Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી કયાંય છે ? આવા પુરુષોના જીવનમાંથી શીખવાનું હોય તો એ જ છે કે તેમના તે ગુણો પોતાના વર્તનમાં મૂકવાની જરૂર છે.
શ્રાવકેએ પણ આ મહારાજશ્રીના જીવનના અવશેના અભ્યાસમાંથી એ શીખવાનું છે કે પોતાની નિર્માલ્યતા–બેદરકારી દૂર કરી, મોટાઓને પણ સત્ય કહી, તેમની ભૂલે સુધારવી જોઈએ. પ્રેમાભાઈ શેઠે જે રાજેદ્રસૂરિ અને આત્મારામજી મહારાજ વચ્ચે દરમ્યાન ગીરી ન કરી હોત તો ખટપટીઆઓ ત્રણ ચાર શેઈના બાના હેઠળ અમદાવાદખાતે મોટે ઝઘડે ઊભે કરત અને તેની ચિનગારી ગામે-ગામ ફેલાત; પરંતુ સવેળા પિતે પિતાની ફરજ બજાવી એટલે ભયંકર ઝઘડાને તુરત જ અંત આવી ગયા. - હાલના શ્રાવક પણ જે શાસનના હિતની ખાતર રાતી આંખ દેખાડી સુનિરાજોની થતી ભૂલેને સુધારવા પ્રયત્ન કરે તે હજુ પણ મોટા અને નાના આચાર્ય, પંન્યાસ અને મુનિરાજેમાં જે નિરંકુશતા દાખલ થઈ ગઈ છે, તેને લીધે કલેશના જે ભડકા સળગી રહ્યા છે, અને સાધુ સમાજની ઉત્તમતા બળીને ખાખ થઈ રહી છે તેમાં સુધારો થાય. જે જૈન અને જેનેતરો એક કાલે જૈન મુનિધર્મની પ્રશંસા કરી રહ્યા હતા તે જ આજે નારાજ થઈ રહ્યા છે. એ પ્રસંગને દૂર કરવા પ્રેમાભાઈ શેઠ જેવાનું અનુકરણ જેને કરે એ હેતુથી પરમ પુરુષના જીવન સાથે આ વાત નિકટ સંબંધ ધરાવનારી હોવાથી તે લખવાની જરૂર પડી છે.
શ્રી વિજયાનંદસૂરિજીને શ્રી સંઘે આચાર્ય પદવી તો દીધી પણ પોતે પિતાની હયાતીમાં કોઈને પણ આચાર્ય પદવી આપી નહિ; કારણ કે આવી પરંપરા ચલાવવા તેઓ પોતે ખુશી ન હતા, નહિ તે તેમની સમીપે અનેક ગ્ય મુનિરાજે અસ્તિત્વ ધરાવતા હતા છતાં આચાર્ય પદવીની જોખમદારી પોતે સમજતા હતા, પરંતુ પાછળથી, તેમના સ્વર્ગવાસ પછી શ્રી વિજયકમળસૂરિ આચાર્ય થયા એટલે એ ચેપી રોગ બીજા સંઘાડાઓમાં પણ શરૂ થયો. આજે એનું પરિણામ એ આવ્યું છે કે એકેક આચાર્ય પોતાના શિષ્યોમાંથી પોતાની હયાતીમાં ત્રણ-ત્રણ, ચાર-ચાર આચાર્યો બનાવી બેઠા છે. એ પરમ પૂજ્યના જીવન સંબંધમાં બીજાઓ ઘણું સારું લખશે પણ મને તો એમના જીવનમાંથી જે કાંઈ અનુકરણીય અભ્યાસ કરવા લાયક લાગ્યું તે મેં અહીં લખ્યું છે.
B સર્વ ગુણમાં નમ્રતા, નિરભિમાનતા, એ મુખ્ય ગુણ છે એ = ન ભૂલશે. જેનો રસ-કસ સૂકાઈ ગયો છે એવાં સૂકાં ઝાડ હંમેશાં
અક્કડ બનીને ઊભા રહે છે, પણ જેમનામાં રસ છે, જે પ્રાણી માત્રને મીઠાં-પાકાં ફળ આપે છે તે તો નીચા નમીને જ પોતાની ઉત્તમતા પૂરવાર કરે છે. નમ્રતાથી શરમાવાનું નથી. કોઈ ગાળ દે, અપમાન કરે, તો પણ આપણે ફળથી મૂકેલાં આમ્રતની જેમ સર્વદા નમ્રીભૂત બનીને લેકપકાર કરવો. –શ્રી વિજયાનંદસૂરિ
શતાબ્દિ ગ્રંથ ]
* ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org