________________
શ્રી. પોપટલાલ પુંજાભાઈ શાહ પિતાના સંપ્રદાયને શુદ્ધ કરવા તપ તપે છે, કેટલા ય જ્ઞાન–વીરડા ઉલેચી ઉલેચીને પી જાય છે, એ પાનનાં જ્ઞાનફળ જેન, જેનેતર સૌને ચખાડે છે અને ચિકાગના ધર્મ સમારંભ સુધી એની મીઠાશ પહોંચી જાય છે. બીજે ધર્મકાંતિકાર બને છે અને તે પણ તપ તપી, ગ્રંથના ગ્રંથો ઉથલાવી, જ્ઞાન-સમૃદ્ધ બની ન જ સંપ્રદાય સ્થાપી દે છે, ને ભારતને નવા પ્રાણ આપે છે.
આમ છતાં એક પુરુષની ફળ-સિદ્ધિ એક નાનકડા, અસ્તવ્યસ્ત સંઘસમૂહના સંરક્ષણમાં જ સમાપ્ત થઈ જાય છે, જ્યારે બીજાની ફળ-સિદ્ધિ એક મોટા સબળ ને સમર્થ સમાજના અવતારમાં પ્રગટી નીકળે છે. એકનો પ્રકાશ બાળસૂર્યના પ્રભાત સમો થઈ રહે છે, બીજાને મધ્યાહ્ન જેવો તપી રહે છે. આના કારણેમાં શક્તિસંપન્નતા, સંગે અને એવું કેટલું ય સરખાવવું પડે અને તેમાં ન્યૂનાવિક્તા પણ હોય.
પણ ખાસ કરીને એક સંગ નજર આગળ તરી આવે એવે છે, ને એ જ સંગે મહાન આત્મારામજીને અતિ મહાત્ તરીકે પ્રગટવા ન દીધા. જે એ જ આત્મારામજી આર્યસમાજી, બહ્મસમાજી જેવા એક સ્વતંત્ર પંથના પ્રચારક થયા હતા તે તેમને પ્રભાવ ઔર દીપી નીકળત, પણ ક્ષત્રિય બાળક જૈન સંઘના સુભાગ્યે તેના હાથમાં આવી પડ્યો અને તેથી તેની કિંમત જોઈએ તેવી અંકાઈ નહિ. તેના કાર્યનાં ફળ સંઘ-સમાજની અતિ શુદ્ધિ અને અતિ વૃદ્ધિમાં પરિણમી શક્યાં નહિ.
વેપારી સમાજ ગમે તેવા ગુરુને પણ પોતાની વેપારી નજરે જોઈ શકે છે, તેનામાં સંઘ કે સમાજને સડે કાઢવા તે ગુરુને ચરણે કે શરણે જવા જેટલી યાહામ કરવાની તાકાત પ્રગટી શકતી નથી, અને એથી એ સમાજનાં કેટલાં ય અણમૂલાં રત્નો અણપારખ્યાં રેળાઈ જાય છે. આત્મારામજી પણ ભાગ્યને એ સમાજમાં આવીને પોતાનું હિત–સ્વપકલ્યાણ સાધી ગયા પણ તેનો લાભ નિર્બળ વ્યાપારી જેન જોઈએ તેટલે લીધે નહિ.
આમ સંગોએ એકને ઓછી પ્રસિદ્ધિ આપી, એકને વધારે દીધી, પણ બંને સમકાલીન હતા. તે બંને એક પ્રાંતમાં રજપૂતસ્થાન અને પંજાબમાં ઘણીવાર એક બીજાનાં મંતવ્યથી વિરુદ્ધ ઉપદેશ આપતા હતા, છતાં બંને મળ્યા કેમ નહિ હોય ?
તેમના જીવનચરિત્રમાં તેને સ્પષ્ટ ખુલાસે સાંપડે છે.
એક વાર સ્વામીશ્રી દયાનંદજી જોધપુરમાં હતા, તેમની વ્યાખ્યાન-ઝડી વરસી રહી હતી, ખંડનની તલવારના ફટકા ઉપર ફટકો લાગી રહ્યા હતા અને શ્રોતાઓ શંકાશીલ બનીને, મંત્રમુગ્ધ થઈને મુંગા થઈ જતા હતા, તે વેળાએ જોધપુરના જેન દીવાને સ્વામીજીને વિનતિ કરી કે – શતાબ્દિ ગ્રંથ ]
૪ ૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org