Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી આત્મારામજી અને શ્રી દયાનંદજી અમારા એક આચાર્ય છે, તેમનું નામ આત્મારામજી છે, તે મહાપંડિત છે. તેઓ અને આપ જે મળે તે અમને ઘણું જાણવાનું મળે. ”
સ્વામીજીએ હા પાડી અને દિવસ નક્કી થયો. પણ મહારાજશ્રીને આવતાં-વિહાર કરતાં–વાર લાગે તેમ હોવાથી સ્વામીજી ઠરાવેલે દિવસે આવવાનું વચન આપી અજમેર તરફ વિદાય થયા.
આત્મારામજી નિશ્ચિત દિવસે જોધપુર આવી પહોંચ્યા. ઘણા જૈન, જૈનેતર આ ચર્ચા સાંભળવા એકઠા થયા. સૈ ઉત્સુકતાથી સ્વામીજીની રાહ કાગને ડેળે જેવા લાગ્યા. બધી તૈયારી થઈ રહી એટલામાં શેકજનક વર્તમાન મળ્યા કે –
સ્વામીજી સ્વર્ગવાસી થયા.”
ભારતના દુર્ભાગ્યે આ બે સમયમૂર્તિઓને–સમર્થ પંડિતને મળવા ન જ દીધા અને જૈન શાસ્ત્રનું કથન સાચું પડયું કે –
“બે ચક્રવર્તીએ મળી શકે નહિ.”
આમ બે ય આપણાથી દૂર દૂર ચાલ્યા ગયા છે. બેયના આત્મા કોઈ અમર દેહધારી બની હજી માનવ-કલ્યાણ સાધતા હશે, પણ બેયની કાર્યશક્તિ આપણી નજર આગળ ખડી રહી છે. બંનેને સમજી બેયમાંથી સાચું કે સારું લઈને આપણે બેયને ભજીશું કે માત્ર ખાલી ગુણગાન કરીને પછી બેયનાં કથનને તજીશું?
- આત્મારામજી જેવી નહિ તે, તેનાથી ઓછી શક્તિશાળી વ્યક્તિઓ જેન સમાજમાં હશે જ, તેમનાથી પણ જેન સમાજ હજી કરી શકશે પણ તેમને પારખી કાઢવા જેટલી ચકર ને નિષ્પક્ષપાત તેમજ કડક બુદ્ધિ જૈન સંઘ બતાવી શકશે? એવી એક કે વધારે સાધુ વ્યક્તિઓને એક કરી, તેમને શરણે–ચરણે જવા જેટલી એકત્ર તત્પરતાને હિમ્મત દાખવશે?
કે એવી વ્યક્તિઓને અજાણ્યું કે ઉપેક્ષાએ ધૂળમાં રેળાવા દેશે?
સારી ને સાચી સાધુ વ્યક્તિઓને જન્માવનાર પણ સમાજ છે. સમાજ એવી વ્યક્તિએને અવતારવા સરલ, શુદ્ધ, સ્પષ્ટ અને નિષ્પક્ષ આચારવિચારવાળી બનશે ? અગ્રેસરોને એ મંગળ કાર્ય સૂઝશે ?
તે તે અવશ્ય પૂજ્યપાદ ન્યાયનિધિ આચાર્યથી વિજયાનંદસૂરીશ્વરજીની શતાબ્દિ સાર્થક થશે.
*: ૩૦ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org