________________
જૈન ધર્મ અને જૈન સમાજના ઇતિહાસમાં ઊંડું અવગાહન કરતાં સર્વજ્ઞ અને સમયજ્ઞ વિભૂતિઓએ એનાં મૂળ દૃઢ કરવામાં જે ભાગ ભજવ્યો છે એ ન ભૂંસી શકાય તે છે, એમ વિના સંકોચે કબૂલવું પડે છે. | સર્વજ્ઞ અને સમયજ્ઞ એ શબ્દ-યુગલ પ્રથમ દષ્ટિએ નાનકડું જણાય છે, પણ એમાં ઊંડાણથી જોતાં તીર્થકરો. સામાન્ય કેવલીઓ, તકેવલીઓ, ગણધર મહારાજાએ, પ્રાભાવિક આચાર્યો અને પિતામાં રહેલ એક યા અન્ય પ્રકારની પ્રભાવિકતા કે વિશિષ્ટતાથી જન સમાજનું કલ્યાણ કરનાર પ્રત્યેક આત્માનો સમાવેશ થઈ જાય છે.
વિશિષ્ટ જ્ઞાનબળથી સર્વજ્ઞ ધર્મતત્વના મંડાણ કરે છે. શાશ્વત વસ્તુઓને–સનાતન સત્યને– મૂળભૂત સિદ્ધાંતને પ્રથમ કેવળજ્ઞાનરૂપ આરિસામાં જેનાર સર્વજ્ઞ એની રજુઆત સીધી, સાદી અને ટૂંકી તેમ જ સમજવામાં ઝાઝી મુશ્કેલી ન પડે તેવી ભાષામાં કરે છે. પણ એ સુવર્ણયુગ લાંબા સમય સુધી ચાલતું નથી. સર્વ કાંઈ ડગલે ને પગલે ઉદ્દભવતા નથી એટલે એ બધે વારસે સમયાના હસ્તમાં સોંપાય છે અને પેઢી ઉતાર આગળ વધે છે.
જ્ઞાનીના શબ્દોમાં કહીએ તે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ પ્રમાણે અને પ્રચલિત વાણીમાં વધીએ તો દેશકાળાનુસારે એમાં ઉચિત પરિવર્તન થયાં કરે છે. ત -સિદ્ધાંત બદલાતા નથી જ પણ એની પ્રરૂપણું સમજાવવાના પ્રકાર, એને આલેખવાની ઢબ, ઉચ્ચારવાની ભાષા અને એને દઢ કરવા માટે અપાતા દષ્ટાન્તો કે યુક્તિઓ એ જુદા જુદા વ્યક્તિત્વને લઈ જરૂર બદલાય છે જ. જન-સ્વભાવને એક ને એક વસ્તુ એક ને એક રૂપે જોવા-જાણવાની ચતી જ નથી. “મું મુંડે મતિર્મિન્ના” એ ન્યાયે એકની એક વસ્તુ ભિન્ન ભિન્ન વ્યક્તિઓના હસ્તમાં જઈ રૂપાંતર પામે એ સહજ સમજાય તેવું છે. આમ તોની શાશ્વતતા ટકી રહેવા છતાં એને વિસ્તાર વધતો જાય છે. એ કાર્યમાં
મમત
શ્રી મૌનાહાબા A
- હીપહ ોકઓ
ક
|
[ દેશભક્તિ અને ધર્મભક્તિ સાથે સમયભક્તિની પણ ગણના થવી જોઈએ. જેમને પિતાના સમયને વિષે ભક્તિભાવ ન હોય, વીસમી સદીના સમયમાં જન્મવા છતાં જે બારમી–તેરમી સદીનાં સ્વપ્ન સેવતા હોય તે ભલે સમર્થ, શાસ્ત્રજ્ઞ હોય તે પણ એના સમયમાં એની કંઈ જ કીંમત નથી રહેતી. સ્વ. આત્મારામજી બીજી બધી રીતે સમર્થ હતાઃ તેમ સમયજ્ઞ પણ હતા. એમણે સમયને ઓળખ્યો અને તેનો બની શકે તેટલે સદુપયોગ પણ કર્યો. રા. ચોકસી, એ સ્વર્ગસ્થ સૂરિવરની સમયજ્ઞતાને સ્પષ્ટ કરી બતાવે છે. ]
શતાબ્દિ ગ્રંથ ]
• ૪૩ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org