________________
BAणी डोष्णानीपौधा
વકતા શ્રી અનિયરિત્ર વિજયજી H
[ લેખક વયેવૃદ્ધ છે અને ચરિત્રનાયકના સમકાલીન છે. તેમણે કેટલાક જીવનપ્રસંગો પોતાની સ્મૃતિમાંથી બહાર લાવી મૂક્યા છે. તે પૈકી કેટલાક સામાન્ય જણાશે, પણ તે પરથી જે બોધ લેવા યોગ્ય છે
તે વધુ મૂલ્યવાન છે–સંપાદક.]
આચાર્ય શ્રીમાન શ્રીવિજયવલ્લભસૂરિજીના ભક્તિનિર્ભર હદયની પ્રેરણાથી આચાર્ય શ્રીમાન વિજયાનંદસૂરિજી ( આત્મારામજી) મહારાજની શતાબ્દિ ઉજવવાને જે નિર્ણય કરવામાં આવ્યા છે તે માટે શ્રી વિજયવલ્લભસૂરિજીની ગુરુભક્તિ માટે ધન્યવાદ ઘટે છે.
જે મહાન પુરુષની શતાબ્દિ ઉજવવામાં આવે છે તેઓનાં મને દર્શન થએલ છે, તેમનાં વ્યાખ્યાને મેં સાંભળ્યાં છે અને તેઓશ્રીના પરિચયમાં પણ હું ખૂબ આવેલ છું. તેઓનાં ગુણગાન ગાવા એ તો મયૂરના પીછા ઉપર રંગ ચડાવવા જેવું છે. એટલે માત્ર તે વખતની પરિસ્થિતિ, તે વખતને સંપ અને વિનય, તે કાળના પૂજ્ય પુરુષમાં કેવા હતા તેને ચિતાર હું જુદા જુદા પ્રસંગે આપી બતાવવા માગું છું. તે પહેલાં, તે કાળના મુખ્ય પુરુષમાં કોણ કોણ હતા અને તેઓ પિતપોતાની જીવનચર્યા કેવી ઉત્તમ રીતે પસાર કરી રહ્યા હતા તે જણાવીશ.
શ્રી બટેરાયજી મહારાજના મુખ્ય શિષ્ય શ્રી મુક્તિવિજયજી પ્રસિદ્ધનામ શ્રી મૂળચંદજી મહારાજ, શ્રી વૃદ્ધિવિજયજી પ્રસિદ્ધનામ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ, નીતિવિજયજી મહારાજ, ખાંતિવિજયજી મહારાજ તેમ જ આપણું શતાબ્દિના નાયક શ્રી આનંદવિજયજી પ્રસિદ્ધનામ શ્રી આત્મારામજી મહારાજ હતા. શ્રી મૂળચંદજી મહારાજ ગણી પદવી ધારણ કરનારા હતા અને બૂટેરાયજી મહારાજને તમામ સાધુ સમુદાય તેમની આજ્ઞામાં હતું. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ વિચારક અને રાજકીય પુરુષ હતા. તેમની સલાહ તે કાળમાં કિમતી ગણાતી. શ્રીમાન્ આત્મારામજી મહારાજ વાદી હતા, જેઓએ આર્યસમાજીએ સાથે, વેદાંતીઓ સાથે તેમ જ સ્થાનકવાસીઓ સાથે વાદ કરી અનેકને નિરુત્તર બનાવ્યા હતા. સારામાં સારા પુસ્તકો લખી જૈન સમાજ ઉપર મોટો ઉપકાર કર્યો હતો અને એક રીતે તેઓ તે કાળમાં “વાદીતાલ”ની પદવીને લાયક હતા; છતાં પોતે એક પણ પદવી સ્વીકારી ન હતી. શ્રી નીતિવિજયજી શતાબ્દિ ગ્રંથ ]
: ૩૫ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org