________________
સૂરિજીના કેટલાક જીવનપ્રસંગો અને તે ઉપરથી લેવાનો બોધ
નવી ખટપટ : અમદાવાદમાં જે વખતે આત્મારામજી મહારાજ ચોમાસુ હતા તે વખતે ત્રણ થઈવાળા રાજેદ્રસૂરિ પણ પાંજરાપોળમાં ચોમાસુ હતા. ત્યાં પણ અમદાવાદના ખટપટી જૈનોએ, ત્રણ થઈ ચાર થઇની ચર્ચા તે વખતમાં નીકળતા ન્યાયદર્શન અને વડોદરા વત્સલ પેપરમાં ઊભી કરી. તે ચર્ચાએ જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે પ્રેમાભાઈ શેઠે એકદમ પિતાને બંગલે સંઘને બોલાવ્યો અને સંઘ વચ્ચે ઠરાવ કરી, તે સત્તાધીશ પુરુષે પોતાની સહીથી એક હેન્ડબીલ બહાર પાડયું. તેમાં લખવામાં આવ્યું કે અમદાવાદખાતે શ્રી રાજેંદ્રસૂરિ અને આત્મારામજી મહારાજ વચ્ચે ત્રણ થઈ ચાર થેઈ સંબંધી ચર્ચા બીલકુલ થઈ નથી. અમદાવાદમાંથી કઈ પણ શ્રાવકે ત્રણ થઈ સ્વીકારી નથી માટે રાજેંદ્રસૂરિવાળા તરફથી પેપરમાં જે લખાણે આવે છે તે તદન ખોટાં છે. તે લખાણને કેઈએ પણ સાચાં માનવાં નહિ. બસ, હેન્ડબલ બહાર પડ્યું કે તરત જ પેપરમાં ચાલતી ચર્ચા બંધ થઈ અને ખટપટીઆએના હાથ હેઠા પડયા. હાલ તે હું માત્ર જુદા જુદા પ્રસંગે જ લખીશ. ત્યારબાદ ઉપસંહારમાં આ લેખમાં મારું વક્તવ્ય શું છે તે હું જણાવીશ.
પાલીતાણાખાતે મહારાજશ્રીને આચાર્ય પદવી અપાવ્યું. આથી મૂળચંદજી મહારાજને ઠીક ન લાગ્યું છતાં પિતે આચાર્ય પદવીના સંબંધમાં પોતાની પ્રસન્નતા બતાવી–અનુમોદના કરી. શ્રી આત્મારામજી મહારાજે આચાર્ય પદવી પ્રાપ્ત હોવા છતાં પણ શ્રી મૂળચંદજી મહારાજજીની હયાતી સુધી પિતાના શિષ્યના ગોદ્ધહન-વડી દીક્ષા શ્રી મૂળચંદજી મહારાજજીની પાસે જ પ્રથમની પેઠે કરાવવાનો રિવાજ કાયમ રાખ્યું હતું. ત્યારબાદ શ્રી મૂળચંદજી મહારાજને સ્વર્ગવાસ થઈ ગયા અને વિજયાનંદસૂરિ (આત્મારામજી) મહારાજ પંજાબ તરફ પધાર્યો. ગુજરાતના કમનસીબે તે પરમપૂજ્યનાં દર્શન ગુજરાતને ફરી થયા નહિ.
: ઉપસંહાર : વાંચકો ! નીવીમાં છૂટી મગની દાળ વઘારેલી ખવાય કે નહિ તે પ્રસંગ તમને સામાન્ય લાગશે અને તે સામાન્ય છે એ હું કબૂલ કરું છું, પણ ત્યાં મુદ્દો એક જ છે કે તે કાળના મુનિરાજે જુદા જુદા સંધાડાના પૂજ્ય પુરુષને કેવી ઉચ્ચ ભાવનાથી જોતા હતા કે જેથી પંન્યાસ શ્રી ઉમેદવિજયજી મહારાજે મગની દાળ ખવાય એટલું કહ્યું તેથી તકરારને અંત તરત જ આવી ગયે. આ સંપ આજે આપણું કમનસીબે એક સંઘાડાના સાધુએમાં પણ દેખાતો નથી.
દિગ્ગજ પંડિત, સેંકડો સાધુઓના ઉપરી, વળી ગુજરાત, મારવાડ, પંજાબમાં જેઓની પંડિતાઈની બીજી કઈ જેડ ન હતી એવા મહાપુરુષ વડીલનો વિનય સાચવતા. વડીલે પણ પિતાની મોટાઈ એક બાજુ મૂકી નિરભિમાનપણે ગ્ય પુરુષને યેગ્ય સત્કાર કરવા સામા ચાલીને લેવા જતા અને ભેટતા. એક બીજાના નેત્રોમાંથી હર્ષનાં આંસુ ટપકતાં. શો અપૂર્વ પ્રેમ! એક બીજાના દિલની વિશાળતા, એક બીજાની નમ્રતા તેઓમાં જે હતી તેવી હાલ
[ શ્રી આત્મારામજી
૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org