અભ્યાસ દરમિયાન એમણે જોઈ લીધું કે પિતાને જે જ્ઞાન મળ્યું છે તે વિશાળતા અને અર્થવિશદતા માગે છે, ખરી પ્રભા અવરાઈ ગયેલી છે. સંપ્રદાય જે રીતે મૂતિને નિષેધ કરી રહેલ છે તેવું તો કંઈ મૂળ શાસ્ત્રકથનમાં જડતું નથી. શાસ્ત્રમાં એવા પાઠે નયનપથમાં આવે છે કે જે પરથી મૂર્તિપૂજા સિદ્ધ થાય છે. વળી એ પણ નકકી કર્યું કે પિતે આજે જે જાતની ક્રિયા કરી રહેલ છે તે શાસ્ત્રસિદ્ધ નથી.
જ્યાં હૃદયને આ નિરધાર જોરશોરથી વ્યક્ત થતો ગયો ત્યાં લલચાવી-પટાવી–મનાવી લેવાના
થાય તે આત્મારામજી સામે નિષ્ફળ નિવડે તેમાં નવાઈ નથી. વળી આત્મારામજીમાં કીર્તિ અને મહત્તાના લેભ કરતાં સત્ય અને આત્મકલ્યાણ પરત્વે બહુમાન વધારે હતું. એમનામાં સાચા ક્ષત્રિયને શોભે તેવું ખમીર હતું. સ્વીકૃત સિદ્ધાંતની માંડવાળ કરવામાં કે આ બડાઈ વધારવામાં આત્માની શુદ્ધ પ્રતિષ્ઠા નથી એ વાત તેમના હૃદયમાં દર્દ થઈ હતી.
આત્મારામજી સંપ્રદાયને મેહ ત્યજી સત્યનો ઝંડો ફરકાવવા મેદાને પડ્યો. આ સમયે તરફ વિરોધનાં વાદળ ઘેરાયાં હતાં. માત્ર બહાર પાણી-નિષેધ કે વસતી ન મળવારૂપ કષ્ટો જ સામે હતા એમ નહિ પણ જીવન જોખમાવે તેવી જાળો પથરાઈ હતી. એક તરફ લાંબા કાળથી જામી પડેલ સંપ્રદાયનો સામનો કરવો અને બીજી તરફ પોતે જે વાત સમજેલ તે શ્રાવક વર્ગના ગળે ઊતારી એની જડ નાખવારૂપ વિકટ કાર્ય હતું. પોતે ઘણાં સાથીઓ સાથે બહાર પડ્યા હતા અને ધીમે ધીમે એમનામાં દલીલપુરસ્સર સિદ્ધાંતની વાતનું રહસ્ય ઊતાર્યું હતું એટલે તે સર્વે પંજાબના જુદા જુદા ભાગોમાં અડગ નિશ્ચયથી ઘુમ્યા અને થોડા સમયમાં પ્રબળ વિરોધનો ઝંઝાવાત જોરશોરથી ચાલુ છતાં નવું ક્ષેત્ર તૈયાર કરી શક્યા. મૂર્તિપૂજામાં માનનાર અને સિદ્ધાંતના હાર્દને સમજનાર શ્રાવક સમુદાય ઊભો કરી શકયા. સંસારત્યાગ કરતાં પણ કઠિન એવા સાંપ્રદાયિક મોહત્યાગનું આ રીતે મંગળાચરણ કરી
જ્યાં સ્થાનકવાસી ને આર્યસમાજીસ્ટોના ભેરીનાદ અહર્નિશ મૂર્તિપૂજા સામે સંભળાઈ રહ્યાં છે એવા ક્ષેત્રમાં પુનઃ મૂર્તિપૂજનના મંડાણ કર્યા-મૂર્તિ પૂજા પ્રત્યે પ્રેમ જગાડ્યો-ભાવપૂર્વક પૂજા કરવાને તત્પર શ્રદ્ધાળુ સમાજ સરજાવ્યો. - - પૂજક-સંખ્યાવૃદ્ધિના પ્રમાણમાં પૂજ્ય સામગ્રીની અછત હતી. વળી સર્જન કરનાર વિભૂતિ પ્રખર ને પ્રભાવશાળી હોવા છતાં માથે ગુરુસ્થાપન કરવાના અને કોડ હતા. સિદ્ધાંતનો મર્મ સમજેલાને સાચા વિધાનની ભૂખ હતી, પોતે સંવેગીપણાને સ્વીકાર્યું હતું છતાં ગુરુસમક્ષ વિધિ સહિત એ ક્રિયા આચરવાની હૃદયેચ્છા હતી. એ બધાં કારણોએ, પંજાબમાં ઠામ પડતાં જ સમયજ્ઞ આત્મારામજીએ પિતાની દષ્ટિ ગુજરાત પ્રતિ વાળી. માર્ગમાં આવતાં તીર્થોની વંદના કરતા આત્મારામજી મંહ જનો સાધુ સમુદાય અમદાવાદ આવી પહોંચ્યો. સંઘે ભાવભીનું સ્વાગત કર્યું. .
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org