________________
મુનિરાજ શ્રી ચારિત્રવિજયજી
નામ પાડવામાં આવ્યું, પણ તે સ્વભાવે અતિ ઉગ્ર હાવાથી તેમ જ શરીર વ્યાધિગ્રસ્ત હાવાથી દીક્ષા પાળવી મુશ્કેલ થઇ પડતાં, રેલમાં એસી વડેાદરે પ્રેમાભાઇ શેઠના મકાનમાં જઇ રહ્યા. શેઠના અને મૂળચ ંદજી મહારાજના દુર ંદેશીપણાને લઈને, વળી ભવિષ્યમાં આ પુરુષ મહાત્યાગી નીવડશે એવી ખાતરી હાવાથી વાદરાખાતે પ્રેમાભાઇ શેઠે દરેક સગવડતા તેમને માટે પૂરી પાડી. હવે જ્યારે હું સવિજયજી મહારાજને શ્રીગંભીરવિજયજી મહારાજ સાથે લઇ અગાઉથી વડાદરે આવ્યા ત્યારે શ્રીદાનવિજયજીને પેાતાના કૃત્યને પશ્ચાત્તાપ થવાથી, અમદાવાદ શ્રી મૂળચંદજી મહારાજને પશ્ચાત્તાપ સાથે મારીીપત્ર લખી પેાતાને પણ યાગમાં પ્રવેશ કરાવવાની માંગણી કરી, જે ઉપરથી મુનિરાજ શ્રીઠુ સવિજયજી તથા દાનવિજયજીને યાગમાં નાંખ્યા.
ઘેાડા દિવસ પછી મૂળચ ંદજી મહારાજ વડાદરે આવ્યા. માટી દીક્ષા આપવાના પ્રસંગે ગમે તે કારણ હૈ। પરંતુ દાનવિજયજીને પહેલાં દીક્ષા આપી અને શ્રીમાન્ હંસવિજયજીને પછી આપી. જો કે શ્રીમાન્ હંસવિજયજી શાંત સ્વભાવના હતા એટલે તેઓને તા માટી દીક્ષા સાથે કામ હતું, નાના મેાટાની ગણતરી તેમના મનમાં ન હતી; પણ તેમના કુટુએ અને સગાંવહાલાંઓએ માટે કોલાહલ કરી મૂકયા. એટલાથી ન અટકતાં અનેક કાવાદાવાભરેલા કાગળો પૂજ્યશ્રી આત્મારામજી મહારાજને લખવા શરૂ કર્યો. આ ખટપટના કારણે મૂળચ ંદ્રજી મહારાજ અને શ્રી આત્મારામજી મહારાજ વચ્ચે વૈમનસ્ય ઊભું થયું.
ચામાસુ ઊતરતાં શ્રી આત્મારામજી મહારાજ સંવત્ ૧૯૪૧ ની સાલમાં અમદાવાદ પધાર્યા અને દલપતભાઈ શેઠના વડામાં ઊતર્યાં. અમદાવાદમાં પણ કેટલાક ગૃહસ્થાએ ખટપટ ઊભી કરી. મા ઉપાશ્રયના પન્યાસા પાસે બાકીના સેાળ સાધુઓને યાગાહન કરાવી માટી દીક્ષા આપવાની ગેાઠવણ કરવી શરૂ કરી; પરંતુ તે કાળના પન્યાસા ડાહ્યા, સમજુ અને સપને જાળવનારા હેાવાથી ના પાડી જણાવ્યું કે મૂળચંદજી મહારાજના સંઘાડાના સાધુઓ વચ્ચે અમે કુસ’પ કરાવવા માંગતા નથી. આ વાતની ખબર જ્યારે આત્મારામજી મહારાજને પડી ત્યારે ચેાખ્ખું કહી દીધુ કે તુમ થનીચે સ્રોન સાપુત્રોંજે વીચમેં ક્યોં પડતે હૌં ? મારે साधुओंका योगोद्वहन और बडी दीक्षा श्री मूलचंदजी महाराजजीके हाथसे ही होगी । ત્યારબાદ દલપતભાઇ શેઠને ખાસ વડેદરે મૂળચંદજી મહારાજને વિનતિ કરી તેડવા મેાકલ્યા અને મૂળચંદજી મહારાજ અમદાવાદ પધાર્યા. તે વખતે જેવું સામૈયુ મૂળચંદજી મહારાજનુ થયું છે તેવું સામૈયું હવે પછી કાઇનુ થાય એ સ ંભવિત નથી. બીજે દિવસે આત્મારામજી મહારાજ ઊજમમાઇની ધર્મશાળાએ મૂળચંદજી મહારાજને વંદન કરવા આવ્યા. તે વખતે મૂળચંદજી મહારાજ દાદર સુધી સામા ગયા. અને ગુરુભાઈએ ખૂ" પ્રેમથી ભેટ્યા. એક બીજાનાં નેત્રમાં હર્ષનાં આંસુ આવ્યાં. પછી મૂળચ ંદજી મહારાજને વંદના કરી, પેાતાની કાંઈ પણ ભૂલ થઇ હાય તેની ગદ્ગદ્ કઠે માફી માંગી. આ દરેક પ્રસંગ ઉપર આ સેવક હાજર હતા. એ બંને મહાપુરુષોનુ ઐય અને હૃદયની નિર્મળતા ખતાવતું પ્રેમભરેલુ મિલનનુ દશ્ય પથ્થરને પણ પીગળાવી નાંખે તેવું હતું. ત્યારબાદ સાધુઓને ચેાગમાં દાખલ કર્યા અને મોટી દીક્ષા મૂળચંદજી મહારાજને હાથે અપાઇ.
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
૩૭૨
www.jainelibrary.org