Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
એક આદર્શ મુનિ વાત શ્રી આત્મારામજી મહારાજ સારી રીતે જાણતા હતા અને તેવું કાંઈ પિતાનાથી ન થાય તેને માટે ખૂબ કાળજી રાખતા. તેઓ પોતે કડકપણે નિયમનું પાલન કરતા અને પોતાના શિષ્ય પાસે કરાવતા. પિતાના તર્ક, શાસ્ત્રજ્ઞાન અને અનુભવથી, આચાર્યશ્રી જૈન ધર્મનું ખરું રહસ્ય શું છે? રૂઢી રિવાજથી દાખલ થયેલી અનાવશ્યક બાબતો શી છે? એ વિગેરેની બરોબર સમજાવટ કરી, ધર્મનાં વાસ્તવિક તને અનુસરીને ચાલવા બધ કરતા. શ્રાવકોના જીવન ઉપર સારી ધાર્મિક અસર કરનાર અને તેમનાં જીવનને જૈન ધર્મની ભાવનાને અનુસરતાં બનાવનાર, જે મહાન સાધુઓનાં નામ આપણને ઈતિહાસમાંથી મળી આવે છે અને જેમને સર્વ સંપ્રદાયન જેને બહુમાન આપે છે એવા ખરાના સાધુઓમાં આત્મારામજી મહારાજની ગણના વ્યાજબી રીતે થાય છે, એમ તેમના એકંદર જીવનચરિત્ર ઉપરથી લાગ્યા વગર રહેતું નથી.
૮ જૈન સાધુ મંડળનું મહત્વ અને શૈરવ, જાણે તેમાં અણસમજુ અને અજ્ઞાન બાળકોને મુંડી નાખી ભરતી કરવામાં જ સમાયેલું હોય એવી ભૂલભરેલી માન્યતાવાળા મુઠીભર સાધુઓ અને શ્રાવકો વડેદરા રાજયે કરેલા અગ્ય દીક્ષા–પ્રતિબંધક કાયદો ધર્મના સિદ્ધાંત વિરુદ્ધનો. બીનજરૂરી, નકામી ડખલ કરનાર તથા ધાર્મિક લાગણી દુખાવનારો છે એમ બરાડા પાડી તેના સામે હજી પણ વિરોધ કરે છે, તે પણ સમજુ અને ધર્મનું ખરું રહસ્ય અને હિત સમજનારા દીર્ઘદશી" જેને તે તેને આવશ્યક અને આવકારદાયક જ માને છે. ત્રણ ચાર વર્ષ પહેલાં, સગીરને ફેલાવી, પટાવી, તેમનાં મા-બાપની સંમતિ વગર છુપી - રીતે દીક્ષા આપી દેવાની ગેરરીત કેટલાક ધમધ અને સંકુચિત વિચારના સાધુઓ ચલાવતા હતા તેને લીધે જેમાં જે કલહ વ્યાપી રહ્યો હતો અને દેટા-ફસાદ થતાં હતાં તે વડોદરા રાયે કરેલા કાયદાને લીધે ઘણે ભાગે બંધ થઈ ગયાં છે. જે આત્મારામજી મહારાજ આજે હયાત હોત તો તે વડોદરાનરેશને તેમણે કરેલી જેને ધર્મની અપૂર્વ સેવા માટે ધન્યવાદ આપત, એટલું જ નહીં પણ જૈન ધર્મના જે અનુયાયીઓ તેમણે કરેલા કાયદા સામે નકામ પોકાર કરી રહ્યા છે તેમને કહેતા કે “ભાઈઓ, કમીમાં કમી કેટલી ઉંમરે દીક્ષા આપી શકાય એ વિષે પ્રાચીન કાળમાં જે ઠરાવેલું હતું, તેની માત્ર યત્તામાં ફેરફાર કરવાથી દીક્ષા આપવાના સિદ્ધાંતમાં કોઈ ફેરફાર થતો નથી. સિદ્ધાંત તે વાસ્તવિક રીતે વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય તેને જ દીક્ષા આપવાને અને તેણે જ લેવાને છે. વૈરાગ્ય એટલે શું? તે સમજી શકે નહીં એવા, આઠ, દસ, બાર કે ચૌદ વર્ષના બાળકને તેમના મા-બાપ કે વાલીની સંમતિ લઈને પણ દીક્ષા આપવાથી એવા બાળકમાં ખરેખર વૈરાગ્ય ઉત્પન્ન થયા છે એમ કહી શકાય નહીં અને એવી રીતે આપેલી દીક્ષા સશાસ્ત્ર પણ ગણી શકાય નહીં. વૈરાગ્ય ઉત્પન્ન થયે છે કે નહીં તે તે દીક્ષા લેનાર પતે લાયક ઉમરનો થયા પછી પિતાની મેળે સંમતિ લાયક થાય ત્યારે તે પોતે જે કહે તે ઉપરથી જ જાણી શકાય. દીક્ષા કઈ ઉંમરે લઈ શકાય એ બાબતમાં દેશકાળને અનુસરી ફેરફાર કરવાથી ધર્મના મૂળ સિદ્ધાંતોને કાંઈ બાધ આવતો નથી, માટે હસીને પાત્ર થવાય તે નકામે ઊહાપોહ અને ધમપછાડા શા માટે કરે છે ?”
* જે પિતે હયાત હોત તે આ
પ્રસંગ જ ન સાંપડત વલ્લભવિજય,
: ૩૪.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org